SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૩૯ શોધ કરવા માટે વારંવાર તેનો પાઠ કરું. અને તેમાં દર્શાવેલ આજ્ઞાઓને પણ વારંવાર વિચારી તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરું. ||૧|| જ્ઞાનદશા સહ વર્ત્યા સદ્ગુરુ માત્ર અસંગ સ્વરૂપ થવા, જળ-કમળ સમ યોગ વિષે નિર્લેપ રહ્યા ભવરોગ જવા; કળિકાળમાં વિકટ કાર્ય કરવા કટિબદ્ધ પ્રબુદ્ધ થયા, અથાગ યત્ન અંતર્મુખયોગે સાથી ભવીજ બાળી ગયા. અર્થ :— શ્રીમદ્ સદ્ગુરુ ભગવંત માત્ર અસંગસ્વરૂપને પામવા માટે અર્થાત્ બાંધેલા કર્મોને ભોગવી તેથી નિવૃત્ત થવા અર્થે આત્મજ્ઞાનદશા સહિત માત્ર ઉદયાધીનપણે વર્ત્યા. તેમજ ભવરોગ એટલે સંસારરૂપી રોગનું નિવારણ કરવા માટે મનવચનકાયાના યોગ પ્રવર્તાવવામાં પણ જળમાં કમળ રહે તેમ નિર્લેપ રહ્યા. આ ભયંકર કળિકાળમાં પણ આત્માનું વિકટ કાર્ય કરવા તેઓ કટિબદ્ધ એટલે કમર કસીને જાગ્રત રહી પ્રબુદ્ધ એટલે જ્ઞાની થયા. તથા અથાગ પુરુષાર્થ કરીને અંતર્મુખ ઉપયોગ રાખી આત્મકલ્યાણને સાથી ભવબીજ એટલે સંસારનું બીજ એવું જે મિથ્યાત્વ તેને બાળીને ભસ્મ કરી ગયા. ।।૨।। “સહજ સ્વરૂપે સ્થિતિ જીવની થયે મોક્ષ વર્વીતરાગ કહે, સહજસ્વરૂપ રહિત નથી ય, પણ નહિં તે નિજભાન લહે; સહજસ્વરૂપનું ભાન થવું તે સહજસ્વરૂપે સ્થિતિ સમજો, સહજસ્થિતિ ભૂલ્યો જીવ સંગે, ભાન થવાને સંગ તજો. અર્થ :- સહજ આત્મસ્વરૂપમાં જીવની સ્થિતિ ધાય તેને શ્રી વીતરાગ પ્રભુ મોક્ષ કહે છે. ૧. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ ‘મોક્ષ’ કહે છે.’” (વ.પુ.૪૬૯) આપણો આત્મા મૂળસ્વરૂપે સહજ આત્મસ્વરૂપથી રહિત નથી. પણ હજુ સુધી તે પોતાના સ્વરૂપના ભાનને પામ્યો નથી. તે પોતાના સહજ સ્વરૂપનું જીવને ભાન થવું, તે જ જીવની સહજ સ્વરૂપે સ્થિતિ છે એમ જાણો. ૨. ‘સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.’” (વ.પૃ.૪:) ૫૨૫દાર્થનો મોહબુદ્ધિએ સંગ કરવાથી આ જીવ પોતાના આત્માની સહજઆત્મસ્વરૂપમય અનંતઋદ્ધિને જ ભૂલી ગયો છે. માટે તેનું ભાન થવા હવે સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરો. ૩. “સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.’” (વ.પૃ.૪૬૯) ||૩|| તીર્થંકર, ગણઘર સૌ વદતા, ઉત્તમ એક અસંગપણું; સર્વે સત્સાઘન તે અર્થે ઉપદેશાયાં એમ ગણું. સકળ સશ્રુત-વચન-ઉદધિ-જળ અસંગતા-અંજલિ વિષે, સમાય છે; વિદ્વાન, વિચારો; સાર સર્વનો એ જ દીસે. અર્થ :– તીર્થંકર ભગવંતો કે ગણધરો એ સર્વે એક અસંગપણાને જ સર્વોત્તમ કહે છે. તથા ભક્તિ, સ્વાધ્યાય, જપ, તપ વગેરે સર્વે સત્સાઘનો પણ તે માત્ર અસંગપણું પામવા માટે જ ઉપદેશવામાં આવ્યા છે એમ જાણો. ૪. “એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે.’’ (વ.પૃ.૪૬૯)
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy