________________
૩૧૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
કે આસક્તિનો ત્યાગ જ કર્તવ્ય છે. Iટા
સુખ માટે ઘન સંગ્રહે, ઘન માટે પરદેશ,
પરવશ જીવન ગાળતાં નહિ સત્સુખનો લેશ. ૯ અર્થ - સુખ માટે ઘન ભેગું કરે છે. ઘન માટે ઘર કુટુંબ છોડી પરદેશ જાય છે. ત્યાં પરવશ જીવન ગાળતાં તેને લેશ પણ સાચા સુખની પ્રાપ્તિ નથી.
સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજ વશ તે સુખ લહીએ; -આઠ દૃષ્ટિની સઝાય પરાથીન સપને હું સુખ નાહી” સ્વાધીનતામાં સુખ છે, પરાધીનતા સદૈવ દુઃખરૂપ છે.
“સર્વ પરવશ દુઃખ, સર્વ આત્મવશ સુખ,
એતદ્ વિદ્યા સમાસેન, લક્ષણં સુખ દુઃખયોઃ”ાલો કુટુંબ સુખસાઘન ગણી સહતો દુઃખ અપાર,
ખર સમ ભાર વહે બથો; નહિ સન્મુખ લગાર. ૧૦ અર્થ – પોતાના કુટુંબને સુખનું સાધન ગણી તેને સુખી કરવા માટે જીવ અપાર દુઃખને સહન કરે છે. ખર એટલે ગઘેડા સમાન સર્વ ઉપાધિનો ભાર પોતે ઉપાડીને ફરે છે. પણ તેને આત્માના સાચા સુખનો લગાર માત્ર પણ અનુભવ નથી. /૧૦ના
નહિ નવરો ખાવા જરી, નહિ પરભવ વિચાર;
પ્રાપ્ત સુખ-સાઘન તણું લહે ન સુખ લગાર.” ૧૧ અર્થ - કુટુંબાદિને પોષવા વ્યાપાર ધંધા આદિના કારણે જીવને શાંતિથી ખાવા માટે પણ જરાય નવરાશ નથી. જેમકે શ્રીપાળ રાજાના રાસમાં ઘવલશેઠ શ્રીપાળ કુમારને કહે છે કે :
અમને જમવાની નહીં; ઘડી એક પરવાહ;
શિરામણ વાળુ જમણ, કરીએ એક જ વાર.” વળી શ્રીપાળ કુમારને શેઠ જણાવે છે કે – “શેઠ કહે જિનવર નમો, નવરા તમે નિશ્ચિત.”
તમે નવરા નિશ્ચિત છો માટે જિનેશ્વરનાં દર્શન કરો. અમને તો કામની અધિકતાને કારણે એવી નવરાશ નથી કે તમારી સાથે દર્શન કરવા આવીએ. વળી કામના બોજાને લીધે પરભવમાં અમારું શું થશે. અમે કઈ ગતિમાં જઈને પડીશું. તેનો પણ તેને કોઈ વિચાર નથી.પુણ્યોદયે ભૌતિક સુખ સાધન સામગ્રી પ્રાપ્ત છે, છતાં વિશેષ મેળવવાની તૃષ્ણામાં તેનું પણ લગાર માત્ર સુખ ભોગવાતું નથી. “પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે.” (વ.પૃ.૭૬)
સુખ વસે આત્મા વિષે તેનો નહિ નિર્ધાર,
શોધે સુખ-હીન વસ્તુમાં, જડમાં નહિ જડનાર. ૧૨ અર્થ - સાચું સુખ તે નિરાકુળ સુખ છે. અને તે આત્મામાં છે. પણ તેનો જીવન નિર્ધાર એટલે નક્કી નિર્ણય નથી કે ખરેખર એમ જ છે.
નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ; ઇચ્છામાં આકુળતા, માટે ઇચ્છા મૂક.”