SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ:- જે ઘર્મના આધારથી પોતે ભીલ છતાં દેવલોકના અત્યંત સુખને પામ્યો, તે જ જીવ ભરત ચક્રવર્તીનો પુત્ર મરીચિ બની તે ઘર્મને તજતા તેમજ કુલનો મદ કરતા તેને કેવી કેવી ગતિઓમાં રઝળવું પડ્યું છે તે હવે મરીચિ પછીના મહાવીર પ્રભુના ૨૭ મોટા પૂર્વભવો આંકડાથી દર્શાવે છે. મરીચિના ભવમાં અજ્ઞાન તપના કારણે પાંચમાં બ્રહ્મદેવલોકમાં દસ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી તેનો સત્યાવીશમાનો પહેલો ભવ ગણાય છે. દેવલોકથી ચ્યવીને હવે બીજા ભવમાં જટિલ નામનો અયોધ્યામાં બ્રાહ્મણ થઈ વેદશાસ્ત્રોનો જાણકાર થયો. ૧૧ાા સંન્યાર્સી થઈ તપ તપ ફરી તે દેવ થઈ બ્રાહમણ થયો, તે પુષ્પમિત્ર સુનામથી વળી તે જ નગરે ઊછર્યો સંસાર ત્યાગી સાંખ્યમત વિસ્તારતો તે વિચર્યો મરી દેવ ગતિમાં ઊપજ્યો વળી વિપ્રરૂપે અવતર્યો. ૧૨ અર્થ :- ત્યાં પણ સંન્યાસી બની તપ તપીને ફરી સૌઘર્મ નામના પહેલા દેવલોકમાં બે સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી તે જ અયોધ્યા નગરીમાં હવે પુષ્પમિત્ર નામનો બ્રાહ્મણ થયો. ત્યાં ફરી સંસાર ત્યાગી સાંખ્યમતને વિસ્તારતો વિચારવા લાગ્યો. ત્યાંથી મરી ફરી પહેલા સૌથર્મ દેવલોકમાં એક સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી વળી બ્રાહ્મણરૂપે અવતર્યો. ૧૨ના તે અગ્નિસહના નામથી વળી ત્યાગ પરિવ્રાજક બન્યો, પછી દેવ થઈ વળી વિપ્ર મંદિરપુરમાં શાસ્ત્રો ભણ્યો; સંસ્કાર જૂના જાગતાં સંન્યાસ લઈ તપ આદર્યું, મરી દેવ થઈ, મંદિરનગરે વિપ્ર કર્મ કર્યા કર્યું. ૧૩ અર્થ:- તે આ છઠ્ઠીભવમાં અગ્નિસહના નામથી બ્રાહ્મણ થયેલ ત્યાં પણ સંસાર ત્યાગી પરિવ્રાજક સંન્યાસી બન્યો. ત્યાંથી અજ્ઞાનતપના પરિણામે સાતમા ભવમાં દેવલોકમાં સાત સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી મંદિરપુરમાં ફરીથી આઠમા ભવે અગ્નિમિત્ર નામે વિપ્ર એટલે બ્રાહ્મણ થઈ શાસ્ત્રો ભણ્યો. ત્યાં જુના સંસ્કારો જાગૃત થતાં ફરી સંન્યાસ લઈ તપ આદર્યું. તેના ફળમાં મરીને નવમાં ભવમાં ચોથા માહેન્દ્ર દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવી ફરી મંદિરનગરમાં બ્રાહ્મણ થયો. ૧૩મા ઘર નામ ભારદ્વાજ તે ત્રિદંડ થઈ સ્વર્ગે ગયો, ત્યાંથી મરી કુકર્મના ઉદયે અઘોગતિમાં રહ્યો; એકેન્દ્રિયાદિ ભવ કર્યા સંખ્યારહિત વર્ષો સુઘી. મિથ્યાત્વના ફળ દુઃખદાયી ચેતજો શાણા સુ-થી. ૧૪ અર્થ :- અહીં દસમા ભવમાં તેનું નામ ભારદ્વાજ બ્રાહ્મણ રાખવામાં આવ્યું. ત્યાં ત્રિદંડી થઈ અજ્ઞાનતાના ફળમાં ફરીથી પાછો ચોથા મહેન્દ્ર દેવલોકમાં સાત સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયો. હવે દેવલોકથી ચ્યવીને કુકર્મના ઉદયે અહીંથી અધોગતિમાં ગયો. ત્યાં એકેન્દ્રિયાદિકના એટલે એકેન્દ્રિય, બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચતુરેન્દ્રિય કે સંજ્ઞી અસંજ્ઞી પંચેન્દ્રિયના અસંખ્ય વર્ષો સુધી ભવો કર્યા. એમ મિથ્યા માન્યતાઓનું ફળ અત્યંત દુઃખદાયી છે, એમ જાણીને હે શાણા સુ-ઘી એટલે સમ્યક
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy