SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨ ૫૩ ૭. વશિતા - કહેતા સર્વ જીવને વશ કરવાની શક્તિ. ૮. અપ્રતિઘાત - કહેતા પર્વતમાં પણ પ્રવેશ કરવાની શક્તિ. વળી તે ઉપરાંત પણ અંતર્ધાન, અદ્રશ્યકરણ, નાનારૂપકરણ ઇત્યાદિ અનેક ચમત્કારિક શક્તિ જીવને પ્રાપ્ત થઈ શકે છે. “(૨)લબ્ધિ = પ્રાપ્તિ; કોઈ ગુણ સમ્યકત્વ આદિ પ્રાપ્ત થાય તે લબ્ધિ છે તથા રિદ્ધિ સિદ્ધિ ચમત્કાર આદિને પણ લોકો લબ્ધિ કહે છે.” -બોઘામૃત ભાગ-૩ (પૃ.૨૦૫) શ્રીમદ્ રાજચંદ્ર' માંથી – “જે કાંઈ સિદ્ધિ, લબ્ધિ ઇત્યાદિ છે તે આત્માના જાગૃતપણામાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બથી શક્તિઓ આત્માને આશીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.” -વ્યાખ્યાનમાર-૨ (પૃ.૭૭૯) “લબ્ધિ, સિદ્ધિ સાચી છે; અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જોગી, વૈરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હોઈને સહેજ અપવાદ છે. એવી શક્તિઓવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પણ નથી. જે કહે છે તેની પાસે તેવું હોતું નથી. લબ્ધિ ક્ષોભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ, માર્ગેથી પડવાનાં કારણો છે. તેથી કરી જ્ઞાનીને તેનો તિરસ્કાર છે. જ્ઞાનીને જ્યાં લબ્ધિ, સિદ્ધિ આદિથી પડવાનો સંભવ ઉત્પન્ન થાય છે ત્યાં તે પોતાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય શોધે છે. આત્માની યોગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પોતાનો અધિકાર વઘારવાથી તે આવે છે.” -વ્યાખ્યાનસાર-૨ (પૃ.૭૭૯-૮૦) “અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે, “ૐ' આદિ મંત્રયોગ કહ્યાં છે, તે સર્વ સાચાં છે. આત્મશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિયોગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે, પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. ઘણા જીવોમાં સત્ત્વનું ન્યૂનપણું વર્તે છે, અને તે કારણે તેવા ચમત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય, કેમકે આત્મામાં જે સમર્થપણું છે, તે સમર્થપણા પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી.” (વ.પૃ.૪૬૭) “ઉપદેશામૃત' માંથી :- અત્રે કોઈ અદભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જતું નથી.” (પૃ.૧૬) વીતરાગ સ્વભાવે રે મહામુનિ મોહ હણી, વરે કેવળ-લબ્ધિ રે નવે નિજ ગુણ ગણી. મન ૫ અર્થ - મહામુનિ તો પોતાના આત્માનો વીતરાગ સ્વભાવ પ્રગટાવી, પરપદાર્થ પ્રત્યે રહેલા મોહને સર્વથા હણી કેવળજ્ઞાનરૂપ લબ્ધિને પામે છે. કેવળજ્ઞાન પામે આત્માના ગુણોને ઘાતનાર ચાર ઘાતીયા કર્મ તે મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ છે, તેનો ક્ષય થઈ નવ લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તે નીચે પ્રમાણે : મોહનીય કર્મનો ક્ષય થવાથી (૧) ક્ષાયિક સમ્યકત્વ અને (૨) ક્ષાયિક ચારિત્રગુણ પ્રગટે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી (૩) કેવળજ્ઞાન. અને દર્શનાવરણીય કર્મના ક્ષયથી (૪) કેવળદર્શનગુણ
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy