________________
૪૧૪
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
હાંરે તેમ કરી કમાણી પૂર્વ ભવે આ જીવ જો, ધર્મ-માર્ગ આરાથી આ ભવ પામીઓ રે લો; હાંરે તે ઘર્મનું ફળ ભોગવતાં ભૂલે ધર્મ જો, જાણે નહિ જીવ વિષય-ચો૨ની ખામીઓ રે લો. હાંરે વ્હાલા
અર્થ :— પૂર્વભવે ધર્મ-માર્ગ આરાધી શુભકર્મની કમાણી કરી આ જીવ મનુષ્યભવને પામ્યો છે. તથા ઘર્મનું ફળ શાતા સુખ પામ્યો છે. પણ તેને ભોગવતાં સુખના મૂળ કારણ એવા ધર્મને તે ભૂલી જાય છે. એની બુદ્ધિને બગાડનાર આ પાંચ ઇન્દ્રિયના વિષયરૂપી ચોરો છે. પણ તે પોતાની ખામીઓને મોહવશ જાણી શકતો નથી.
“મોહ નીંદકે જો૨, જગવાસી ઘૂમે સદા;
કર્મ ચો૨ ચીઠું ઓ૨, સર્વસ્વ લૂંટે સુઘ નહીં.’” ।।૧૮।। હાંરે આ ઇન્દ્રજાળ સમ ક્ષણિક સુખોનું મૂળ જો, પુણ્ય ખવાતું ક્ષણ ક્ષણ તે નહિ દેખતો રે લો; હાંરે જીવ સુંદર વિષયો ભોગવી વાવે પાપ જો, ફળ તેનું દુ:ખ મળવાનું ઉવેખતો ૨ેલો. હાંરે વ્હાલા
અર્થ ઃ– પાંચ ઇન્દ્રિયના વિષયો ઇન્દ્રજાળ જેવા છે. ક્ષણિક સુખોનું મૂળ છે. તેમાં લીન થવાથી ક્ષણે ક્ષણે જીવનું પુણ્ય ખવાતું જાય છે. પણ તેને તે જોતો નથી. આ અનાદિનો અજ્ઞાની જીવ સુંદર આકર્ષક વિષયોને ભોગવી, તે નિમિત્તે રાગદ્વેષ કરી પાપના બીજ વાવે છે. તેનું ફળ દુઃખ આવવાનું છે છતાં તેની ઉપેક્ષા કરે છે; અર્થાત્ તેને ગણતો નથી, તેના ઉપર પગ દઈ ચાલ્યો જાય છે. ।।૧૯।।
હાંરે જો, ઝાડ મૂળથી કાપી ફળ કોઈ ખાય જો,
સજ્જન બીજો મૅળ પોષી ફળ મેળવે રે લો;
હાંરે એક તાત્કાલિક-સુખ-દૃષ્ટિ દુઃખની ખાણ જો,
દીર્ઘદૃષ્ટિ સજ્જન ઉપકાર ન ઓળવે રે લો. હાંરે વ્હાલા
અર્થ :– જેમ કોઈ આંબા વગેરેના ઝાડને ફળ ખાવા માટે, તેને મૂળથી જ ઉખેડી નાખે તો બીજા વર્ષે તે ફળને પામે નહીં. માટે સજ્જન પુરુષો તો મૂળને પોષણ આપી પ્રતિ વર્ષ તેના ફળ મેળવે છે. એમ તાત્કાલિક સુખ મેળવવાની દૃષ્ટિ એ દુઃખની ખાણ છે. જ્યારે સજ્જન પુરુષોની દીર્ઘદૃષ્ટિ એ સુખની ખાણ છે. તાત્પર્ય કે જે ધર્મવડે જીવને લાભ થયો છે તે ધર્મને સદા પોષણ આપી સજ્જન પુરુષો તેના પુણ્યરૂપ ફળોને ભવોભવ મેળવે છે અને જેણે તે ધર્મ બતાવ્યો એવા સત્પુરુષોને તે કદી ભૂલતા નથી. ।।૨૦।।
હાંરે અતિ વાદ-વિવાદે પાર ન પામે કોય જો, સર્વ જીવોને હિતકર શું તે યાચીએ રે લો;
હાંરે પ્રભુ, આપ કહો તે સર્વમાન્ય જ હોય જો,
તેથી ન્યાય સુણાવો, સમજી રાચીએ રે લો.’’ હાંરે વ્હાલા
અર્થ :— આમ અતિ વાદવિવાદ કરવાથી કોઈ પાર પામે એમ નથી. માટે સર્વ જીવોને કલ્યાણકારક શું છે? એ જ ભગવન્ પાસે આપણે યાચીએ. હે પ્રભુ! આપ સર્વજ્ઞ છો માટે આપ જે કહો તે સર્વને માન્ય