________________
૪૬૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
“અવિરુદ્ધ વચનો વદ વિચાર, વિવેક ના સહસા વદે, જીંત તું ક્ષમાથી ક્રોથ, નહિ તો સત્ય હણશે સાવ તે; વળી લોભવશ વેચાઈ જાશે સત્ય, સંતોષી થજે,
ગણ *હાસ્ય-ભય" કય સત્ય-શત્રે જીત શાંતિ-ઘીરજે. ૯ હવે બીજા સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ જણાવે છે –
અર્થ - (૧) શાસ્ત્રોક્ત અનુસાર અવિરુદ્ધ વચનો વિચારીને બોલવા. વિવેકી પુરુષો વિચાર્યા વગર ગમે તેમ બોલે નહીં. (૨) ક્ષમા વડે તું ક્રોઘને જીત, નહીં તો ક્રોથ વડે જૂઠું બોલીને સત્યને તું સાવ હણી નાખીશ. (૩) વળી લોભને વશ થઈ તું સત્યને જૂઠ બોલીને વેચી નાખીશ. માટે સંતોષી થવાનો પ્રયત્ન કરજે. તથા હાસ્ય અને ભય એ પણ સત્યના શત્રુ છે. માટે શાંતિ અને ધીરજ રાખી, હાસ્યને ગંભીરતાથી તથા ભયને નિર્ભયતા કેળવી જીતી લેજે, તો સત્ય મહાવ્રતની રક્ષા થશે. III
બીજું મહાવ્રત સત્ય પોષે પાંચ આવી ભાવના! પરમાર્થ સત્ય ચકાય ના, વા પામવાની કામના; વ્યવહાર સત્ય સદાય વદ, વ્યવહાર વિણ પરમાર્થ ક્યાં?
નિઃશલ્ય ને નિશ્ચિંત ચિત્તે વર્તી, વસ આત્માર્થમાં. ૧૦ અર્થ :- બીજા સત્ય મહાવ્રતને પોષણ આપે એવી ઉપરોક્ત આ પાંચ ભાવનાઓ જાણવી.
હવે પરમાર્થ સત્ય ચૂકાય નહીં અથવા તે પામવાની કામના રાખી વ્યવહાર સત્યને સદાય વદ અર્થાત્ બોલ. કેમકે વ્યવહાર સત્ય વગર પરમાર્થ સત્ય વચન બોલાય તેમ નથી. નિઃશલ્ય એટલે માયા, મિથ્યાત્વ અને નિદાન શલ્યથી રહિત થઈ મનને નિશ્ચિત કરી હવે માત્ર આત્માર્થમાં જ નિવાસ કરીને રહે જેથી પરમાર્થ સત્યની તને પ્રાપ્તિ થાય.
“પરમાર્થસત્ય” એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ઘન, ઘાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી. એ ઉપયોગ રહેવો જોઈએ.
વૃષ્ટાંત – જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિકરાજા અને ચલણારાણીનું વર્ણન કરતા હોય; તો તેઓ બન્ને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમનો સંબંઘ, અગર સ્ત્રી, પુત્ર, ઘન, રાજ્ય વગેરેનો સંબંઘ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય.
જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય.
દ્રષ્ટાંત - જેમ કે અમુક માણસનો લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહારસત્ય.” (વ.પૃ.૭૫) I/૧૦ના
પરમાર્થ સમ્યક્ દર્શને પરમાર્થ સત્ય વદાય છે, આત્માર્થી અન્ય પદાર્થ વદતાં ભિન્ન ભાન રખાય છે; ઉપયોગ નિશ્ચય સત્ય પર ઘરીને વદે મુનિ વચન જે પ્રિયકાર ને હિતકાર, વૃત્તિ-શમન-પૅરતું નૅચન તે. ૧૧