________________
૮ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ત્રિપૃષ્ટ નામના હરિ એટલે નારાયણ (વાસુદેવ) બની સુખ ભોગવવા લાગ્યો. મુનિની મશ્કરી કરનાર દુષ્ટ એવો વિશાખનંદીનો જીવ ચારગતિમાં બહુ દુઃખ ભોગવી ઘણો ભમીને અતિ પુણ્યના યોગે હવે પરાક્રમી એવો વિદ્યાથરેશ એટલે વિદ્યાઘરોનો રાજા થયો. જેનું નામ અશ્વગ્રીવ પાડ્યું. ૨૬ાા.
એ અશ્વગ્રીવ ત્રણ ખંડ જીતી અર્થચક્રી-પદ ઘરે, અલકાપુરીમાં ચક્રરત્ન સહિત સુખ માણ્યા કરે. ત્રિપૃષ્ટ વિદ્યાઘર-સુતા પરણ્યો, સુણી ક્રોધે ભર્યો
આ અશ્વગ્રવ જે અર્થચક્રી, યુદ્ધ કરવા સંચર્યો. ૨૭ અર્થ - એ અશ્વગ્રીવ ત્રણ ખંડ જીતીને અર્ધચક્રીપદ એટલે ત્રણ ખંડનો અધિપતિ બની પ્રતિ વાસુદેવની પદવીને ઘારણ કરી અલકાપુરીમાં ચક્રરત્ન સહિત સુખ ભોગવવા લાગ્યો.
ત્યાં ત્રિપૃષ્ટ વાસુદેવ વિદ્યાઘરની પુત્રીને પરણ્યો. તે સાંભળી આ અર્ધચક્રી અશ્વગ્રીવ ક્રોધે ભરાયો અને ત્રિપૃષ્ટ વાસુદેવ સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો. ૨ા
હારી ગયો ત્રિપૃષ્ટથી ત્યાં ચક્ર હણવા ફેંકિયું, ત્રિપુષ્ટની જમણી ભુજા પર શાંત થઈ વિરાજિયું. એ અશ્વગ્રીવ તે ચક્રથી મરી સાતમી નરકે પડે,
ક્યાં અર્ધચક્રીસુખ ને ક્યાં કષ્ટસાગરમાં રડે! ૨૮ અર્થ - ત્યાં યુદ્ધમાં ત્રિપૃષ્ટ વાસુદેવથી હારી ગયો જાણી, તેને હણવા માટે ચક્રરત્ન ફેંક્યું. પણ તે ચક્રરત્ન ત્રિપૃષ્ટની જમણી ભુજા પર આવીને શાંત થઈ વિરાજમાન થઈ ગયું.
હવે ત્રિપૃષ્ટ દ્વારા ફેંકેલ આ ચક્રરત્નથી અથગ્રીવ મરીને સાતમી નરકમાં જઈ પડ્યો. ક્યાં તો અર્ધચક્રીપણાનું સુખ અને ક્યાં નરકના દુઃખનો સમુદ્ર, કે જ્યાં માત્ર રડવા જેવું દુઃખ જ છે. ૨૮.
તે ચક્રરને જતિયા ત્રણ ખંડ ત્રિપુષ્ટ પછી. લે સર્વની તે શ્રેષ્ઠ વસ્તુ ભોગવે એ નૃપતિ. છે રાણી સોળ હજાર, તેવી સર્વ સામગ્રી અતિ,
પણ ભોગમમતા પાપનાં મૅળ આપતાં ખોટી ગતિ. ૨૯ અર્થ :- તે ચક્રરત્ન વડે નારાયણે ત્રણ ખંડ જીત્યા. તથા સર્વની શ્રેષ્ઠ વસ્તુને લઈ ભોગવવા લાગ્યો. સોળ હજાર રાણીઓ તથા તેવી સર્વ અત્યંત સામગ્રીને પણ પામેલ છે છતાં ભોગમાં રહેલી મમતા કે જે પાપના મૂળરૂપ છે, તે નહીં જવાથી ત્રિપૃષ્ટ નારાયણ ખોટી ગતિને પામ્યા. રિલા
સદ્ઘર્મને ભૂલી પરિગ્રપાપમાં મરતાં લગી, ત્રિપૃષ્ટ વાસુદેવ વસિયો તર્જી દયાને મૂલગી; મરી" સાતમી નરકે ગયો, ત્રાસી અરે! પસ્તાય ત્યાં :
“માર્યા ઘણા જીવો, અરે! નરભવ ગયો અન્યાયમાં. ૩૦ અર્થ - સઘર્મ એટલે આત્મધર્મને ભૂલી, મરતા લગી પરિગ્રહના પાપમાં દયાને સમૂળગી છોડી દઈ ત્રિવૃષ્ટ વાસુદેવ તલ્લીન થઈ રહ્યો, તેના પરિણામે મરીને સાતમી નરકે ગયો. ત્યાં દુઃખથી ત્રાસી પસ્તાય છે કે અરે! મેં વાસુદેવના ભવમાં ઘણા જીવોને માર્યો. મારો નરભવ અન્યાય કરવામાં જ ચાલ્યો