SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એક દિને દળ દુશ્મનનું ઑતવા વરસેન કહે બહુ ભાવે, આગ્રહ જાણી ભેંપાળ રજા દઈ સૈન્ય સહિત વિદાય અપાવે. અર્થ - ગુરુના વિનય વડે તે અંઘકુમાર પણ પુરુષાર્થ કરીને સ્વરભેદી બાણવિદ્યા શીખ્યો. હવે તે યશ એટલે માન મોટાઈ મેળવવાની મનમાં તીવ્ર કામનાને લીધે પોતાના અંઘપણાને પણ ગણતો નથી. તેથી એક દિવસ દુશ્મનના દળને જીતવા માટે વીરસેન બહુ ભાવપૂર્વક પોતાના પિતાને કહેવા લાગ્યો. તેનો ખૂબ આગ્રહ જાણી રાજાએ પણ રજા આપી અને સેના સહિત યુદ્ધ કરવા માટે વિદાય કર્યો. પા. શબ્દ સુણી, શર છોડૅ, હરાવ નસાડી દીધું દળ વીરકુમારે; સુણી પરાક્રમ અંઘકુમાર રિપુ પકડે બિન શબ્દ લગારે. ત્યાં સુંરસેન ચઢે મદદે રિપુ-સૈન્ય જીતી નિજ બાંઘવ લાવે. તેમ ન સમ્યગ્દર્શન તો, ફળશે નહિ જ્ઞાન, ક્રિયા; રઝળાવે. અર્થ - શબ્દો સાંભળીને સ્વરભેદી શર એટલે બાણ છોડી દુશ્મનોને હરાવી વીરસેને બધાને નસાડી મૂક્યા. પછી જાણ્યું કે આ વીરસેન કુમાર તો આંઘળો છે માટે લગાર પણ શબ્દ કર્યા વગર પરાક્રમી એવા વીરસેનને દુશ્મનોએ પકડી લીધો. પછી તેનો ભાઈ સૂરસેન મદદે આવી શત્રુસેનાને જીતી પોતાના ભાઈ વીરસેનને પાછો છોડાવી લાવ્યો. તેમ જો સમ્યગ્દર્શનરૂપ નેત્ર નહીં હશે તો શસ્ત્રવિદ્યારૂપ જ્ઞાન અને શસ્ત્ર ચલાવારૂપ ચારિત્ર સર્વ ફોક જશે, અર્થાત્ મોક્ષના કારણરૂપ નહીં થાય; પણ એ પુણ્ય એને સંસારમાં જ રઝળાવશે. ||પના. દર્શન-જ્ઞાન-ચારિત્રની આગળ “સમ્ય’ શબ્દ લખે મુનિ માત્ર, તે નીરખી, મુનિ શોથ, સુશિષ્ય કરે વિનતિ રચવા શિવ-શાસ્ત્ર, માનવ જન્મ લહી જીંવ દુર્લભ, સત્કૃતિ, સમ્યગ્દર્શન પામે તે પુરુષાર્થ કરી વિરતિ ઘર શાશ્વત સુખ લહે શિવ-થામે. અર્થ :- એક શ્રાવકે “મોક્ષશાસ્ત્ર' રચવા માટેની ઇચ્છા કરી. તેનું પ્રથમ સૂત્ર દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ” એમ પોતાની ભીંત ઉપર લખ્યું. ત્યાં ઉમાસ્વામી મુનિ વહોરવા પધારતાં તે જોઈને તેમણે તે સૂત્રમાં સમ્યક્ શબ્દ ઉમેરીને “સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ એમ સુઘાર કર્યો. તે શ્રાવકે જોયું તેથી તેણે પોતાને તે કાર્ય માટે અયોગ્ય જાણી તે મુનિની શોધ કરીને તેમને શિવશાસ્ત્ર એટલે “મોક્ષશાસ્ત્ર' રચવા વિનયપૂર્વક વિનંતી કરી. જેથી તેમણે “મોક્ષશાસ્ત્ર' રચ્યું. તેમ જ્ઞાન તો સર્વ આત્મામાં છે પણ તે મિથ્યાજ્ઞાન છે. તે સમ્યક્ હોવું જોઈએ; તો જ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતાવડે જીવ મુક્તિને પામે છે. જે પ્રાણી દુર્લભ એવો મનુષ્યજન્મ પામીને સત્કૃતિ એટલે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનને મેળવે છે, તે જીવ સત્પુરુષાર્થ કરીને સમ્યગ્વારિત્રરૂપ વિરતિને ઘારણ કરી, મોક્ષઘામમાં સદાને માટે સુખશાંતિ પામે છે. એ શાશ્વત મોક્ષસુખ મેળવવાનું મૂળકારણ તે, સમ્યગ્દર્શન છે. પરા સમ્યગ્દર્શન સંબંધી વિસ્તાર ૧૬માં પાઠમાં વાંચી ગયા. હવે તે સમ્યગ્દર્શનને પરમાવગાઢ કરી
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy