________________
(૨૨) અનેકાંતની પ્રામાણિકતા
૨ ૬૫
અનેક અંશે નિહાળે હાથીને હાથ ફેરવી,
તપાસી પૂછડી બોલે “અહો! સાવરણી નવી.” ૧૪ હવે ફરી બીજાં દ્રષ્ટાંત આ વાતને વિશેષ સમજાવવા માટે આપે છે :
અર્થ :- અનેક આંઘળાઓ ભેગા થયા. તે હાથી ઉપર હાથ ફેરવીને જોવા લાગ્યા કે તે વળી કેવો હોય? જે આંઘળાના હાથમાં પૂંછડી આવી તે બોલ્યો કે અહો! હાથી તો સાવરણી જેવો છે. ||૧૪.
કાનને સ્પર્શતો કોઈ કહે છે “ઝૂંપડા સમો',
સુંઢને સ્પર્શતો બોલે “સાંબેલું માની લો તમો.” ૧૫ અર્થ :- જે આઘળાએ હાથીનો કાન સ્પર્ધો તે કહેવા લાગ્યો કે હાથી તો સૂપડા જેવો છે. સૂંઢને સ્પર્શનાર આંઘળો બોલ્યો કે હાથીને તમે સાંબેલા સમાન માની લ્યો. //પાા
ચોફેર પેટને સ્પર્શી એક “કોઠી સમો’ કહે;
તપાસી પગને કોઈ સ્તંભરૂપ જ' તે લહે. ૧૬ અર્થ:- ચોફેર પેટનો સ્પર્શ કરનાર આંથળો બોલ્યો કે હાથી તો કોઠી જેવો છે. જેના હાથમાં પગ આવ્યો તે આંઘળો તપાસીને કહેવા લાગ્યો કે તે તો સ્તંભરૂપ છે અર્થાત્ થાંભલા જેવો છે. ૧૬ાા.
એ આકારે જ હાથીને ગ્રહે આગ્રહી અંગનો,
સર્વાગે હાથી ના માને, એકાંત મત અંઘનો. ૧૭ અર્થ :- એમ એક અંગના આકારે હાથીનું સ્વરૂપ આગ્રહથી માને અને હાથીના બીજા સર્વ અંગને ન માને. તે આંધળાનો એકાન્ત મત જાણવો. ૧થી
પોતાનો પક્ષ સાચો છે', સર્વ વાદ વદે અતિ;
સાચા મહાવતે સૌને, છોડાવ્યા નિજ અંગથી. ૧૮ અર્થ - પોતાનો પક્ષ સાચો છે એમ કહી સર્વ આંથળાઓ પરસ્પર અતિ વાદવિવાદ કરવા લાગ્યા. ત્યારે સત્યને બતાવવા માટે મહાવતે સૌને પોત પોતાના ઝાલી રાખેલ હાથીના અંગથી છોડાવ્યા. ૧૮
ફરી ફરી બીજાં અંગો ઝલાબે હાથ ઓળખે;
યથાર્થ આકૃતિવાળો હાથી સર્વ હવે લખે. ૧૯ અર્થ - સૌ આઘળાઓને હાથીના બીજા અંગો પણ ફરી ફરી ઝલાવીને બતાવ્યા. તેથી સર્વ અંગોથી યુક્ત એ જ હાથીની યથાર્થ આકૃતિ છે એમ તે સર્વના ખ્યાલમાં એ વાત સમજાઈ ગઈ. ૧૯ાા
સર્વાગે તેમ આત્માને અનેકાંતમતિ લખે,
અનેક ઘર્મને જાણી આત્મા યથાર્થ ઓળખે. ૨૦ અર્થ – તેમ અનેકાંતમતિવાળો અર્થાત્ સ્યાદ્વાદ બુદ્ધિવાળો વીતરાગનો અનુયાયી આત્માને સર્વાગે એટલે તેના સર્વ પ્રકારના ઘમસહિત જાએ છે. સ્વાદુવાદથી તે આત્માના અનેક ગુણધર્મોને જાણી તેના વાસ્તવિક સ્વરૂપને ઓળખી લે છે. ર૦ના