________________
પ્રાવધ-વિવેચન ભાગ-૧
અર્થ :– જન્મ જરા ને મૃત્યુ, આધિ વ્યાધિ ને ઉપાધિરૂપ દુઃખદાવાનળથી જગતમાં રહેલા અનંત
-
જીવો બળી રહ્યાં છે. તેથી સઘળા સંતપુરુષો આત્મશાંતિ અર્થે આત્મજ્ઞાનરૂપી સમુદ્રના કિનારે જઈને વાસ કરે છે. ‘સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” (વ.પૃ.૪૫૧) ||૧૩|| સમજુ જન તે જાણવા, હો મોહ અરિ જે, પ્રભુજી; અનંતકાળથી દુઃખ દે, દુર્જય જગમાં તેહ, પ્રભુજી. રાજ॰
૫૨૮
અર્થ :– સ્વદેશ એટલે સ્વધામરૂપ મોક્ષપ્રાપ્તિનાં અનેક સત્ય ઉપાય જ્ઞાનીઓ જણાવે છે :—સમજુ
-
પુરુષો તેને જાણવા કે જે મોહનીય કર્મના બે ભેદ દર્શનમોહ અને ચારિત્રમોહને પોતાના શત્રુ સમાન જાણીને હણે છે, અનંતકાળથી આ મોઠ જ જીવને દુઃખ આપે છે. અને જગતમાં સર્વ કરતાં દુર્જેય એ જ છે.
“મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં, મૃત્યુભય એના પ્રભાવે;
ચંચળતા મનની પણ તેથી, દોદશ ભટકે વિભાવે;” -આલોચનાદિપદસંગ્રહ ||૧૪||
ક્ષણ પણ સજ્જન-સંગતિ જાણું ભવ-જળ-નાવ, પ્રભુજી;
પ્રમાદ ત” તે આશરે પામું નિજ સ્વભાવ, પ્રભુજી. રાજ
અર્થ :— ક્ષણ માત્ર પણ સજ્જન એટલે જ્ઞાનીપુરુષોના સમાગમને સંસારરૂપી સમુદ્રજળને તરવા માટે હું નાવ સમાન માનું. “ક્ષળપિ સન્નન સંગતિરેજા, મતિ મવાળેવ તરણે નૌજા.” (વ.પૃ.૨૨૪)
માટે પ્રમાદ તજી જ્ઞાનીપુરુષોના આશ્રયે રહી હું મારા નિજ આત્મસ્વભાવની પ્રાપ્તિ કરી લઉં. કારણ કે એ જ મારું સ્વઘામ છે.
‘સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.' (વ.પૃ.૪૯) ।।૧૫। વિભાવ મૂળ સંસારનું સુવિચારે બળી જાય, પ્રભુજી; ઇન્દ્રિય-સુખની લાલસા ગયે આત્મસુખ થાય, પ્રભુજી. રાજ
અર્થ :– સંસારનું મૂળ વિભાવ છે, અર્થાત્ રાગદ્વેષના ભાવ છે. અને તે દેહમાં આત્મબુદ્ધિના કારણે ટકી રહેલા છે. તે ભાવો સત્પુરુષના બોઘે સુવિચારણા કરવાથી બળતા જાય છે.
દેહમાં રહેલી ઇન્દ્રિયોના સુખની લાલસા જ્યારે જશે ત્યારે જ ખરા આત્મસુખની પ્રાપ્તિ થશે.
“મૂળ સંસાર ્:ખોનું, દેહમાં આત્મબુદ્ધિ તે; તજી ઇન્દ્રિયવ્યાપાર, બાહ્ય - અંતર પૈસ જે.'
ઇન્દ્રિયહારથી ચૂકી, પડ્યો હું વિષયો વિષે;
ભોગો પામી ન મેં પૂર્વે – જાણ્યું રૂપ યથાર્થ જે.” -સમાધિશતક
ન
‘છ બારીઓવાળા એક મકાનમાં ઊભા એ આખો દિવસ એક મૂકી બીજી, બીજી મૂકી ત્રીજી, એમ બારીઓમાંથી બહાર જ જોયા કરે તો અંદર શું છે તે દેખાય નહીં. તેમ પાંચ ઇન્દ્રિયો અને મનથી આત્મા બાહ્ય વિષયમાં જ રત રહે છે ત્યાં અંદર શું છે તે શી રીતે જણાય? ઊભો છે અંદ૨, પણ દૃષ્ટિ છે બહાર. તે દૃષ્ટિ અંદર કરવી. આત્મા જોવો. તો પોતાની વિભૂતિ સર્વ જણાય.’” (પૃ.૩૬૨) ||૧૬||
પ્રમાદ તō તે કામને ભાવ ઘરી ઘરું હાથ, પ્રભુજી; વિવેક્શન્ય રહ્યું નહીં ગ્રહી સજ્જનનો સાથ, પ્રભુજી. રાજ