SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પ્રગટે છે. તથા અંતરાય કર્મના ક્ષયથી (૫) અનંત દાન, (૬) અનંત લાભ, (૭) અનંત ભોગ, (૮) અનંત ઉપભોગ અને (૯) અનંત વીર્ય ગુણ પ્રગટે છે. આ બઘા આત્માના ગુણો છે અથવા આત્માની જ શક્તિઓ છે તે સંપૂર્ણ પ્રગટ થાય છે. આપણા સુખ પામે અનંતું રે હવે નહિ કાંઈ કમી, બહુ ઇન્દ્ર-નરેન્દ્રો રે પૅજે પ્રભુ-પાય નમી. મન- ૬ અર્થ :- હવે કેવળ લબ્ધિને પામવાથી મહામુનિઓ આત્માનું અનંતસુખ પામે છે. તેમના સુખમાં કોઈપણ પ્રકારની ખામી નથી. એવા કેવળજ્ઞાનને પામેલા તીર્થકરોને ઘણા ઇન્દ્રો તથા નરેન્દ્રો એટલે ચક્રવર્તીઓ પણ આવીને પ્રભુના ચરણકમળમાં નમસ્કાર કરી તેમની પૂજા કરે છે. Iકા પુરુષોત્તમ ઉત્તમ રે પ્રગટ ઉપકાર કરે, ઉપદેશ અનુપમ રે સુણી બહુ જીવ તરે. મન૦ ૭ અર્થ :- સર્વોત્કૃષ્ટ આત્મસિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે એવા શ્રેષ્ઠ તીર્થંકર પુરુષોત્તમ પ્રભુ જીવોને તારવા માટે હવે પ્રગટ ઉપકાર કરે છે. તેમનો અનુપમ ઉપદેશ સાંભળીને ઘણા જીવો સંસાર સમુદ્રને તરી જાય છે. તેથી પ્રભુચરણ ઉપાસી રે પ્રભુરૂપ કોઈ થશે, તજી સંસાર-સ્ખો રે, બની મુનિ મોક્ષે જશે. મન ૮ અર્થ - સર્વોત્કૃષ્ટ સિદ્ધિના ઘારક એવા પ્રભુની આજ્ઞા ઉપાસી કોઈ શ્રીકૃષ્ણ, રાવણ કે શ્રેણિક મહારાજા જેવા તો પ્રભુરૂપ થશે અર્થાત્ પોતે પણ તીર્થકર બનશે અને બીજા અનેક જીવો પણ સંસારસુખને ત્યાગી મુનિ બનીને મોક્ષે જશે. સનતકુમાર ચક્રવર્તી હોવા છતાં પણ સર્વ ત્યાગી મુનિ બનીને મોક્ષે પધાર્યા. Tટા. દેશ-સંયમી ગૃહી રે યથાશક્તિ ભક્તિ કરે, ભાવો મુનિ સરખા રે સદા ઉરમાંહિ ઘરે. મન ૯ અર્થ :- જે મુનિદશાને અંગીકાર ન કરી શકે તે જીવો દેશ-સંયમ એટલે શ્રાવકના વ્રતોને ગ્રહણ કરીને યથાશક્તિ ભગવાનની ભક્તિ કરે છે. શ્રી હેમચંદ્રાચાર્ય લખે છે કે ભગવાન મહાવીરનો શ્રાવક પરિવાર એક લાખ ઓગણસાઠ હજાર તથા શ્રાવિકાનો પરિવાર ત્રણ લાખ અઢાર હજારનો હતો. તેમાનાં મુખ્ય દશ શ્રાવકોની આરાધનાને ભગવાને પણ વખાણી હતી. તે દશ શ્રાવકમાં (૧) આનંદ, (૨) કામદેવ, (૩) ચુલણીપિતા, (૪) સુરાદેવ, (૫) ચુલ્લશતક (૬) કુંડકોલિક (૭) સદ્દાલપુર, (૮) મહાશતક, (૯) નન્ટિની પિયા અને (૧૦) સાલિહી પિયા નામે હતા. સાચો શ્રાવક તે કહેવાય કે જેને મુનિ થવાની ભાવના હોય; પણ શક્તિના અભાવે તે મુનિવ્રત લઈ શકતો નથી. પણ મુનિ સરખા ભાવો રાખવાની જે હમેશાં કોશિશ કરે છે. ભરત ચક્રવર્તી ઘરમાં રહેતાં છતાં પણ તેવી ભાવનાવાળા હતા. ભરત ચક્રવર્તીને લડાઈ કરતાં જાણી ભગવાન ઋષભદેવને પુંડરિક ગણઘરે પૂછ્યું કે ભગવન!ભરત ચક્રવર્તીના હવે કેવા પરિણામ હશે? ત્યારે ભગવાને કહ્યું કે તારા જેવા. કયાં ગણધર ભગવાન અને ક્યાં ભયંકર યુદ્ધ કરતાં ભરત મહારાજા. પણ બન્નેના ભાવો ભગવાને સરખા કહ્યા. આમ પરિણામની લીલા અજબ છે. જનક વિદેહી પણ ઘરમાં રહેવા છતાં વિદેહીપણે વસતા હતા. લા.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy