SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) સન્શાસ્ત્રનો ઉપકાર ૫ ૧ શ્રવણ કરી જ્ઞાનીનાં વચનો ઑવ ઉલ્લાસ ઘરતો, ભિન્ન સ્વરૂપે જડ-ચેતનની સત્ય પ્રતીતિ કરતો –અહોહો. ૧૨ અર્થ - જ્ઞાનીપુરુષના વચનોને સાંભળીને ઉલ્લાસને ઘારણ કરતો એવો જીવ જડ અને ચેતન બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, તેની સત્ય પ્રતીતિને પામે છે અર્થાત તેને સાચી શ્રદ્ધા ઉપજે છે કે જડ એવા શરીરાદિ મારા આત્મસ્વરૂપથી સાવ ભિન્ન છે. જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.” (વ.પૃ.૬૪૨) I/૧૨ યથાસ્થિત અનુભવ આસ્વાદી સ્વàપસ્થિતિ ઍવ વરતો; સન્શાસ્ત્રો સગુરુથી શીખી શું શું જીવ ન કરતો? અહોહો. ૧૩ અર્થ :- દેહથી ભિન્ન આત્માની સાચી પ્રતીતિ આવ્યા પછી યથાસ્થિત એટલે જેમ છે તેમ આત્માના અનુભવને આસ્વાદી તે જીવ સ્વરૂપસ્થિતિને પામે છે. “યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે.” (વ.પૃ.૧૪૨) એમ સદ્ગગમે શાસ્ત્રોના મર્મને જાણી જીવ શું શું નથી કરતો? અર્થાત્ સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ પણ મેળવી લે છે. [૧૩ના સ્વરૃપસ્થિતિ પર લઈ આવે છે શબ્દ બ્રહ્મ, મૃતદેવી, દર્પણ સમ નિજ રૂપ બતાવી, અલોપ થઈ જાય એવી -અહોહો૧૪ અર્થ - અહો મૃતદેવી કેવી છે? તો કે પોતાના શબ્દ બ્રહ્મ એટલે બ્રહ્મને બતાવનાર એવા શબ્દો વડે જીવને પોતાના શુદ્ધ સ્વરૂપની સુખરૂપ સ્થિતિ પર લઈ આવે છે, અને પોતે શરીરનું રૂપ બતાવનાર એવા દર્પણ સમાન બની આત્માનું સ્વરૂપ બતાવીને અલોપ થઈ જાય છે. અહોહો! આ શ્રુતદેવીનો ઉપકાર તો પરમ અદ્ભુત છે કે જે જીવને શાશ્વત સાચા સ્વરૂપસુખમાં બિરાજમાન કરી પોતે અલોપ થઈ જાય છે. ૧૪મા શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ તો રક્ષણ, શિક્ષણ” જાણો; ભયભીત જીંવને કર્મ-ત્રાસથી ત્રાતા શાસ્ત્ર પ્રમાણો અહોહો. ૧૫ અર્થ - “શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ કરીએ તો તેનો અર્થ “રક્ષણ” અને “શિક્ષણ થાય છે. રક્ષણ એટલે જે ખોટા પાપ કરવાથી બચાવી સંસારના શોક સંતાપથી રક્ષણ આપે અને “શિક્ષણ” એટલે જે સર્વ દુઃખના નાશનો ઉપાય બતાવવા શિક્ષણ આપે. તેમજ સંસારથી ભયભીત એવા જીવને આધિ, વ્યાધિ, ઉપાધિ કે જન્મ, જરા, મરણના કારણરૂપ કર્મના ત્રાસથી બચાવનાર એવા ત્રાતા શાસ્ત્રોનો અહોહો! અમારા પર અનંત ઉપકાર છે. ||૧૫ના. મોક્ષમાર્ગ ઉપદેશ શાસ્ત્રો, જીવન્મુક્તની વાણી, શ્રવણ થયું તો મહાભાગ્ય આરાઘો ઊલટ આણી -અહોહો૦૧૬ અર્થ - મોક્ષમાર્ગને ઉપદેશનારા શાસ્ત્રો તે જીવન્મુક્ત એટલે જીવતા છતાં મુક્ત એવા જ્ઞાની પુરુષોની વાણી છે. તે વાણી જો સાંભળવામાં આવી તો તમારું મહાભાગ્ય સમજો. તે વાણીની ઊલટ એટલે
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy