SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦) બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું ૫ ૫૯ આપી સામાન સાચવવા બે કોટવાલ માંગ્યા. ત્યાં તેના પુત્રો જ આવ્યા. તેઓ રાતના એક બીજાને પોતાની વિતક વાર્તા કરતા હતા. તે સાંભળી મલયાગિરીને લાગ્યું કે આ મારા જ પુત્રો છે, એમ મલયાગિરીનું પુત્ર સાથે મિલન થયું. વાતચીતમાં પોતાના જ પુત્ર છે એમ જાણવાથી રાજા પાસે ન્યાય કરવા ગયા. ત્યાં શીલના પ્રભાવે ચંદનરાજાનું પણ મિલન થઈ ગયું. એમ પ્રાણ જતા કરવા તૈયાર થાય પણ શીલ ખંડિત ન કરે તે જીવો સર્વ સુખ સામગ્રીને પામે છે. ૨૧ાા તો જગતારક વીર પ્રભુની આજ્ઞા ઉઠાવ શિવ સાથશે રે, પરબ્રહ્મ પાશવવૃત્તિ જ કામ-વિકારો સાચો મુમુક્ષ ત્યાગશે રે. પરબ્રહ્મ અર્થ - પ્રાણ છોડવા તૈયાર થાય પણ વ્રત નહીં, એવા જીવો જગતારક વીર પ્રભુની આજ્ઞા ઉઠાવીને મોક્ષપ્રાપ્તિની સાધના કરશે. કામવિકારો છે તે પશવૃત્તિ જ છે. સાચો મુમુક્ષ હશે તે મોહાસક્તિથી મુંઝાઈને એવા પશુકર્મનો ત્યાગ કરશે. અરરા. ચારે વ્રતોના અપવાદમાર્ગે વ દોષો ન લાગશે રે, પરબ્રહ્મ બ્રહ્મચર્યવ્રત ઢીલું થયું તો આત્મઘાતકતા વધારશે રે. પરબ્રહ્મ અર્થ - અહિંસા, સત્ય, અચૌર્ય અને પરિગ્રહ ત્યાગ એ ચારે વ્રતોમાં અપવાદ અર્થાતુ છૂટ આપી છે. તે અપવાદને માર્ગે વર્તવાથી દોષો લાગતા નથી. પણ બ્રહ્મચર્યવ્રત જો ઢીલું થયું તો રાગ વગર જેની પ્રવર્તી નથી એવું તે અબ્રહ્મચર્ય, આત્માના ગુણોની ઘાત કરશે. “મૈથુનત્યાગ'માં જે અપવાદ નથી તેનો હેતુ એવો છે કે રાગદ્વેષ વિના તેનો ભંગ થઈ શકે નહીં; અને રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે; જેથી તેમાં કોઈ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઊતરવું રાગદ્વેષ વિના પણ થઈ શકે; પુસ્તકાદિનું ગ્રહણ પણ તેમ થઈ શકે; પણ મૈથુનસેવન તેમ ન થઈ શકે; માટે ભગવાને અનપવાદ એ વ્રત કહ્યું છે; અને બીજામાં અપવાદ આત્મહિતાર્થે કહ્યા છે; આમ હોવાથી જિનાગમ જેમ જીવનું, સંયમનું રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે.” (વ.પૃ.૪૦૧) “બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય! “શેઠ ક્યાં ગયા છે? તો કહે, ઢેડવાડે’ એવું ન થવું જોઈએ. બહારથી મોટો બ્રહ્મચારી થઈને ફરતો હોય તો પણ શું થયું? પણ જો અંતરમાં દયા ન હોય તો તે શા કામનું છે? બ્રહ્મચર્યનું વ્રત લેનારે બહુ જાળવવાનું છે. સ્વાદ કરવા ન જોઈએ; ટાપટીપ શરીરની ન કરવી જોઈએ; સ્નિગ્ધ, ભારે ખોરાક ન ખાવા જોઈએ; ખરાબ વાતો ન સાંભળવી જોઈએ. નવ વાડો સાચવવી જોઈએ; નહીં તો, ખેતરની વાડ કરીને સંભાળ ન કરે તો ભેલાઈ જાય તેમ, વ્રત ભંગ થાય. નહોતો જાણતો ત્યાં સુથી જે થયું તે થયું; પણ હવે તો વ્રત ભંગ કરે તેવી બાબતો ઉપર ઝેર વરસવું જોઈએ. કોળિયામાં માખ આવે તો ઊલટી કરી કાઢી નાખવું પડે છે, તેમ આત્માની ઘાત થાય તેવા માઠાં પરિણામ વમી નાખવા જોઈએ.” -ઉપદેશામૃત (પૃ.૩૩૧) //ર૩ી. સમુદ્ર જો મર્યાદા મૂકે જળપ્રલય પ્રગટાવશે રે, પરબ્રહ્મ તેમ ચોથું વ્રત તોડી પ્રવર્તે, નિઃશંક ડૂબી, ડુબાડશે રે. પરબ્રહ્મ અર્થ - સમુદ્ર જો મર્યાદા મૂકે તો સમુદ્રનું અગાધ જળ પ્રલયકાળ પ્રગટાવશે. તેમ ચોથું બ્રહ્મચર્ય વ્રત તોડીને કોઈ પ્રવર્તશે તો પોતે ભવસાગરમાં ડૂબી, બીજા જીવોને પણ સાથે ડૂબાડશે એ વાત નિઃશંક છે. પારકા
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy