________________
(૧૦) મહાવીર દેવ ભાગ-૨
૯ ૧
અર્થ :- અહંત ભગવંત દ્વારા ઉપદેશેલી દીક્ષા તે દેવ, તિર્યંચ કે નારકીઓને દુર્લભ છે. અહો! આશ્ચર્ય છે કે ચક્રવર્તી પણ મુક્તિને માટે દુઃખ વેઠીને તે દીક્ષાનું પાલન કરે છે, એમ વિચારી પોતે પણ એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. સઘર્મની ભવ્યોને દેશના આપતાં સદાય ઘર્મની પ્રભાવના કરવા લાગ્યા. અંતે સંન્યાસ સાથે સમાધિમરણની આરાધના કરીને સ્વર્ગે સિધાવ્યા. ||૧૧
તે સુરરપ સહસ્ત્રારે થયા, છે સૂર્યપ્રભનું નામ જ્યાં, અવધિ વડે જાણી લીધું કે ઘર્મફળ સુખરૂપ ત્યાં. વળી ઘર્મચર્ચા, દેવપૂજા, ભક્તિ, કલ્યાણક સમે
તત્પર રહે ઉલ્લાસથી, સુખપૂર્ણ જીવન નિર્ગમે. ૧૨ અર્થ - તે આઠમા સહસ્ત્રાર સ્વર્ગમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળા અનેક ઋથિઘારી સૂર્યપ્રભ નામના દેવતા થયા. ત્યાં અવધિ જ્ઞાન વડે જાણી લીધું કે ઘર્મનું ફળ સુખરૂપ છે. તેથી ત્યાં પણ ઘર્મ ચર્ચા, દેવપૂજા, ભક્તિ વગેરે કરવા લાગ્યા. અને પ્રભુના પંચકલ્યાણક ઉત્સવ સમયે ઉલ્લાસભાવથી હાજરી આપવા લાગ્યા. એમ સુખપૂર્વક ત્યાં જીવન વ્યતીત થવા લાગ્યું. ૧૨
તે નગર છત્રાકારમાં ત્યાંથી ચ્યવીને અવતરે, ને નંદકુંવર નામ ઘારે નંદિવર્ધન નૃપ-ઘરે. સમ્યકત્વ સહ નિર્મળ ઘરે વ્રત બાર સમજું ઉમ્મરે,
પછી રાજ્ય મળતાં ઘર્મવૃદ્ધિ-કાર્ય ઉલ્લાસે કરે. ૧૩ અર્થ - હવે દેવલોકથી ચ્યવીને છત્રાકાર નગરમાં નંદિવર્ધન રાજાને ઘેર અવતર્યા. ત્યાં તેમનું નંદકુમાર નામ રાખવામાં આવ્યું. સમજણી ઉંમર થયે સમ્યકત્વ સાથે નિર્મળ બાર વ્રતોને ઘારણ કર્યા. પછી રાજ્ય મળતાં ઘર્મવૃદ્ધિના કાર્યો ઉલ્લાસપૂર્વક કરવા લાગ્યા. II૧૩મા
પ્રોષ્ઠિલ મુનિના દર્શનાર્થે એક દિન રાજા ગયા, સુણ બોઘ દશ યતિઘર્મનો, તે મોહનદથી જાગિયા. નિર્મળ મને વિચારતા: “સંસાર દુખદરિયો, ખરે!
આ ક્રોઘકામાગ્નિ ભભૂકે દેહઝૂંપડીમાં અરે! ૧૪ અર્થ - પ્રોષ્ઠિલ નામના મુનિવરના દર્શનાર્થે એકવાર રાજા ગયા. ત્યાં ક્ષમાદિ દશ મુનિઘર્મનો ઉપદેશ સાંભળીને મોહનિદ્રાથી જાગૃત થયા. જેથી નિર્મળ મને વિચારવા લાગ્યા કે અહો! ખરેખર આ સંસાર દુઃખનો દરિયો છે. અરે ! આ ક્રોથ, કામાગ્નિ વગેરે આ દેહરૂપી ઝૂંપડીમાં ભભૂકી રહ્યો છે, અને હું આ મોહરૂપી નિદ્રામાં નિશ્ચિતપણે સૂતો છું. I/૧૪
ઇન્દ્રિયચોરો ઘર્મઘનને ચોરતા ઘોળે દિને; જ્યાં ચક્રવર્તી દુઃખિયા ત્યાં સુખ શું રંકાદિને? ઇન્દ્રિયસુખ વિચારતાં નહિ ભોગયોગ્ય જણાય છે.”
એવું વિચારી મુનિ બની, શ્રુતપારગામી થાય તે. ૧૫ અર્થ - ઇન્દ્રિયરૂપી ચોરો ઘર્મરૂપી ઘનને ઘોળે દિને એટલે દિવસના પ્રકાશમાં પણ ચોરી લે છે. જ્યાં ચક્રવર્તી પણ સંસારમાં દુઃખી છે ત્યાં રંકાદિને સુખની શી આશા રાખવી. એમ ઇન્દ્રિયસુખનો