SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ उ८४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સુપાત્રદાન અને અભયદાનથી જીવ મુક્તિને પામે છે. જ્યારે અનુકંપાદાનથી જીવ ભૌતિક સુખ પામે. ઉચિતદાનથી પ્રશંસા પામે અને કીર્તિદાનથી સર્વત્ર મોટાઈ પામે છે. -ઉ.પ્રા.ભા. ભાગ-૪ (પૃ.૩૬ના આધારે) ઘનપ્રાપ્તિ થયે સજ્જનોએ સારા માર્ગે તેનો ઉપયોગ કરતા રહેવું એવો જ્ઞાનીપુરુષોનો ઉપદેશ છે. ૬૮ાા કિંજૂસ-મંજૂષે રે કે વન-ભૂમિ ય વિષે, નિરંતર ઊંઘે રે ખરે! સિદ્ધ જેવી દીસે. જ્ઞાની. ૬૯ અર્થ - લક્ષ્મી જો કંજાસની મંજાષ એટલે પેટીમાં આવી ગઈ તો તેને તે તિજોરીમાં મૂકી દેશે. અથવા વનની ભૂમિમાં દાટી દેશે. ત્યાં તે સર્વકાળ પડી પછી ઊંધ્યા કરશે. ખરેખર જેમ સિદ્ધ ભગવંત સ્થિર થઈને બિરાજમાન છે તેમ લક્ષ્મી પણ સ્થિર થયેલી તેવી જ જણાશે. નંદરાજાનું દ્રષ્ટાંત - “દાનરૂપી અલંકાર વિનાની લક્ષ્મી પથ્થર અને મલરૂપ જ છે. જાઓ, નંદરાજાએ કૃપણતાદોષથી પાત્રદાન કર્યા વિના માત્ર પ્રજાને અત્યંત પીડા કરીને સુવર્ણની નવ ડુંગરીઓ કરી, તે દુર્ભાગ્યયોગે કાળે કરીને પત્થરમય થઈ ગઈ. હજા સુધી તે ડુંગરીઓ પાટલીપુર નગર પાસે ગંગાનદીને કાંઠે પીળા પત્થરમય દેખાય છે. રાજગૃહી નગરીમાં મમ્મણશ્રેષ્ઠીએ મણિજડિત બે બળદ કર્યા હતા. તેમાં એક બળદનું શીંગડું અધૂરું હતું. તે પૂરું કરવા માટે તે અનેક પ્રકારનાં કષ્ટ સહન કરતો હતો; પરંતુ પાત્રદાન નહીં કરવાથી તે બળદ પૃથ્વીમાં ને પૃથ્વીમાં જ વિનાશ પામી ગયા. તેથી મળેલા ઘનનું સુપાત્રમાં દાન કરવું જોઈએ.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (પૃ.૪૪) આત્મજ્ઞાની મુનિને રે ઉત્તમ પાત્ર ગણો, આત્મજ્ઞાની અણુવ્રતી રે મધ્યમ પાત્ર ભણ્યો. જ્ઞાની. ૭૦ અર્થ :- જેને આત્મજ્ઞાન છે તે જ સાચા મુનિ છે. “આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્ય લીંગી રે..” -શ્રી આનંદધનજી એવા આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ દાન આપવા માટે સૌથી શ્રેષ્ઠ ઉત્તમ પાત્ર ગણવા યોગ્ય છે. તથા આત્મજ્ઞાન સહિત અણુવ્રતને ઘારણ કરનારા ઉત્તમ શ્રાવકો દાન આપવા માટે મધ્યમ પાત્ર તરીકે શાસ્ત્રોમાં ગણાવ્યા છે. ૭૦ના સુદૃષ્ટિ અવિરતિ રે સુપાત્ર કનિષ્ઠ કહે, વ્રતવંત કુષ્ટિ રે કુપાત્ર, સુશાસ્ત્ર લહે. જ્ઞાની ૭૧ અર્થ – સમ્યવ્રુષ્ટિ એટલે જેમને આત્મજ્ઞાન છે પણ અવિરત અર્થાત્ જેમને હજુ શ્રાવકના વ્રત અંગીકાર કર્યા નથી તેમને પણ દાન અર્થે જઘન્ય સુપાત્ર જીવો ગણેલ છે. પણ જે વ્રતધારી હોવા છતાં કુદ્રષ્ટિ અર્થાત્ જેને સાચા દેવગુરુ ઘર્મમાં યથાર્થ શ્રદ્ધાન નથી તેને સતુશાસ્ત્રોમાં દાન અર્થે કુપાત્ર જીવો ગણવામાં આવેલ છે. I૭૧ વ્રતહીન કુદ્રષ્ટિ રે અપાત્ર સદાય ગણો, તે તે પાત્રના દાને રે મળે ફળ જેવા ગુણો. જ્ઞાની. ૭૨ અર્થ - જેને વ્રત નિયમ પણ નથી અને કુદ્રષ્ટિ એટલે મિથ્યાવૃષ્ટિ છે તે દાન માટે સદા અપાત્ર જીવો છે એમ માનો. જેવા જેવા પાત્રના ગુણો, તેવું તેવું તેને દાન આપવાનું ફળ મળે છે. “સમ્યગ્દર્શન સહિત મુનિપણું પાળનાર ઉત્તમ પાત્ર, સમ્યક્દર્શન સહિત શ્રાવકવ્રત પાળનાર
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy