________________
(૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧
૪૭૩
નગરજનો સાથે મંત્રી નૃપ પાસે જઈ નમી વાત કરે :
“બાળપણાથી કત્યાકૃત્ય-વિવેક બાળકો કેમ વરે?૪ અર્થ - પોતાની પુત્રીને હરણ કરવાની તૈયારી જાણી કુબેરશેઠે પ્રજાપતિ રાજાને અરજ કરી. રાજાએ ન્યાયમાર્ગને અનુસરી પોતાની ફરજ જાણી કુમારને ફાંસીની શિક્ષા આપવાની આજ્ઞા કરી દીઘી.
હવે નગરવાસીઓને આગળ કરી મંત્રી રાજા પાસે આવી નમીને વાત કરે છે કે હે દેવ! બાળ અવસ્થામાં શું કરવા યોગ્ય છે? અને શું કરવા યોગ્ય નથી એવો વિવેક આ બાળકોને ક્યાંથી હોય? II૪
વિનય, સુનીતિ સુત શીખ્યો ના, વાંક આપણો પણ જાણો, કુમાર નથી દુર્બુદ્ધિ તેમજ બુદ્ધિમાન હજી શાણો; વઘ શિક્ષાને યોગ્ય નથી તે, હજી શિખામણ યોગ્ય ગણો,
ન્યાયમાર્ગો ચલાવા ઘારો, કાપી કોપ નીતિ-માર્ગ તણો. ૫ અર્થ - આપણા પુત્રો વિનય, સુનીતિ શીખ્યા નહીં તેમાં વાંક આપણો પણ છે. બાળકને સુશિક્ષિત કે સદાચારી બનાવવાની ફરજ માતાપિતાની છે. આ કુમાર દુર્બુદ્ધિ નથી પણ પાપી એવા અનુચરની શિખામણથી આમ થયું છે, પુત્ર તો હજી બુદ્ધિમાન અને શાણો છે.
તે વઘ કરવાની શિક્ષાને યોગ્ય નથી પણ હજી શિખામણ આપવાને યોગ્ય છે. એની દુર્બુદ્ધિને બદલી શકાય છે. મહારાજ! ન્યાયમાર્ગ ચલાવવા ઘારતા હો તો આ નીતિમાર્ગના નિમિત્તે થયેલ કોપ એટલે ક્રોઘને ત્યાગી શાંતિથી વિચાર કરો. આપણા
વળી વંશમાં એક જ એ સંતાન હણો નહિ, એ અરજી, પ્રજા સર્વ મળી યાચે છે: “અમ ભાવિ ભૂપ દ્યો, કરી મરજી.” વળી કલંક સદાને માટે શિર પર એવું ઘરો નહીં
કે લોકોની ઘણી વિનતિ છતાં ક્રૂરતા ટકી રહી.”૬ અર્થ :- વળી આપના વંશમાં આ એક જ પુત્ર છે. તેને હણો નહીં એ અમારી અરજ છે. પ્રજાજનો પણ બઘા મળીને અમારા આ ભાવિ ભૂપ એટલે ભવિષ્યમાં થનાર રાજાને જીવતદાન આપો એ જ અમારી આપને પ્રાર્થના છે. વળી મહારાજ! એવું કલંક સદાને માટે શિર પર ઘારણ કરો નહીં કે પ્રજાજનોની ઘણી વિનંતી છતાં પણ મહારાજે ક્રૂરતા મૂકી નહીં. કા.
વાત સુણી મંત્રીની નૃપતિ નિજ-ઉર-નિશ્ચય પ્રગટ કરે : અનુચિત અરજ સ્વીકારી શકું નહિ, રાજફરજ મુજ શિર પરે; સ્નેહ, મોહ, આસક્તિ, ભય વશ ન્યાય-માર્ગ જો નૃપ ચૅકે, રાજ-સેવકો, પ્રજાજનો સૌ સગવડ શોથી, નીતિ મૅકે. ૭
મંત્રીની વાત સાંભળી રાજા પોતાના હૃદયમાં રહેલ દ્રઢ નિશ્ચયને પ્રગટ કરે છે. કે હે મહાજનો! હું તમારી અનુચિત અરજ સ્વીકારી શકું એમ નથી. કારણ કે મારા ઉપર રાજ્યની ફરજ છે. ન્યાયનીતિને અનુસરવી એ મારો ધર્મ છે.
સ્નેહ, મોહ, આસક્તિ કે ભયને વશ બની જો રાજા ન્યાયમાર્ગનું ઉલ્લંઘન કરશે તો પછી રાજાના સેવકો કે પ્રજાજનો સૌ પોતાની સગવડતા શોધી ન્યાયમાર્ગને ઊંચો મૂકી દેશે. //શા