SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર સર્વ સંગ તજવા કહે, સર્વજ્ઞ પ્રભુ, સંત; કહે અન્યથા તે જનો નિજ-૫૨-ઘાત કરંત. ૨૭ અર્થ :— ઉપરોક્ત કારણોને લઈને સર્વજ્ઞ પ્રભુ કે સંતપુરુષો સર્વ પ્રકારના બાહ્ય તેમજ અત્યંતર પરિગ્રહના સંગને ત્યાગવાનો જ ઉપદેશ કરે છે. તેથી વિપરીત પરિગ્રહને ગ્રહણ કરવાનો જે ઉપદેશ કરે તે પોતાના તેમજ પરના આત્મગુણને ઘાત કરનાર છે. ।।૨૭।। તજે તેજ રવિ કોઇ દી, ડગે મેરુ કી તોય, ઇંદ્રિય-જય કરશે નહીં સંગ-સક્ત મુનિ કોય. ૨૮ અર્થ :— કદી કોઈ દિવસ સૂર્ય પોતાના તેજને મૂકી દે કે કદી મેરુ પર્વત ડગી જાય તોપણ પરિગ્રહના સંગમાં આસક્ત એવા મુનિ ઇન્દ્રિય જય કદી કરી શકશે નહીં. રિટા અર્થ આરૅભ પરિગ્રહ માનજે ઉપશમ કેરો કાળ; ભવનો વૈરાગ્ય પણ માંડ ટકે ત્યાં, ભાળ. ૨૯ બહુ અર્થ :— આરંભ પરિગ્રહથી કષાયભાવ વધે છે માટે તેને વૈરાગ્ય અને ઉપશમના કાળ માનજે. પરિગ્રહ પ્રત્યેની લાલસા વધવાથી ઘણા ભવની સાધના વડે પ્રાપ્ત થયેલ વૈરાગ્ય પણ માંડ માંડ ટકી શકે છે. તે વિષે પરમકૃપાળુદેવ જણાવે છે કે – “જો જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો - વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમકે આરંભ-પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે.’” (વ.પૃ.૪૦૮) ।।૨૯।ા -: ૩૧૯ આરંભ પરિગ્રહ જો ઘટે અસત્સંગ બળહીન; અસત્સંગ-બળ જો ટળે મળે વખત સ્વાધીન. ૩૦ અર્થ :— આરંભ પરિગ્રહ જો ઓછા થાય તો ખોટા સંગ પ્રસંગ ઓછા થાય છે, ઉપાધિ ઘટે છે. તેથી સત્સંગ કરવાનો અવસર મળે છે. સત્સંગ થવાથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી સદ્વિચાર કરવાનો સ્વાધીન અવકાશ પ્રાપ્ત થાય છે. “આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે.’” (વ.પૃ.૪૫૧) ।।૩૦।। આત્મવિચારે વખત તે ગાથે થાયે જ્ઞાન; આત્મજ્ઞાને દુખ બધાં ટળે, મળે નિર્વાણ. ૩૧ આત્મવિચારમાં મળેલા તે સ્વાધીન સમયને ગાળવાથી જીવને આત્મજ્ઞાન થાય છે તથા આત્મજ્ઞાનવડે બધા દુઃખ ટળી જઈ જીવને નિર્વાણ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. “આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.’” (પૃ.૪પ૧|||૩૧|| શ્રી ઠાણાંગે પણ જુઓ દ્વિ-ભંગી-વિસ્તાર ઃ આરંભ-પરિગ્રહ થકી મતિ-આવરણ ઘાર. ૩૨ અર્થ – દ્વાદશાંગીના ત્રીજા સૂત્ર શ્રી ઠાણાંગમાં પણ ત્રિભંગીનો વિસ્તાર નીચે પ્રમાણે જણાવેલ છે : =
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy