SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સમાન છે. તેથી આખું વિશ્વ મારે મન મહાન કુટુંબરૂપ છે. એવી વિશાળ દયાને હૃદયમાં ધારણ કરવાથી અનાદિકાળનો દંભ અર્થાત્ સ્વાર્થવશ થતો માયા કપટનો ભાવ, તેનો નાશ થાય છે. [૧૩ દયા ર્જીવન જેનું બની તેની સન્મુખ સર્વ સિંહ-હાથી, અહિ-નોળિયા-વેર લે તડેં ગર્વ. ૧૪ અર્થ :–દયામય જીવન જેનું બની ગયું છે એવા મહાપુરુષની સમક્ષ સિંહ, હાથી, અહિ એટલે સર્પ અને નોળિયા સર્વ પરસ્પર વેર ભૂલી જઈ નમ્રતાથી વર્તન કરે છે. I/૧૪ સુરપતિ, નરપતિ સેવવા ચરણ ચહે દિનરાત, વાણી ગુણખાણી બને, સુણતાં ઘર્મ-પ્રભાત. ૧૫ અર્થ - એવા મહાપુરુષના ચરણ સેવવાને સુરપતિ એટલે ઈન્દ્ર અને નરપતિ એટલે રાજા વગેરે સર્વ રાતદિવસ ઇચ્છે છે. જેની વાણી ગુણની ખાણરૂપ છે અથવા તે વાણી સાંભળવાથી સ્વયં ગુણની ખાણ બને છે અને ધર્મનો પ્રભાત થાય છે અર્થાત ઘર્મ આરાઘવાનો સાચો ભાવ ઉપજે છે. I૧પણા વેદમંત્રના ઘોષથી કરે યજ્ઞ, દે દાન, પણ હિંસાસહ ઘર્મ તે વિષ-મિશ્રિત પકવાન. ૧૬ અર્થ - વેદના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરે, દાન આપે પણ તે ઘર્મ હિંસા સાથે હોવાથી વિષ મળેલા પકવાન જેવો છે. અર્થાતુ પકવાન છે પણ અંદર ઝેર હોવાથી માણસને મારી નાખે છે, તેમ ઘર્મના નામે યજ્ઞ વગેરે કરે પણ તેમાં જીવોની હિંસા થવાથી તે ઝેર સમાન દુર્ગતિને આપનાર થાય છે. [૧૬ના આપઘાત કરનારને કમોત બહુ ભવ થાય; પણ પરઘાતે બાંઘિયુ વૈર ઘણું લંબાય. ૧૭ અર્થ :- જેમ આપઘાત કરનારને ઘણા ભવ સુધી કમોત થાય અર્થાત જળ, અગ્નિ કે શસ્ત્ર વગેરેથી મરવાનું થાય. તેમ પર જીવોનો ઘાત કરે તેથી વૈર બંઘાય અને તે વૈર ઘણા ભવ સુધી લંબાય છે. અનેક ભવ સુધી પરસ્પર એકબીજાને વેરભાવથી મારે છે. ૧ળા આપણને જો ‘મર” કહે, તોયે બહુ દુખ થાય; તો પર જીંવને મારતાં કેમ નહીં અચકાય? ૧૮ અર્થ - આપણને કો “મર' કહે તો પણ બહુ દુઃખ થાય; તો બીજા જીવોને મારતાં આ જીવ કેમ અચકાતો નથી? II૧૮. અનંત ભૂત ભવે થયાં કોણ ન નિજ મા-બાપ? તો પરને હણતાં ગણો સ્વજન હણ્યાનું પાપ. ૧૯ અર્થ :–ભૂતકાળના અનંતભવમાં કોણ પોતાના મા કે બાપ થયા નથી? તો હવે તે જીવોને મારતાં સ્વજન હણ્યાનું પાપ ગણો. કેમકે પૂર્વભવમાં મા-બાપ થયેલા એવા જીવોને જ આજે આપણે હણીએ છીએ. ૧૯ો. સ્વજન વિયોગ ન ઘડી ગમે તો જીંવ હણો ન કોય; વિયોગ સદાનો મરણથી, દીર્ઘ દ્રષ્ટિથી જોય. ૨૦
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy