________________
૧
૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સગુરુનું ગ્રહતાં શરણ અરિબળ ટળી શાંતિ મળે,
ગુરુ-સાક્ષીએ યમનિયમ લેતાં અલ્પ યત્ન તે પળે. ૩ અર્થ :- સદ્ગુરુના ઉપદેશ વિના પોતાની અનેક પ્રકારની કલ્પનાઓ કે મતાગ્રહો કદી ટળી શકે નહીં. તેમજ અનાદિના અતિ ઉછાળા મારતા કે મનને હંફાવી નાખતા એવા કામ ક્રોધાદિ ભાવો પાછા વળી શકે નહીં. પણ સગુરુનું સાચાભાવે શરણ ગ્રહણ કરતાં વિષય કષાયરૂપ શત્રુઓનું બળ ઘટી જઈ આત્માને શાંતિ મળે છે તેમજ શ્રી ગુરુની સાક્ષીએ યમનિયમ ગ્રહણ કરતાં તે પણ અલ્પયત્નથી પળે છે. સા
નિગ્રંથ પથ સગ્રંથને પણ સુગમ સદ્ગુરુ શ્રી કરે, કળિકાળમાં વળી બાળજીંવને યોગ્ય બોઘ મુખે ઘરે; નરનારને અવિકાર ઔષઘ પુષ્ટિદાયક ગુણ કરે,
નિજ માતના ઘાવણ સમી હિતકારી ગુરુ કરુણા ઝરે. ૪ અર્થ - નિગ્રંથ પથ એટલે મિથ્યાત્વરૂપી ગ્રંથીને છેદવાનો મૂળ મોક્ષમાર્ગ, તે સગ્રંથ એટલે મિથ્યાત્વરૂપી અનાદિની ગાંઠવાળા કે ગ્રંથોને જાણનાર એવા પંડિતોને પણ પ્રાપ્ત થવો દુષ્કર છે, તેને શ્રી સદગુરુ ભગવંત સુગમ બનાવી દે છે. તથા આ કળિકાળમાં બાળજીવોને એટલે અજ્ઞાની જીવોને તેમની ભૂમિકાને યોગ્ય બોઘ આપી સદ્ગુરુ તેમનું પણ કલ્યાણ કરે છે.
વળી જગતના નરનારીઓને અવિકારભાવ ઉત્પન્ન કરે એવું પુષ્ટિદાયક ભાવ ઔષઘ તે ઉપદેશરૂપે આપી સર્વનું હિત કરે છે. બાળકોને માતાનું ઘાવણ વિશેષ માફક આવે તેમ જેને જે યોગ્ય હોય તેવો બોઘ આપી શ્રી ગુરુની અનંતી કરુણાનો શ્રોત સદા વહ્યા કરે છે. જો
ગુરુગુણ અમાપ અનંત, નહિ સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગજું કેટલું? અપમાન કોઈ કહે, રખે ! બહુમાન હૃદયે જો રહ્યું અપમાન સમ ના ગણે,
ટુંકારી બોલે બાળ તોતડી વાણી પણ મીઠી માતને. ૫ અર્થ - શ્રી ગુરુના ગુણ અનંત અને અમાપ છે. તેનું સંપૂર્ણ વર્ણન સર્વજ્ઞ પુરુષો પણ ન કરી શકે. તો મારા જેવા પામર રંકનું ગજ કેટલું કે જે તેના ગુણનું વર્ણન કરી શકે ? જો હું અલ્પબુદ્ધિથી શ્રી ગુરુના થોડાક ગુણનું વર્ણન કરું તો રખેને કોઈ કહેશે કે એણે તો ગુરુના અનંતગુણને અલ્પમાત્ર બતાવી શ્રી ગુરુનું અપમાન કર્યું. પણ શ્રી ગુરુ પ્રત્યે મારા હૃદયમાં પૂરેપૂરું બહુમાન રહેલું છે તો સમજા પુરુષો તેને અપમાન ગણશે નહીં.
બાળક પોતાની તોતડી ભાષામાં માતાને ટુંકારો કરીને બોલાવે તો પણ તે ભાષા માતાને મીઠી લાગે છે. કેમકે બાળકના હૃદયમાં માતા પ્રત્યે અખૂટ પ્રેમ ભરેલો છે. તેમ શ્રી સદગુરુ ભગવંત પ્રત્યે મારો સાચો પ્રેમ છે તો તેમના ગુણની સ્તુતિ મારા ગજા પ્રમાણે હું કરું તો તેમાં કોઈ બાઘ હોઈ શકે નહીં. પાા
પરમાત્મપદ અરિહંતનું સમજાય સગુરુ-સંગથી, દૂરબીનથી જેવી રીતે દેખાય હિમગિરિ ગંગથી. શાસ્ત્રો કહે વાતો બઘી નકશા સમી ચિતારથી, ગુરુગમ વિના બીના ન હૃદયંગમ બને વિચારથી. ૬