________________
૪૯ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - આમ અનેક પ્રકારની પીડા પામતી સ્ત્રી દુઃખરૂપી દાવાનલના સંતાપે વનમાં રહેલી વેલ સમાન બળ્યા કરે છે. પ્રતિમાસે ઋતુઘર્મ સમયે તેને કોઈ અડતું પણ નથી, એવી અસ્પૃશ્ય બની જાય છે. સ્ત્રીના સ્વભાવમાં સહેજે માયાવીપણું હોવાથી તેના ચારિત્ર્યને વિષે સદા શંકા જ રહ્યા કરે છે.
ચક્રવર્તીની પુત્રી હોય તો પણ તેને બીજાના ચરણોની સેવા કરવી પડે છે. એવું પરાધીન જીવન સ્ત્રીનું હોય છે. પોતાની બીજી શોક્ય હોય તેના સંતાપ સહન કરવા પડે છે. અથવા બીજી શોક્યમાં પતિનો અનુરાગ વિશેષ હોય તો પોતાના માનભંગનો ભય સદા મનમાં રહે છે અને માનભંગ થયે તેને દુ:ખ વેઠવું પડે છે. ૨૦ગા.
ગર્ભ-પ્રસવ-રોગાદિ દુઃખો, પુત્ર-પ્રસવથી શોક ગણો, સંતાન-દુખે કે મરણ-વિયોગે ચિત્ત-ચિતા-સંતાપ ઘણો. વિઘવાનાં દુખનો નહિ આરો, ઘર્મ-ક્રિયા નહિ સબળ બને.
સલાહ-યોગ્ય ગણાય ન નારી મહાકાર્યમાં ચપળ મને. ૨૧ અર્થ - ગર્ભ ઘારણ કરી નવ માસ પુત્રભાર વહન તથા પ્રસવના સમયે અનેક રોગાદિના દુઃખો વેઠવા પડે છે. તેમાં વળી પુત્રીનો જન્મ થયો તો ઘરમાં શોકની છાયા પ્રસરી જાય છે. સંતાન થયા પછી તે દુઃખી થતું હોય કે મરી જાય તો તેના વિયોગથી મનમાં ઘણી ચિંતાનો સંતાપ ચિતાની સમાન બાળે છે.
જો તે દુર્ભાગ્યવશ વિધવા બની ગઈ તો તેના દુઃખનો કંઈ પાર નથી. સ્ત્રીના પર્યાયમાં ઘર્મની ક્રિયા બળવાન થઈ શકતી નથી. સ્ત્રીનું મન ચપળ હોવાથી મહાકાર્ય કરવામાં તેની સલાહ પણ યોગ્ય ગણાતી નથી. ૨૧
આવી નિંદ્ય અવસ્થામાં સુખ માન ચહે, વિપરીત-મતિ, રે! નિર્લજ્જ, જરાવયમાં પણ આત્મવિચાર નથી કરતી. સ્ત્રીપદ પામ સતીત્વ દીપાવે તો જગવંદ્ય કૃતાર્થ સતી,
રૂપરહિત, નિર્ધન, રોગી કે દુષ્ટ પતિ પણ નહિ તજતી. ૨૨ અર્થ :- એ સિવાય બીજા પણ અનેક દોષો સાઘારણરૂપથી બીજી સ્ત્રીઓમાં જોવા મળે છે. માટે આવા નિંદ્ય સ્ત્રી પર્યાયમાં સુખ માની તેને તું ઇચ્છે છે તેથી તારી બુદ્ધિજ વિપરીત થઈ ગઈ છે એમ જણાય છે. જે નિર્લજ્જ! વૃદ્ધાવસ્થામાં પણ તું આત્મવિચાર કરતી નથી તેથી તું દુર્ભાગ્યશાળી છે.
સ્ત્રી અવતાર પામીને સતીત્વપણાને દીપાવે તો તે જગતના જીવોને વંદન કરવા લાયક થાય છે. અને તેનું સતીત્વપણું પણ ત્યારે જ કૃતાર્થ ગણાય કે જો તેનો પતિ રૂપરહિત હોય, નિર્બન હોય, રોગી હોય કે દુષ્ટ હોય તો પણ તે તેને કદી છોડે નહીં તો.
“બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે. સગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો હે બાઈ, તમને હું વંદન કરું છું.” (વ.પૃ.૭)
ચક્રવર્તી કર્દી કરે યાચના તોય ચહે નહિ પર પતિ જે, કુષ્ટિ કે ચંડાળ સમો ગણી દૂર રહે સુમતિ સત તે. બલાત્કારથી કોઈ સતાવે તો સત બાળી ભસ્મ કરે, પતિવ્રતા સતી સ્ત્રીની સામે મરવા ડગલું કોણ ભરે?” ૨૩