________________
૨ ૭૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
પરમાં સુખની ભ્રાંતિ ટળી જઈ, જો મન શુદ્ધ થાય તો ઘણા ગુણો પ્રગટે, તે હવે જણાવે છે :
અર્થ :- જે આત્મા સંબંધીના તત્ત્વજ્ઞાનવડે સંસારમાં સુખ છે એવી ભ્રાંતિ ટળી જઈ મન સ્થિર થાય તેને જ ખરૂ ધ્યાન અથવા મહાન તત્ત્વજ્ઞાન જાણો. જો મનશુદ્ધિ નહીં હશે તો ગુણો બઘા પલાયન થઈ જશે અર્થાત જતા રહેશે. અને મન જો વિશુદ્ધ હશે તો ઘણા ગુણો આવીને તમારામાં નિવાસ કરશે. ૧પના
જ્ઞાન, વ્રતો, શ્રત, તપો, પર-ઉપકારો, ઇંદ્રિયનો જય, કષાય-શમાદિ ઘારો; તોયે મનોજય વિના ભવનો ન આરો; પામો નહીં કણ કર્યો કુશકા-કુટારો. ૧૬ મનના જય વગર ગમે તેટલા તપ કરો પણ તેથી મુક્તિ નથી, તે વિષે હવે જણાવે છે –
અર્થ - ગમે તેટલો જ્ઞાનનો ક્ષયોપશમ હોય, વ્રતો પાળે, શ્રુત એટલે શાસ્ત્રજ્ઞાન હોય, તપ કરતો હોય, પરોપકારવાળી બુદ્ધિ હોય, બાહ્યથી ઇન્દ્રિયોનો જય હોય, ક્રોધાદિ કષાયોનું શમન હોય, પણ જો મન ઉપર વિજય મેળવ્યો નથી તો આ સંસારનો પાર કદી આવશે નહીં. જેમ કુશકા એટલે છોડા ખાંડ્યું દાણ મળશે નહીં કે પાણી વલોળે માખણ નીકળશે નહીં તેમ તે જીવ મુક્તિને પામશે નહીં.
મન અકસ્માત્ કોઈથી જ જીતી શકાય છે. નહીં તો અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિર્ગથતામાં બહુ થઈ શકે છે; છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પર્ધાદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં. પણ આપણે એને દોરવું; અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગ ન ટાગ્યા જેવો થાય છે, લોક-લજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસ કરીને પણ મનને જીતીને સ્વાઘનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.” (વ.પૃ.૧૦૮) /૧૬ો.
ભ્રાંતિ સમાન નથી રોગ અતીવ ભારે, ના વૈદ્ય સદ્ગુરુ સમા ભવ જે નિવારે;
આજ્ઞા સમાન નથી પથ્ય, વિચારી જોજો, સંધ્યાનસૂચક વિચાર દવા પી જોજો. ૧૭ આત્મભ્રાંતિ જેવો કોઈ રોગ નથી, તે નિવારવા તેના ઉપાય જણાવે છે :
અર્થ - મનને અજ્ઞાનવશ એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે દેહ તે જ હું છું. એમ દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ સમાન અતીવ એટલે અત્યંત ભયંકર બીજો કોઈ રોગ નથી. તે ભવ રોગને મટાડવા માટે ગુરુ જેવા બીજા કોઈ નિષ્ણાત વૈદ્ય નથી. સત્પરુષની આજ્ઞાએ ચાલવા સમાન બીજાં કાંઈ પથ્ય નથી. કેમકે
જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંઘ જેવી છે.” (વ.પૃ.૪૧૧) તેમજ ઘર્મધ્યાનનું કારણ થાય એવા સત્પરુષના વચનોના વિચારરૂપ ઔષઘ સમાન તે આત્મભ્રાંતિને ટાળવા માટે બીજો કોઈ ઉપાય નથી. માટે પુરુષના વચનરૂપ ઔષઘને તમો જરૂર પી જોજો. જેથી અનાદિકાળનો તમારો આત્મભ્રાંતિરૂપ રોગ જરૂર નાશ પામશે.
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ધ્યાન.”-આત્મસિદ્ધિ ૧ળા જો ભાવશુદ્ધિ મનદોડ મટાડ પામે, તો જે અલભ્ય મુનિને, પદ તેની સામે
જે ના થયું તપ વડે, સહજે બને તે, કર્મો અનંત ભવનાં ક્ષણમાં ખપે છે. ૧૮ જે મનના વિકલ્પો મટાડીને ભાવશુદ્ધિ કરશે તે ઉત્તમપદને પામશે એમ જણાવે છે :