SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૪૯ તો કહે પાપ પ્રવેશે ક્યાંથી? ક્રમ હૂંટવાનો મળી ગયો, તે નિઃશંકપણે આરાશું, મુક્તભાવ દ્રઢ ઉરે રહ્યો.” અર્થ - ભગવાન ઋષભદેવનું વચન નિરંતર મારા મનમાં રમણ કરી રહ્યું છે. તેથી આ આખું જગત મને તુચ્છ ભાસે છે. તથા વૈરાગ્યના હૃદયમાં ઉભરા આવે છે. તો કહો મારામાં પાપ ક્યાંથી પ્રવેશી શકે? કેમકે ભગવાન ઋષભદેવના પ્રતાપે મને કર્મોથી છૂટવાનો ક્રમ મળી ગયો છે. તેની નિશંકપણે આરાઘના કરું છું તથા મારા હૃદયમાં સંસારના દુઃખોથી મુક્ત થવાનો ભાવ દ્રઢપણે રહેલો છે. ll૩૦ાા વણિક કહે: “મુજ ઘન્ય ભાગ્ય!પ્રભુ, શિવગામી-નજરે ચઢિયો, આત્મજ્ઞાનની ગહન દશાનો ઉકેલ મુજ શ્રવણે પડિયો, મરણસ્વરૂપ બતાવી આપે, ચઢાવિયો સાચી વાટે, સત્ય, દયા, પ્રભુ પાળી આપે, અમાપ, રંક હૃદય માટે. અર્થ - હવે વણિક કહેવા લાગ્યો કે અહો! મારા ઘન્ય ભાગ્ય છે કે આવા મોક્ષગામી અલિપ્ત પ્રભુ મારી નજરે ચઢયા તથા આત્મજ્ઞાની પુરુષની અંતરંગ ગહનદશાનો ઉકેલ આજે મારા શ્રવણે પડ્યો અથોતુ મારા કાને તે દશાનો મર્મ આજે સ્પષ્ટ સાંભળવામાં આવ્યો. મરણનું સાક્ષાત્ સ્વરૂપ કેવું હોય તે આજે આપે મને બતાવી સાચા મોક્ષના માર્ગે ચઢાવી દીધો. હે પ્રભુ! મારા જેવા રંકના હૃદયને જાગૃત કરવા માટે આપે અમાપ સત્ય દયા પાળી છે એમ હવે હું માનું છું. In૩૧ના શરણ આપનું સદા રહો, ભવ-જળ તરવા મુજ નાવ બનો, આપ કહો તે કરું હવે હું, વીત્યો મોહ સ્વજન-ભવનો.” ભરત ભૂપ કહે, “નિકટ ભવ્ય છો, નમસ્કાર કરવા જેવા, હું સંસાર-ઉપાધિમાં છું, ઘરું ભાવ દીક્ષા લેવા. અર્થ:- આપ જેવા મહાન આત્માનું મને હવે સદા શરણ રહો. તથા સંસારરૂપી સમુદ્રના જળને તરવા માટે આપ નાવ સમાન બની રહો. આપ જે કહો તે કરવા તૈયાર છું. કેમકે આ ભવના સ્વજનો પ્રત્યેનો મારો મોહ હવે ઊતરી ગયો છે. તે સાંભળી ભરતેશ્વર બોલ્યા કે તમે તો નિકટ ભવ્ય છો, નમસ્કાર કરવા જેવા છો. જ્યારે હું તો પ્રારબ્બાથીન સંસારની ઉપાધિમાં પડ્યો છું; પણ દીક્ષા ગ્રહણ કરવાના ભાવ રાખું છું. Iકરા પણ પ્રારબ્ધ હજી ખેંચે છે, ત્યાગ તણું બળ નહિ ભાળ; આપ ચાહો કલ્યાણ અચૂંક તો ઋષભ શરણ લ્યો રઢિયાળું. અખિલ વિશ્વના નાથ સમીપે અસંગતા-રસમાં રમજો, પ્રથમ ચિત્ત દુભાવ્યું તે મુજ વર્તન, ભાવમુનિ, ખમજો.” અર્થ :- ચક્રવર્તી કહે હજ મારું પ્રારબ્ધ અને સંસાર ભણી ખેંચે છે. તેથી કરીને જોઈએ તેવું બાહ્યત્યાગનું બળ મારામાં હજા હું જોતો નથી. પણ આપ જો અચૂકપણે આત્મકલ્યાણને જ ઇચ્છતા હો તો ઋષભ પરમાત્માનું રઢિયાળું એવું શરણ અંગીકાર કરો. અખિલ એટલે સમસ્ત જગતના નાથ એવા ઋષભદેવ પ્રભુની સમીપે સર્વસંગ પરિત્યાગ કરી
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy