SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.” (વ.પૃ.૪૩૫) ૨૧ જો પૂર્વ-કર્મ હણવા જૅવ બુદ્ધિ ઘારે, અજ્ઞાન દૂર કરવા દ્રઢતા વઘારે, સત્સંગ, સદ્ગુરુ ઉપાય અચૂક ઘર્મ, આરાઘતાં જર્ફેર દૂર થનાર કર્મ. ૨૨ પૂર્વકર્મ અને અજ્ઞાનને હણવાનો અચૂક ઉપાય સત્સંગ અને સદ્ગુરુનો આશ્રય છે. તે જણાવે છે : અર્થ - જો જીવ પૂર્વકર્મને હણવા માટેની બુદ્ધિને ઘારણ કરે તેમજ પરમાં સુખબુદ્ધિરૂપ અજ્ઞાનને દૂર કરવા મનમાં દ્રઢતા વધારે અને તેમ કરવા સત્સંગ અને સગુરુનો દ્રઢ આશ્રય કરે; તો તેવા આત્મઘર્મના અચૂક ઉપાયને આરાઘનાર જીવના સર્વ પ્રકારના કર્મો જરૂર નાશ પામશે. દ્રષ્ટાંત - દ્રઢપ્રહારીએ અનેક પાપ કર્યા છતાં સદ્ગુરુનો આશ્રય પામી બઘા કર્મોને નાશ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો તો છ મહિનામાં જ સર્વ કર્મોને નષ્ટ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. IPરરા અજ્ઞાન મૂળ ભેલ, ના સમજાય આપે, ના જાણી જોઈ ભૂલ કો મનમાંહિ થાપે; જ્ઞાની-જને જર્ફેર ઓળખીને ઉખાડી, તેની જ સંગતિ કરી ભેંલ દે મટાડી. ૨૩ અનાદિકાળના અજ્ઞાનની મૂળ ભૂલ જ્ઞાનીપુરુષો દ્વારા જ મટી શકે છે તે જણાવે છે : અર્થ - અનાદિનું અગૃહિત મિથ્યાત્વ અથવા અજ્ઞાન એ જ મૂળભૂત ભૂલ છે. તે પોતાની મેળે જીવને સમજાતી નથી. કોઈ જાણી જોઈને ભૂલ કરે નહીં કે તેને મનમાં સ્થાપે નહીં; પણ તે ભૂલનું ભાન જ જીવને આજ સુધી થયું નથી. જ્ઞાની પુરુષે જરૂર તે ભૂલને ઓળખી તેનો ઉપાય કરીને તેને ઊખેડી નાખી છે. માટે તેવા જ્ઞાની પુરુષોની સંગતિ કરી અર્થાત્ તેમની આજ્ઞાએ વર્તીને તે ભૂલ હવે જરૂર મટાડી દેવી જોઈએ. જેમકે પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને કહ્યું કે અમે અનાદિકાળથી રખડીએ છીએ માટે અમારી સંભાળ લો. કૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવાથી તેમની અજ્ઞાનરૂપ અનાદિની મૂળ ભૂલ હતી તે નાશ પામી. ર૩મા જો સ્વપ્નમાં મરણ નિજ જણાય, કોને? ભ્રાંતિ વિષે નહિ અશક્ય કશું ય, જોને; તેવી રીતે પરપદારથ નિજ જાણે, પોતે જ દેહમય માની વિભાવ માણે. ૨૪ મનભ્રાંતિથી પરવસ્તુને પોતાની માની આ જીવ સંસારમાં રઝળ્યા કરે છે. તે વિષે જણાવે છે કે : અર્થ - સ્વપ્નામાં જીવને પોતાનું જ મરણ જણાય છે. તે કોને જણાય છે? તો કે ભ્રાંતિથી પોતાને જ જણાય છે. એમ ભ્રાંતિ વડે કશુંય અશક્ય નથી. તેવી જ રીતે જે પદાર્થો પોતાથી સાવ પર છે તેને અજ્ઞાનવશ જીવ પોતાના માને છે. જેમકે પોતે કોણ છે? તો કે આ શરીર, તે જ હું છું. એમ પોતે જ પોતાને દેહમય માની વિભાવભાવોમાં સુખ કલ્પી રચીપચીને કર્મ ઉપાર્જન કર્યા કરે છે. “સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવા બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે;” (વ.પૃ.૪૩૬) “તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું.” (વ.પૃ.૨૧૨) ૨૪
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy