SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર ૭ ૧ વિચારમાર્ગને આરાઘવા પ્રમાદને ઓછો કરવાનો પુરુષાર્થ, સ્મૃતિમાંથી કદી ભૂલશો નહીં. હે આર્યો! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મોળો પાડી, સુશીલ સહિત, સત્કૃતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો.” (વ.પૃ.૬૫૫) //૪૬ાા મૃત્યુ પ્રમાદે જીંવને સતાવે કે મોહ અજ્ઞાન વડે મુઝાવે; વિયોગ સૌ પ્રિયજનો તણો કે લક્ષ્મીતણાં સુખતણો ય લોકે. ૪૭ અર્થ - પ્રમાદના કારણે જીવને મૃત્યુ સતાવે છે કે હું મરી જઈશ તો આ ભોગો ભોગવવાના રહી જશે. અથવા અજ્ઞાનને કારણે આ મોહ મૂંઝવે છે કે આ મારા સ્ત્રી, પુત્રાદિ પ્રિયજનોનો મને વિયોગ થઈ ગયો તો? અથવા આ લોકમાં પ્રાપ્ત લક્ષ્મી આદિ સુખનો વિયોગ થઈ ગયો તો હું શું કરીશ? માટે કહ્યું છે કે –“પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે.” (વ.પૃ. ૬૫૫) /૪૭ના કે દુર્ગતિનો ડર જો ડરાવે તેથી અશાંતિ ઊભરાઈ આવે. માટે ભજી લ્યો ભગવંત ભાવે, તે આશ્રયે જ્ઞાનથી શાંતિ આવે. ૪૮ અર્થ - પ્રમાદને લઈને જીવને મારી દુર્ગતિ થશે તો? એવો ડર લાગવાથી મનમાં અશાંતિ ઉભરાઈ આવે છે. તો હવે ભગવંતને ભાવપૂર્વક ભજી લ્યો. અને તે સપુરુષના આશ્રયે અર્થાત્ તેના શરણે સમ્યકજ્ઞાનનો વિચાર કરવાથી જીવને જરૂર આત્મશાંતિ પ્રાપ્ત થશે. એ વિષે જણાવે છે કે : જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિષે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ “શાંતિ' (બઘા વિભાવપરિણામથી થાકવુનિવૃત્ત થવું તે)ને સર્વ ઘર્મનો આઘાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આઘારભૂત છે, અર્થાત્ પ્રાણીમાત્ર પૃથ્વીના આઘારથી સ્થિતિવાળાં છે, તેનો આઘાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આઘાર, પૃથ્વીની પેઠે “શાંતિ'ને જ્ઞાની પુરુષે કહ્યો છે.” (સૂયગડાંગ) (વ.પૃ.૩૯૧) ૪૮. તીર્થકરો કર્મ કહે પ્રમાદ, આત્મા અકર્મે ગણ અપ્રમાદ; સંસાર કાર્યો અવકાશ છે જ્યાં, માનો પ્રસાદે નિજ વર્તના ત્યાં. ૪૯ અર્થ - શ્રી તીર્થકર ભગવંતો પ્રમાદને કર્મ કહે છે. અને જ્યાં આત્માની અકર્મ સ્થિતિ છે અર્થાત્ જ્યાં નવીન કર્મબંધ થતો નથી તેને શ્રી જિન અપ્રમાદદશા કહે છે. “સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થકર દેવની આજ્ઞા નથી.” (વ.પૃ.૩૪૮) જ્યાં જીવને સંસારકાર્યમાં અવકાશ છે અર્થાત્ સંસારના કાર્યોમાં જ્યાં મન સહિત પ્રવર્તન છે ત્યાં આત્માની વર્તના પ્રમાદમાં છે એમ માનો. ૪૯ાા ના કોઈ ભાવો અવકાશ પામે આત્મા વિના, કેવળ અપ્રમાદે, સ્વપ્ન ય સંસાર ચહે ન તેવા જ્ઞાની, સદા ઉદય વેદ લેવા. ૫૦ અર્થ - આત્મા સિવાય જ્યાં બીજા સંસારી ભાવોને અવકાશ નથી અને કેવળ અપ્રમાદમાં જ સ્થિતિ છે તેવા જ્ઞાની પુરુષો સ્વપ્નમાં પણ સંસારને ઇચ્છતા નથી. તેમનું સંસારમાં જે પ્રવર્તન છે તે માત્ર ઉદય-કર્મને વેચવા પૂરતું છે. પણ
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy