SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ કર્યા વગર મરણ પામીને તે ગણિકાના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેના શરીરમાં અત્યંત દુર્ગંધને લીધે ગણિકાએ વિષ્ઠાની જેમ તેને રાજમાર્ગમાં નાખી દીધી. તેથી કોઈ દિવસ પણ જુગુપ્સા કરવી નહીં. કુમતધારી એટલે ખોટી માન્યતાના ધરનાર કે વર્તનાર એવા મિથ્યામતવાદીઓની સ્તવના એટલે તેમની પ્રશંસા કરવી તે સમકિતનું ચોથું દૂષણ જાણવું. તે ઉપર દૃષ્ટાંત · સુમતિ અને નાગિલનું દૃષ્ટાંત :- મિથ્યાત્વીઓની પ્રશંસા કરવી નહીં. સુમતિ અને નાગિલ બન્ને ભાઈ ૫રદેશ કમાવા માટે ગયા. રસ્તામાં સાધુઓનો ભેટો થયો. તેથી તેમની સાથે ચાલવા લાગ્યા. નાગિલને કેટલાક દિવસ પછી લાગ્યું કે સાધુઓની ચેષ્ટા અને વાણી કુશીલીયા જેવી લાગે છે. માટે નાગિલે સુમતિને કહ્યું કે ભાઈ આ સાધુઓની સાથે ચાલવું યોગ્ય નથી. આપણે તો કુશીલીયાનું મોઢું પણ ન જોવું એમ ભગવાન નેમિનાથ પાસે નિશ્ચય કર્યો છે ત્યારે સુમતિએ કહ્યું—તું તો દોષ જોનારો જણાય છે. મને તો એ સાધુઓ સાથે વાત કરવી યોગ્ય લાગે છે. વળી કહ્યું કે જેવો તું બુદ્ધિ વિનાનો છે તેવા તે તીર્થંકર પણ હશે કે જેણે તને આવો નિષેધ કર્યો. એ પ્રમાણે મિથ્યાત્વીઓની પ્રશંસા અને તીર્થંકરોની નિંદા કરીને તેણે ભયંકર કર્મ ઉપાર્જન કર્યું. તેથી તે અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ ક૨શે. જ્યારે નાગિલે મિથ્યાત્વીઓની પ્રશંસા કરી નહીં તેથી તે જ ભવે તે મુક્તિને પામ્યો. વળી તેવા મિથ્યાત્વીઓની સાથે વાતચીત, ગોષ્ઠી કે તેમની સંગતિ કરવી તે સમકિતનું અંતિમ પાંચમું દૂષણ જાણવું. તે ઉપર દૃષ્ટાંત – ધનપાલ કવિનું દૃષ્ટાંત :– ભાવથી મિથ્યાત્વીઓની સંગત કરવી નહીં. ધનપાલ કવિને દ્રવ્યથી રાજા વગે૨ે મિથ્યાત્વીઓનો પરિચય હોવા છતાં પણ ભાવથી તેવા પાપસંગના નાશની સ્પૃહાવાળા ધનપાલે સર્વ દોષરહિત સમકિતને ઘારણ કર્યું તેવી રીતે સર્વ જીવોએ કરવું. સમ્યગ્દષ્ટિ આત્મા એ પાંચે દૂષણથી દૂર રહે છે. હવે જિનશાસનને દીપાવનાર દીપક સમા અને સુજ્ઞ એવા જૈન દર્શનના આઠ પ્રભાવકની વાત સાંભળો. ।।૩૦।। આઠે પ્રભાવક જે શ્રુતનો ૫૨માર્થ અપાર છતાં ગુણઘામ મુનિ-ઉર સ્ફુરે, ધર્મકથા કરનાર સચોટ પ્રભાવ વડે જનસંશય ચરે, વાર્થી પ્રભાવક તર્ક બળે પરવાર્તી જીતી જિન-શાસન ઓપે, જોષી પ્રભાવક ભાખી ભવિષ્ય સુધર્મ વિષે જનનાં મન રોપે. જે અર્થ :— વીતરાગદર્શનના આઠ પ્રભાવકમાંના પહેલા પ્રવચન પ્રભાવક વિષે જણાવે છે :— શ્રુત । એટલે શાસ્ત્રનો પરમાર્થ અપાર હોવા છતાં પણ, ગુણના ઘરરૂપ મુનિના હૃદયમાં તે શ્રુતનો આશય ભાવ સ્કુરાયમાન થાય છે એવા મુનિ સમય અનુસારે આગમની પ્રરૂપણા કરી ચતુર્વિધ સંઘને શુભમાર્ગે પ્રવર્તાવે તે પ્રવચન પ્રભાવક નામે ઓળખાય છે. તે ઉપર દૃષ્ટાંત વજ્રસ્વામીનું દૃષ્ટાંત :- પ્રવચન પ્રભાવક. તેઓ આઠ વર્ષના થયા ત્યારે તેમના પ્રવચનથી પ્રભાવિત થઈને સૂરિએ તેમને આચાર્યપદ આપ્યું. એક વખત બા૨વર્ષનો દુષ્કાળ પડવાથી સર્વ સંઘ અત્યંત વ્યાકુળ થયો. તે જોઈ વજસ્વામી સર્વ
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy