________________
૩૮૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
બોઘામૃત ભાગ : ૩'માંથી :- “તમારી ઇચ્છા હોય તો શ્રી વવાણિયા પરમકૃપાળુદેવના જન્મસ્થાન ઉપર “જન્મભુવન” નામે મોટું ભવ્ય મંદિર બંઘાવ્યું છે ત્યાંથી પરમકૃપાળુદેવનાં પુત્રીએ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના મોટી સાઈઝના ચિત્રપટની માગણી કરી છે તે અર્થે, જો તમો એકલા ઘારો છો તે રકમ મોકલો તો સારો ઍન્તાડ ફોટો ત્યાં મોકલી શકાય. તે હાર કરતાં વિશેષ લાભદાયક સમજાય છે. પછી જેવી આપની ભાવના. બીજું, ત્યાં મુમુક્ષુઓ બહારથી આવે તેને માટે એક ઘર્મશાળા પણ બાંઘનાર છે. તેમાં કંઈ રકમ મોકલવા વિચાર હોય તો મોકલવા યોગ્ય છે.” (પૃ.૫૬૨) //પપા.
ઘન જે આત્માર્થે રે ઉદાર દિલે ખરચે,
ઘન તેટલું તેનું રે બાકીનું બીજાને પચે. જ્ઞાની પ૬ અર્થ - જે ઘન આત્માના કલ્યાણાર્થે માન મોટાઈની ભાવનારહિત ઉદાર દિલે ખર્ચવામાં આવે તેટલું જ તેનું છે. ‘હાથે તે સાથે' એ કહેવત મુજબ તેજ ખરેખર પોતાનું છે. બાકી તો બધું પોતે મરી ગયા પછી તે ઘનને પુત્રાદિ વગેરે બીજાના હાથમાં આવવાથી તે ભોગવે છે, તેથી તે તેનું છે પણ પોતાનું નથી. છતાં તે ઘન મેળવવા નિમિત્તે કરેલ કષાય ભાવોના ફળનો તે ભોક્તા બને છે. પિકા
પુણ્ય પૂરું થતાં તો રે જવાની જરૂર રમા,
શાને દાને ન ખરચે રે નિરંતર તજી તમા? જ્ઞાની પ૭ અર્થ :- પુણ્ય પૂરું થયે રમા એટલે ઘનરૂપી લક્ષ્મી જરૂર જવાની છે. તો “પુણ્ય છતાં પુણ્ય હોત હૈ” એમ માની તે લક્ષ્મીને સંગ્રહ કરવાની તમા એટલે ઇચ્છાને તજી દઈ તેનો દાનમાં ઉપયોગ શા માટે ન કરવો અર્થાત જરૂર કરવો જોઈએ.
એક શેઠનું દ્રષ્ટાંત - એક શેઠ સોનાની થાળીમાં જમવા બેઠા હતા. પુણ્ય પરવાર્યું એટલે ઘરમાંથી બધું ઊડી ઊડીને જવા લાગ્યું. શેઠે સોનાની થાળી ઊડીને જતાં પકડી લીધી. તેનો ટૂકડો તૂટીને હાથમાં રહી ગયો અને થાળી ચાલી ગઈ. પછી તેણે દીક્ષા લીધી. એકવાર બીજા શેઠને ઘેર વહોરવા જતાં તે જ થાળીમાં શેઠ જમતા હતા તે તૂટેલો ટૂકડો તે થાળીને અડાડી જોયો કે આ જ થાળી છે કે કેમ. તો તે ટુકડો પણ તે થાળીને ચોંટી ગયો. એમ પૂણ્ય હોય ત્યાં સુધી જ ઘન ઘરમાં રહે છે. માટે હોય ત્યાં સુધી નવું પુણ્ય ઉપાર્જન કરી લેવું.
બોઘામૃત ભાગ : ૧' માંથી –
ભોજરાજાનું દ્રષ્ટાંત - “ભોજરાજા બહુ ઉદાર હતો અને ગમે તેવી મોટી મોટી રકમો ઉદારતાથી દાનમાં આપતો. તેથી મંત્રીએ એને સમજાવવો એમ વિચારી સિંહાસન પર “આપત્તિનો વિચાર કરી દાન કરવું જોઈએ” એમ લખાવ્યું. રાજા સમજી ગયો કે દાન દેવાનો નિષેઘ કરે છે, તેથી ઉત્તરમાં રાજાએ વાક્ય લખાવ્યું કે “ભાગ્યશાળીઓની પાસે આપત્તિ ક્યાંથી આવે?’ તેના ઉત્તરમાં ફરી મંત્રીએ લખાવ્યું કે કદાચ દૈવ એવું હોય કે આપત્તિ આવી પણ જાય.” રાજાએ તેનો ઉત્તર એમ લખાવ્યો કે, “દુર્ભાગ્યનો ઉદય થશે તો તે વખતે લક્ષ્મી પણ રહેશે નહીં. માટે વહેતી ગંગામાં હાથ ઘોઈ લેવા.” પૂર્વપુણ્યને લઈને પ્રાપ્ત થયું છે, તેનો સદુપયોગ કરે તો સાથે જાય. જેને જરૂર હોય તેને વિવેકપૂર્વક દાન આપવાનું છે. તો દાન દેનારા સુખી થાય અને લેનારા પણ સુખી થાય. પૈસા એકઠા કર્યા હોય અને દાન ન કરે તો નીચ કહેવાય. દરિદ્રતાની પ્રાપ્તિ દાન ન કરવાથી થાય છે. તેથી પાપ સૂઝે અને પાપનું ફળ દુઃખ આવે.” (પૃ.૨૯૪) //પી