________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
૩૫૦
કરાવનાર છે એમ માનજો. તેમજ કર્મનો સ્થિતિબંધ અને રસ એટલે અનુભાગબંધ જીવના કષાયભાવોથી પડે છે, અને તે પડ્યા પછી આઠેય કર્મમાં વેંચાઈ જાય છે. એમ પ્રકૃતિબંઘ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને ૨સબંઘ અર્થાત્ અનુભાગ બંઘ એ ચારે પ્રકારથી જીવને કર્મનું બંધન, આત્મપ્રદેશમાં, જીવોના ભાવાનુસાર થયા કરે છે. ૪૫ા
છે પ્રકૃતિ મુખ્ય આઠ ભેદે જ્ઞાન ઢાંકે એક જે, જે આવરે દર્શન બીજી, સુખ-દુઃખ હેતુ ત્રીજી દે, વર્તાવતી વિપરીત ચોથી, પાંચમી ભવ રૂપ ધરે; છઠ્ઠીય દે દેહાદિ, ઉચ્ચનીચ, વિદ્ઘ છેલ્લી બે કરે. ૪૬
અર્થ :– કર્મની મુખ્ય જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકૃતિઓ છે. તેમાં જ્ઞાનાવરણીયકર્મની પ્રકૃતિ આત્માના જ્ઞાનગુણને ઢાંકે છે, આવરણ કરે છે. બીજી દર્શનાવરણીયકર્મની પ્રકૃતિ આત્માના દર્શનગુણને ઢાંકે છે. ત્રીજી વેદનીયકર્મની પ્રકૃતિ જીવને સુખ દુઃખરૂપ શાતા અશાતા વેદનાનું કારણ બને છે. ચોથી મોહનીયકર્મની પ્રકૃતિ જીવને પરમાં સુખ બુદ્ઘિ કરાવી વિપરીતતા કરાવે છે. પાંચમી આયુષ્યકર્મની પ્રકૃતિ નવા નવા ભવ ધારણ કરાવે છે. છઠ્ઠી નામકર્મની પ્રકૃતિ સારા, ખોટા શરીરના રૂપરંગાદિને આપે છે. સાતમી ગોત્રકર્મની પ્રકૃતિ ઉંચનીચ ગોત્રમાં ઉત્પન્ન કરે છે તથા આઠમી અંતરાયકર્મની પ્રકૃતિ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય ફોરવવામાં અંતરાય કરે છે. ।।૪૬।।
ક્ષીર-નીર પેઠે કર્મ-અણુ જૈવના પ્રદેશે જે રહે, તેને પ્રદેશિક બંઘ જાણો, સ્થિતિ કાળ-મર્યાદા કહે, અનુભાવ મૂંઝાવે જૈવોને તીવ્રતર કે તીવ્ર જે ત્યાં મંદતર કે મંદ દુઃખે સુખ ગણે અજ્ઞાર્ની તે. ૪૭
અર્થ :– ક્ષીર એટલે દૂધ અને નીર એટલે પાણીની પેઠે કર્મના અણુઓ જીવના પ્રદેશ સાથે રહે છે તેને તમે પ્રદેશબંધ જાણો. તથા સ્થિતિ છે તે કાળની મર્યાદા બતાવે છે, તેને સ્થિતિબંધ જાણો. કર્મનો અનુભાવ એટલે અનુભાગ બંધ અર્થાત્ ૨સબંઘ છે તે જ્યારે તીવ્રતર કે તીવ્ર હોય ત્યારે જીવોને મૂંઝવે છે. તે કર્મોનો રસબંઘ જ્યારે મંદતર કે મંદ હોય ત્યારે સંસારી જીવોને દુઃખ ઓછું હોય છે અને તેને જ અજ્ઞાની એવા સંસારી જીવો સુખ માની બેસે છે.
ઓછા દુઃખને સુખ માનવું એ અજ્ઞાનીની નિશાની છે. કારણ કે જ્ઞાનીઓ આ ઓછા દુઃખને અર્થાત્ શાતાવેદનીયને ખરું સુખ માનતા નથી પણ તેને દુઃખનું જ એક બીજું રૂપ ગણે છે. ।।૪૭ના
જ્ઞાની ગણે સુખ દુઃખ પુત્રો કર્મ ચંડાલણ તણા, સત્સૌખ્ય માણે તેમને આનંદમાં શી છે મણા?
તે સુખ સંવ૨માં વસે-આત્મા સ્વભાવે જ્યાં રહે, રોકાય આસવ-બંઘ ત્યાં, વળી કર્મ જૂનાં તે દહે. ૪૮
અર્થ :- · જ્ઞાનીપુરુષો તો આ સાંસારિક સુખ કે દુઃખને કર્મરૂપી ચંડાલણના જ પુત્રો ગણે છે. જે જ્ઞાનીપુરુષો સાચા આત્મિક સુખને માણે છે અર્થાત્ ભોગવે છે તેમને આનંદમાં શી ખામી હોય? કંઈ જ નહીં. સાચું આત્મિક સુખ તો આવતાં કર્મને જ્ઞાન ઘ્યાન વડે રોકવારૂપ સંવરમાં વસે છે. જ્યાં આત્મા