SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) જિનાગમ – સ્તુતિ ૩૯૫ કાળ તે વાણીનું અસ્તિત્વ જગતમાં વિદ્યમાન છે. તથા તે જ સાચી સરસ્વતી એટલે વિદ્યાદેવી છે, કે જેના વડે સર્વ લોકાલોકનું જ્ઞાન થાય છે. જેમ સરસ્વતી દેવીને હંસનું વાહન છે તેમ જિનાગમરૂપ સાચી સરસ્વતી દેવીનું વિવેકરૂપી હંસનું સાચું વાહન છે. જેમ હંસ પોતાની ચાંચ વડે દૂધમાંથી દૂઘ દૂઘને ગ્રહણ કરે છે અને પાણીને છોડી દે છે તેમ જિનાગમ વડે સાચી સમજ પ્રાપ્ત કરી, શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું ત્યાગવા યોગ્ય છે એવા હિતાહિતના ભાનરૂપ વિવેક પ્રગટાવવો એ જ જીવને કલ્યાણકારક છે. |૧|| શ્રી ગુરુરાજ-કૃપાથી થાયે, અવળાનું સૌ સવળું જી, સદ્ગ-વાણી મોહ-કૃપાણી પરિણમતાં હિત સઘળું જી. જિન અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુભગવંતની કૃપાથી આત્મબોધ મળે વિવેક પ્રગટે છે. તેથી દેહમાં પોતાપણાની અવળી માન્યતા ટળી જઈ આત્મામાં આત્મબુદ્ધિરૂપ સવળી માન્યતા થાય છે. સગુરુ પરમકૃપાળુદેવની વાણી છે તે મોહને મારવા માટે પાણી એટલે તલવાર સમાન છે. તે વાણી પ્રમાણે વર્તવાથી સમ્મદર્શનની પ્રાપ્તિ થઈ આત્માનું સર્વ પ્રકારે હિત સઘાય છે. “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે.”ારા. વિષ્ણુ-ચરણોદક તે ગંગા, એવું કોઈક કહે છેજી; પતિતપાવની માની, તેમાં સ્નાન કરી સુખ લહે છે'. જિન અર્થ - વૈષ્ણવ મતવાળા એવું કોઈક કહે છે કે ગંગાનું જળ છે તે વિષ્ણુ ભગવાનના ચરણનું જ ઉદક એટલે પાણી છે, અર્થાત્ ગંગા નદી વિષ્ણુ ભગવાનના ચરણકમળમાંથી પ્રગટેલ છે. તેથી તે ગંગાને પતિતપાવની એટલે પાપીઓને પણ પવિત્ર કરનારી માની તેમાં સ્નાન કરીને પોતાના પાપો જાણે ધોવાઈ ગયા એમ માનીને જીવો સુખી થાય છે. જેવા પાપ-પુણ્ય પાણીથી જાયે” કેમ સમજમાં બેસેજી? પણ પરમાર્થ વિચારી, સાચું સમજે તે ગ્રહી લેશેજી. જિન અર્થ :- પણ પાણી પાપ-પુણ્યને ઘોઈ નાખે, આ વાત કેમ સમજમાં બેસે. પાણી તો જડ છે તેનાથી જો પાપ ધોવાય તો પુણ્ય પણ ઘોવાઈ જાય; કેમકે નદીને ભાન નથી કે પાપ ધોવું અને પુણ્યને રાખી મૂકવું. તેના ઉપર એક દ્રષ્ટાંત છે – શ્રાવિકાપુત્રનું દ્રષ્ટાંત - એક શ્રાવિકાનો પુત્ર વૈષ્ણવધર્મી હતો. તે પવિત્ર થવા માટે ગંગાસ્નાન કરવા તૈયાર થયો. ત્યારે માતાએ કડવી તુંબડી આપીને કહ્યું તું ગંગાસ્નાન કરે ત્યારે આ તુંબડીને પણ કરાવજે. પછી ગંગાસ્નાન કરી ઘરે આવ્યો ત્યારે માતાએ તે કડવી તુંબડીનું શાક કર્યું. પુત્ર કહે આ શાક તો કડવું છે. માતા કહે ગંગાજલથી સ્નાન કરાવ્યા છતાં જો આ તુંબડીની કડવાશ ન ગઈ તો તારા મનના પાપો તે પાણી કેવી રીતે ઘોઈ શકે. એ બધી ખોટી કલ્પનાઓ છે. આ વાતનો પરમાર્થ વિચારી જે સાચી વાતને સમજશે તે તેને ગ્રહણ કરીને પોતાનું હિત સાધી લેશે. તેનો પરમાર્થ નીચે પ્રમાણે છે. II૪. પરમ પુરુષàપ હિમગિરિ-ઉરથી કરુણગંગા નીકળીજી, અલૌકિક અગમ્ય ગિરા બની, ગણઘર-ઘોઘે ઊછળીજી. જિન
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy