________________
૧૭૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
શ્રેષ્ઠીએ પ્રભુને જોઈ વિજ્ઞપ્તિ કરી કે હે પ્રભુ! આજે પારણા માટે મારે ઘેર પધારવા કૃપા કરજો.” એમ કરતા ચાર મહિના સુધી રોજ ભગવાનને વિનંતી કરતો હતો. આજે વિચાર્યું કે ચોમાસું પુરું થવાથી જરૂર ભગવાન મારે ઘેર પારણા માટે પધારશે. એમ ભાવના કરતાં મોતીનો થાળ લઈ ભગવાનને વઘાવવા માટે ઘરના દ્વાર પાસે ઉભા છે. ભાવના કરે છે કે પ્રભુ પધારશે. પ્રભુને વઘાવીને પારણું કરાવીશ વગેરે અનેક પ્રકારની ભાવના ભાવતા હતા. પછી બાકી રહેલું અન્ન હું ખાઈશ. ઇત્યાદિ મનોરથની શ્રેણિપર આરૂઢ થઈ તેમણે બારમા દેવલોકને યોગ્ય પુણ્ય ઉપાર્જન કર્યું. પણ પૂરણશેઠને ત્યાં ભગવાનનું પારણ થવાથી દેવ-દુંદુભીના નાદથી વિચારવા લાગ્યા કે મને ધિક્કાર છે કે ભગવાનનું પારણું મારે ત્યાં થયું નહીં. એમ વિચારતાં તેમના ધ્યાનમાં ભંગ પડ્યો. નહીં તો એ વિચારની ઘારામાં ને ઘારામાં શ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરત. એમ પ્રભુની ભક્તિવડે કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય છે.
જેના સુદર્શન એટલે સઘર્મમાં દ્રઢતાના ભાવ-શ્રદ્ધા, તે દેવના ઉપસર્ગવડે પણ ચલાયમાન નહીં થાય તે સુદર્શન-ભાવ અથવા ધૈર્ય નામનું સમકિતીનું ચોથું ભૂષણ છે. તેના ઉપર દ્રષ્ટાંત
સતી સુલસાનું દ્રષ્ટાંત - વીતરાગ દર્શનમાં અચળ સ્થિરતા. એકદા ચંપાનગરીમાં શ્રી મહાવીરસ્વામીને નમી અંબડ નામનો પરિવ્રાજક જે જૈનધર્મને પામ્યો હતો તે રાજગૃહી નગરી તરફ જવાનો હતો. તે વખતે શ્રી મહાવીર સ્વામીએ તેને કહ્યું કે - “તમે રાજગૃહી નગરીમાં સુલસા શ્રાવિકા રહે છે તેને અમારો ઘર્મલાભ કહેજો.” તે પ્રભુનું વાક્ય અંગીકાર કરી અંબડ શ્રાવકે રાજગૃહી નગરીએ આવી વિચાર કર્યો કે ભગવાને સુલતાને ઘર્મલાભ કહેવડાવ્યો છે તો તેની ઘર્મમાં કેવી દ્રઢતા છે તેની પરીક્ષા કરું. એમ વિચારી પારિવ્રાજકે જુદી જુદી દિશાઓમાં ત્રણ દિવસ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના જુદા જુદા રૂપ વિક્ર્યા. તેથી ગામના બઘા લોકો તેના દર્શન કરવા ગયા. સુલતાને લોકોએ કહ્યું કે વંદન માટે ચાલો. તો પણ વીતરાગ ઘર્મમાં સ્થિરતાવાળી એવી સુલસા વંદન કરવા ગઈ નહીં. તેથી ચોથે દિવસે તેણે ઉત્તર દિશા તરફ સમવસરણમાં બિરાજેલ તીર્થકરનું રૂપ વિકુવ્યું. તો પણ તુલસા વંદન કરવા ગઈ નહીં. ત્યારે અંબડે તેને બોલાવવા માણસ મોકલ્યો અને કહેવડાવ્યું કે પચ્ચીસમા તીર્થંકર પધાર્યા છે તો વંદન કરવા કેમ જતા નથી. ત્યારે સુલતાએ કહ્યું કે ભાઈ! તે જિનેશ્વર નથી પણ કોઈ વિદ્યાઘારી પાખંડી લોકોને છેતરે છે. એવી રીતે સુલસા ચલિત થઈ નહીં. પછી અંબડ, શ્રાવકનું રૂપ લઈ સુલતાને ઘેર આવ્યો ત્યારે તેનું આદર કર્યું. તેણે સુલતાને કહ્યું કે ભગવાને તમને ઘર્મલાભ કહેવડાવ્યો છે. તે સાંભળીને હર્ષિત થયેલી સુલસાએ ઊભા થઈ ભગવાનની દિશામાં સ્તુતિ કરી. એવી દ્રઢતા ઘર્મમાં જોઈએ; તો સમ્યક્દર્શન નિર્મળ રહે છે.
અનેક પ્રકારથી લોકો ઘર્મના વખાણ કરે એવાં ઘર્મના વિવિઘ કાર્યો કરી જૈનશાસનની ઉન્નતિ કરે તે ઘર્મપ્રભાવના નામનું સમકિતીનું પાંચમું ભૂષણ છે.
જેમકે સુવર્તન એટલે સદાચારપૂર્વક વર્તી પોતાની શક્તિ પ્રમાણે દાન, દયા, તપ અને જ્ઞાનને ઘારણ કરી જૈન ઘર્મની શોભાને વધારે છે. તે ઉપર દ્રષ્ટાંત –
દેવપાલનું દૃષ્ટાંત - ઉત્તમ કાર્યો વડે ઘર્મની પ્રભાવના. ઘર્મના અનેક કાર્યો કરવા વડે નિરંતર જૈનશાસનની ઉન્નતિ કરવી, તે પ્રભાવના નામનું સમકિતનું ભૂષણ જાણવું.
અચલપુર નગરમાં જિનદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને ત્યાં દેવપાળ નામનો ચાકર હતો. તે વનમાં ગાયોને ચરાવવા જાય. એક દિવસ વર્ષાઋતુમાં નદીના કાંઠા ઉપર આદિનાથ ભગવાનની મૂર્તિના