SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) પાર્શ્વનાથ ૫૨માત્મા ભાગ-૩ ૨૩૭ અર્થ :— શકેન્દ્રની વિનતિ સાંભળીને પ્રભુ, લોકોના ઉપકાર અર્થે અનેક દેશ વિદેશમાં વિહાર કરતા વિચર્યાં. ધ્યા પ્રભુકૃપાથી મુનિ થયા સોળ હજાર પ્રમાણ; છવ્વીસ હજાર સાધવી, શ્રાવક લાખ સુજાણ. ૯૯ અર્થ :— - પ્રભુની કૃપા વડે સોળ હજાર સાધુ થયા, છવ્વીસ હજાર સાધ્વી બની અને એક લાખ મનુષ્યો શ્રાવકધર્મને પામ્યા. ।।લ્લા શ્રાવિકા ત્રણ લાખ ગણ, પશુગણ પણ સંખ્યાત, અસંખ્ય દેવી દેવ સૌ શિવપંથે પ્રખ્યાત. ૧૦૦ અર્થ :— ભગવાન પાસે ત્રણ લાખ શ્રાવિકાઓએ ગૃહસ્થઘર્મ અંગીકાર કર્યો તથા સંખ્યાત એવા પશુના સમૂહોએ પણ ભગવાનનો ઉપદેશ સાંભળ્યો. તેમજ અસંખ્યાત દેવી દેવતાઓ પણ મોક્ષના માર્ગે વળ્યા. એવા પરોપકારી પ્રભુનો જગતમાં સદા જય જયકાર હો. ૧૦૦ા * વિચરી વર્ષ સિત્તેરથી કંઈક ઓછો કાળ, સમેતગિરિ-શિખરે પ્રભુ કરે યોગ-સંભાળ. ૧૦૧ અર્થ :— સિત્તેર વર્ષથી કંઈક ઓછા કાળ સુધી આ પૃથ્વીતલને પાવન કરી હવે ભગવાન પાર્શ્વનાથ સમેતિશખર પર્વત પર આવી પહોંચ્યા. ત્યાં મનવચન-કાયાના યોગની સંભાળ કરવા લાગ્યા અર્થાત્ મનવચનકાયાના યોગને ઘ્યાનવડે સ્થિર કરવા લાગ્યા. ।।૧૦૧।। ત્રીજા શુક્લપદ ઘ્યાનથી તજે સયોગી સ્થાન, સૂક્ષ્મ કાયયોગે રહી યોગ નિરોધે, માન, ૧૦૨ = અર્થ :– હવે ભગવંત સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના ત્રીજા શુક્લધ્યાનના ભેદ વડે તેરમા સયોગી ગુણસ્થાનને તજવા લાગ્યા. તેના માટે આત્માને પ્રથમ બાદર કાયયોગમાં સ્થિર કરીને બાદર વચનયોગ અને બાદર મનયોગને સૂક્ષ્મ કરવા લાગ્યા. પછી બાદર કાયયોગને છોડીને સુક્ષ્મ વચનયોગ અને સુક્ષ્મ મનોયોગમાં સ્થિતિ કરીને બાદર કાયયોગને સૂક્ષ્મ કરવા લાગ્યા. ત્યારપછી સૂક્ષ્મ કાયયોગમાં સ્થિતિ કરીને ક્ષણમાત્રમાં તે જ સમયે વચનયોગ અને મનોયોગ બેયનો નિગ્રહ કરવા લાગ્યા. એમ સૂક્ષ્મ એક કાયયોગમાં સ્થિતિ કરીને જે ધ્યાન કરવા લાગ્યા તે સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી નામનો શુક્લધ્યાનનો ત્રીજો ભેદ છે. એમ સૂક્ષ્મ કાયયોગમાં રહીને મનવચનકાયાના યોગનો પ્રભુ નિરોધ કરવા લાગ્યા. ।।૧૦૨।। શુક્લ ધ્યાન અંતિમ પદે ક્રિયા સૂક્ષ્મ પણ નાંતિ, અલ્પ કાળ અયોર્ગી રહી, સદા વસે શિવમાંહી. ૧૦૩ અર્થ :– હવે શુક્લધ્યાનનો અંતિમ ચોથો ભેદ તે વ્યુપ૨તક્રિયાનિવર્તી નામનો છે. તે ધ્યાનમાં સૂક્ષ્મક્રિયા પણ છૂટી જાય છે. અને અલ્પકાળ એટલે અ ઇ ઉ ઋ ? આટલા હ્રસ્વ અક્ષર માત્ર બોલીએ તેટલો કાળ તે અંતિમ ચૌદમા અયોગી ગુણસ્થાનકમાં સ્થિતિ કરીને સર્વ કર્મોથી રહિત થઈ તે શુદ્ધાત્મા ઊર્ધ્વગામી સ્વભાવવાળો હોવાથી ઉપર ઊઠીને મોક્ષસ્થાનમાં જઈ સદા ત્યાં નિવાસ કરે છે.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy