SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) મહાવીર દેવ ભાગ-૧ ૮ ગયો. હવે હું અહિં શું કરું? It૩૦ાા દુર્બદ્ધિવશ પાપો કરી રે! ઘનતણા ઢગલા કર્યા, ખાઘા અખાદ્ય પદાર્થ મેં, આચાર ભૂંડા આચર્યા રે! પરમ ઘર્મ ઘર્યો નહીં, વ્રતનિયમો વિસારીયા, શીલ, દાન, તપ ભાવો ક્ષમાદિ નરભવે ના ઘારિયા. ૩૧ અર્થ :- કુબુદ્ધિવશ પાપો કરી મેં ઘનના ઢગલા કર્યા. મેં નહીં ખાવા યોગ્ય અખાદ્ય પદાર્થ ખાધા. ભૂંડા આચાર સેવ્યા. રે! મેં અહિંસા પરમ ઘર્મને ઘારણ કર્યો નહીં. વળી વ્રત નિયમોને વિસારી દીધા. દાન, શીલ, તપ, ભાવ કે ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય જેવા ઉત્તમ દશવિઘ ઘમને મેં નરભવમાં પણ ઘારણ કર્યા નહીં. ૩૧ાા હા!હા! પડ્યો દુખસાગરે, કોનું શરણ શોધું હવે? હું ક્યાં જઉં? કોને પૂંછું? રે! કોણ મુજને સાચવે ? ત્યાં તો પકડતા નારકી બીજા ભયંકર ક્રોર્થી ,' અંગો ચીરે ને નેત્ર કાઢે, છેદ છેદી રાંથી દે. ૩૨ અર્થ – હા! હા! હવે આ નરકના દુઃખ સમુદ્રમાં પડ્યો હું કોનું શરણ શોધું? હું ક્યાં જઉં? કોને પૂછું? હવે મને કોણ સાચવે? તેટલામાં તો બીજા ભયંકર ક્રોથી નારકી જીવોએ તેને પકડી લઈ તેના અંગોપાંગ ચીરી, નેત્ર કાઢી, છેદી છેદીને રાંઘવા લાગ્યા. ૩રા પાછું શરીર આખું થતા તે વન વિષે દોડી ગયો, ત્યાં સિંહરૂપી નારકીના નખ-મુખે દુઃખી થયો; રે! નરકભૈમિની વેદના વઘુ વીંછી ડંખ હજારથી, ખાવાપીવાનું ના મળે, દુખી તરસ ભૂખ અપારથી. ૩૩ અર્થ - છેદેલું શરીર પાછું આખું થઈ જતાં ત્યાંથી તે વન વિષે દોડી ગયો. ત્યાં સિંહનું રૂપ ઘારણ કરીને રહેલ નારકીના નખ અને મુખથી છેદાતા ત્યાં પણ દુઃખી થયો. અરે! નરકભૂમિની વેદના તો હજાર વીંછીના ડંખથી પણ વિશેષ છે. જ્યા ખાવા પીવાનું મળતું નથી, તેથી ભૂખ અને તરસથી પણ જીવ ત્યાં અપાર દુઃખી છે. ૩૩ વાણી અગોચર દુઃખ ભારે; ટાઢ કેમ ખમાય ત્યાં લોખંડનો મેરું મૂક્યું શતખંડ શીતથી થાય જ્યાં? મન-વચન-ત્તનથી, પર થકી ને ક્ષેત્રથી દુખ થાય જ્યાં દિનરાત દુઃખો ભોગવે, નહિ આંખ પણ મીંચાય ત્યાં!૩૪ અર્થ - નરકભૂમિના ભારે દુઃખો તે વાણીથી અગોચર છે, વાણી દ્વારા કહી શકાય એમ નથી. ત્યાંની ટાઢ કેમ ખમાય કે જ્યાં મેરુ પર્વત જેટલો લોખંડનો ગોલો મૂકીએ તો ત્યાંની પૃથ્વીને અડતા પહેલાં ઠંડીના કારણે તેના સો ટુકડા થઈ જાય. પોતાના જ મન, વચન, કાયાથી કે પર જીવો વડે કે નરકના ક્ષેત્રથી જ્યાં દિનરાત દુઃખો જ ભોગવે છે. એવી નરકમાં આંખ પણ મીંચાતી નથી. [૩૪]
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy