________________
૩૯ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- પરમપુરુષ પરમાત્મા શ્રી તીર્થંકરભગવાનરૂપ હિમાલય પર્વતના અંદરથી એટલે એમના હૃદયમાંથી કરૂણાથી યુક્ત એવી વાણીરૂપી ગંગા નીકળી છે. તે ભગવાનની વાણી અલૌકિક એટલે અસાધારણ અને અગમ્ય એટલે સહજ રીતે ગમ પડે તેવી નહીં હોવાથી પ્રથમ બુદ્ધિશાળી એવા ગણધર પુરુષોના હૃદયમાં તે ઘોઘરૂપે ઉછાળા મારતી આવીને વસી. તેમણે તે વાણીની દ્વાદશઅંગરૂપે રચના કરી. //પાા
રમ્ય નગરપૅપ આગમઘરને પોષી આગળ ચાલીજી,
અમ જેવા અતિ રંક જનોની તૃષા ત્વરાથી ટાળીજી. જિનક અર્થ – હવે તે ભગવાનની વાણીનો જળરૂપ પ્રવાહ, રમ્ય એટલે સુંદર એવા નગરરૂપ આગમઘર પુરુષોને પોષણ આપતો આગળ વઘીને અમારા જેવા અતિ રંક એટલે પરમાર્થમાં સાવ અજ્ઞાની જનોની જ્ઞાન પિપાસાને પણ દ્રષ્ટાંત દલીલોથી સમજાવી અજ્ઞાનને જલ્દી ટાળવા તે સમર્થ બની ગયો. એવી ભગવાનની વાણીનો અદ્ભુત પ્રભાવ છે. Iકા
શિવ-સાગરમાં મળી જતી તે અનેક નૌકા સાથેજી,
શ્રદ્ધા નૌકામાં બહુ બેસી તર્યા, કહ્યું જગનાથજી. જિન અર્થ - પછી તે વાણીરૂપી ગંગા અનેક શ્રદ્ધારૂપી નાવડાઓ સાથે મોક્ષરૂપી સમુદ્રમાં મળી જાય છે. તે ભગવાન પ્રત્યેની શ્રદ્ધારૂપી નાવડાઓમાં બેસીને ઘણા ભવ્યો સંસાર સમુદ્રને તરી ગયા, એમ ત્રણ લોકનાનાથ શ્રી ભગવાને આ વાત જણાવી છે. ||ળા.
દ્વાદશાંગરૅપ લબ્ધિઘારી શ્રુતકેવળી કહાયાજી,
ત્રણે લોક-પ્રકાશક આગમ-નેત્રવંત સંહાયાજી. જિન અર્થ:- દ્વાદશઅંગરૂપ લબ્ધિના ઘારી ગણઘર પુરુષો તે શ્રુતકેવળી કહેવાયા છે. શ્રુતજ્ઞાન વડે તે ત્રણે લોકને પ્રકાશક એવા આગમરૂપ નેત્રના ઘારી હોવાથી જગતમાં શોભા પામે છે.
ભગવાન મહાવીરે શ્રેણિક રાજાના પ્રશ્નોત્તરમાં કહ્યું કે–વિષ્ણુકુમાર, નંદિમિત્ર, અપરાજીત, ગોવર્ધન અને ભદ્રબાહુ સ્વામી પણ શ્રુતકેવળી થશે. એમ ભદ્રબાહુ ચરિત્રમાં જણાવેલ છે. તા.
અબુઘ જનોના અંતરમાં જે સમ્યભાવ જગાડેજી,
અનંત આગમ મંત્રે મૂકી, શિવ-સુખ-અંશ ચખાડેજી. જિન અર્થ - જ્ઞાની પુરુષોની વીતરાગ વાણી તે અબુઘ એટલે અજ્ઞાનીજનોના અંતરમાં સમ્યભાવ જગાડે છે. જ્ઞાની પુરુષોએ મંત્રમાં અનંત આગમનો સાર મૂકી દીધો છે. તેનું જે ભાગ્યશાળી આરાઘન કરશે તે સમ્યગ્દર્શન પામી મોક્ષસુખના આસ્વાદનો અંશ પામશે. “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે, તેની સમજ સુવિચારણા જાગ્યે આવે છે. એક “મારુષ, માતુષ” બોલના અવલંબને શિવભૂતિ મુનિ કેવળજ્ઞાન પામ્યા હતા.” બોઘામૃત ભાગ-૩ (પૃ.૭૬૯)
પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે ચૌદપૂર્વના સારરૂપ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું જે શ્રદ્ધાપૂર્વક આરાઘન કરશે તે જીવ મોક્ષસુખને પામશે. લા.
સાગર-સાર જુઓ બિંદુમાં, આગમ-સાર સુમંત્રેજી, આત્મજ્ઞાન ગુરુવરની આજ્ઞા ચાવી વિદ્યુ-યંત્રેજી. જિન