SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ રૂપવંતી બે'ન સુમિત્ર નૃપની, જે કલિંગપતિ વરી, પણ રત્નવી-બંધુ કમલ કુંવર ગયો તેને હરી; નિજ રાજકાજ બધું તજી સુમિત્ર ચિંતાતુર થયો, તે જાણતાં ઝટ ચિત્રગતિ સુમિત્રની વા'રે ગયો. ૨૯ અર્થ :– હવે સુમિત્ર રાજાની રૂપવંતી બહેન જે કલિંગ દેશના રાજા સાથે પરણાવી હતી. તેને અનંગસિંહ રાજાનો પુત્ર અને રત્નવતીનો ભાઈ કમલકુંવર હરી ગયો. તેથી પોતાનું બધું રાજકાર્ય મૂકી દઈ સુમિત્ર ચિંતામાં ગરકાવ થઈ ગયો. ખેચરો દ્વારા આ જાણતાં ચિત્રગતિ ઝટ સુમિત્રની મદદ કરવા માટે ગયો. ।।૨૯।। તે કુલક્રમાગત ખડ્ગ સાથે ભગિની લઈ સુમિત્રની ઝટ ચિત્રગતિ પાછો ફર્યો, હરી શક્તિ શત્રુ-નેત્રની. પિતા કમલકુમારના મ્હે : “દુષ્ટ, ૫૨-સ્ત્રી-હરણથી, તેં ખડ્ગ ખોયું, હાર ખાથી; પરભવે પણ સુખ નથી. ૩૦ ૩૩૧ અર્થ :– ત્યાં યુદ્ધમાં કમલકુંવર વગેરેને હરાવી તેના પિતાને કુલક્રમાગતથી મળેલ દેવતાઈ ખગ એટલે ત૨વા૨ને તથા અખંડ શીલવાળી સુમિત્રની બહેનને લઈ ચિત્રગતિ શીઘ્ર પાછો ફર્યો. એમ શત્રુની પરસ્ત્રી પર થયેલ કુદૃષ્ટિને ચિત્રગતિએ હણી નાખી. પછી કમલકુમારના પિતા અનંગસિંહે પુત્રને કહ્યું કે અરે દુષ્ટ! પરસ્ત્રીના હરણથી આ દેવતાઈ ખડ્ગ ખોયું અને હાર પણ ખાઘી. વળી તેના ફળમાં પરભવમાં પણ સુખ નથી. ।।૩૦।। શી રીતથી તે રત્નવીના નાથની ઓળખ થશે? જિનમંદિરે તેના ઉ૫૨ હજું દેવ-પુષ્પો વરસશે. તેવા નિમિત્તે ઓળખીશું વી૨-ભક્ત મહામના; અમ કુળ પણ પાવન થશે, અંકુર ફૂટશે પુણ્યના.’’ ૩૧ અર્થ :– હવે ખડ્ગ જવાથી પિતા અનંગસિંહ રાજાને થયું કે કઈ રીતથી આ પુત્રી રત્નવતીના નાથની ઓળખાણ થશે? એક વાત તો ખડ્ગ હરી જવાથી સિદ્ધ થઈ છે, પણ બીજી વાત હજી બાકી છે કે જિનમંદિરમાં તેના ઉપર દેવો દ્વારા પુષ્પની વૃષ્ટિ થશે; તેવા નિમિત્તે તે વીરપુરુષને જે મહામના એટલે જે મોટા ઉદાર મનવાળા અને ભગવાનના ભક્ત હશે તેની ઓળખાણ થશે. તે અમારા જમાઈ થવાથી અમારું કુળ પણ પવિત્ર થશે અને પુણ્યના અંકુરો પણ ફૂટી નીકળશે. ।।૩૧।। * નિજ બે'નના નિમિત્તથી સુમિત્ર જીવન ચિંતવે : “વીત્યા અમે જે દિનો, ક્યાંથી મળે પાછા હવે? જો તાત સાથે ધર્મ સાઘત, મોક્ષ દૂર ના હોત તો, કોની ભિંગની? કોણ સર્વે? દેહમાં ના સાર કો.' ૩૨ અર્થ :— પોતાની બહેનને હરી જવાના નિમિત્તે સુમિત્ર રાજાને પહેલા પણ સંસાર ઉપર વિરક્તભાવ તો હતો જ, તે હવે વિશેષ વૃદ્ધિ પામ્યો; અને પોતાના જીવન વિષે ચિંતવવા લાગ્યા કે હે આત્મા! જે
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy