SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) નિયમિતપણું આત્મભ્રાંતિરૂપ મહારોગો જશે એમ માનીને તેને તે પીવી પડે છે. ર૪ના મનમાન્યું કરતાં તો ભટક્યો કાળ અનંત, વિચારો રે; પરાધીનતામાં પ્રેરે મન - એ અંતરમાં ઘારો રે. આત્મ અર્થ :— પોતાની મતિલ્પનાએ વર્તતાં, અનાદિકાળથી જીવ આ સંસારમાં ભટક્યો છે, તેનો વિચાર કરો. અને આ મન છે તે પરપદાર્થમાં સુખબુદ્ધિ કરાવી મને પરાથીનતામાં પ્રેરે છે, એ વાતને અંતરમાં ઘારણ કરો, અર્થાત્ ઊંડાણથી તેનો વિચાર કરો. ।।૨૫।। ચોરી જાી કાજે મન ભટકે, પરવસ્તુને તાકે રે, પરાધીન સુખ લેવા દોડે પરાધીનતા ચાખે ૨ે. આત્મ ૩૯૩ અર્થ :- વ્યવહારમાં પણ જે કલંકરૂપ છે એવી ચોરી કે જારી અર્થાત્ વ્યભિચારમાં મન ભટકી ૫૨વસ્તુને લેવા તાકે છે, પણ પરાધીન એવા ઇન્દ્રિયસુખને લેવા દોડતાં પોતે જ પરાધીન બની જઈ ત્રિવિધતાપના દુઃખોને ભોગવે છે. “સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ.'' ।।૨૬। સ્વતંત્ર સુખ લૂંટે મનડું, જો નિયમ-દોરડે બાંધી રે; મન વશ વર્તે તે જ નીરોગી, પછી નહીં કંઈ વાંધો રે. આત્મ અ ઃ— પણ જો આ મનને જ્ઞાનીપુરુષની આજ્ઞારૂપ નિયમ દોરડાથી બાંધી રાખીએ તો આ આત્મા પોતાનાથી જ ઉત્પન્ન થતાં સ્વાધીન સ્વતંત્ર સુખનો ભોક્તા બને છે. જે સમ્યદૃષ્ટિને મનવશ વ છે તે જ ખરેખરો નિરોગી છે. તેને કાંઈ વાંધો આવતો નથી. કેમકે :– “મન સાધ્યું તેણે સઘળું સાંધ્યું, એહ વાત નહી ખોટી.’’ -શ્રીઆનંદઘનજી ||રા જ્ઞાનીને ની ગરજ જગતની, નિષ્કારણ ઉપકારી રે, ક્રમ મનોહર રચી ગયા તે, આચશે સુવિચારી રે. આત્મ અર્થ :– નિઃસ્પૃહ એવા જ્ઞાનીપુરુષોને આ જગતની કોઈ ગરજ નથી. એમને કાંઈ જોઈતું નથી. છતાં નિષ્કારણ કરુણાશીલ એવો એમનો સહજ સ્વભાવ હોવાથી ભવ્યોને ઉપદેશ આપી તિકારી થાય છે. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી ભવ્યોના હિતને અર્થે દીર્ઘદૃષ્ટિ વાપરી આ ભક્તિનો મનોહર એટલે મનને આકર્ષનાર એવો ક્રમ રચી ગયા છે. તેને સમ્યક્ વિચારવાળા જીવો પ્રેમપૂર્વક આચરશે. “પ.પૂ.પ્રભુશ્રીજીએ જે કાર્યક્રમ આશ્રમ માટે ગોઠવ્યો છે તે બહુ દીર્ઘદૃષ્ટિ વાપરી ચોક્કસ કર્યો છે. તેમાં રસ ન આવે તેટલી જીવને મુમુક્ષુતાની ખામી છે. પોતાની કલ્પનાએ પ્રવર્તવામાં આવે તેમાં તેને કંઈક રસ જણાય, પણ સ્વચ્છંદ પોષાય છે અને તે સંસારનું કારણ છે એમ વિચારી જ્ઞાનીપુરુષને માર્ગે મનને વાળવું એ જ હિતકારી છે, ન માને તો મનને હઠ કરી ક્રમમાં જોડવું તિકર છે.” -ધો.ભા.૩ (પૃ.૭૯)||રા આરંભાદિક અશુભ વિકલ્પો, કાર્ય પ્રથમ તજવાનાં રે, અશુભ વિકલ્પ જવા વ્રત, નિયમો, શુભ ભાવે ઘરવાનાં રે, આત્મ અર્થ :– આરંભ અને પરિગ્રહના અશુભ વિકલ્પો સૌથી પ્રથમ ત્યાગવાના છે. કારણ કે વૈરાગ્ય, ઉપશમના એ કાળ છે. અને અવૈરાગ્ય અનઉપશમના મૂળ છે માટે. સંસાર સંબંધી રાગદ્વેષના અશુભ વિકલ્પો જવા અર્થે ભગવાનના કહેલાં સમ વ્યસન ત્યાગ આદિ
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy