SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) મહાવીર દેવ ભાગ-૨ મોહ અને આ પાંચ ઇન્દ્રિયોના વિષય જેવું આ જગતમાં જીવનું અહિત કરનાર બીજું કોઈ નથી. વિષયસુખ તો વિષ સમાન છે, જેથી આત્માના કલ્યાણ માટે તો તપ જ તપવું જોઈએ. ારા હું શરીર-મમતાને તજી, ભજીં તે જ તપ, મુક્તિ વરું; આ રાજ્ય ત હું જ્ઞાન વૈરાગ્ય મુનિપદ આચરું.” એવું વિચારી, લીથી દીક્ષા કુંતસાગર મુનિ-કરે, ભણ, સિંહ સમ એકાકી વિચરી આકરાં તપ આચરે. ૩ અર્થ - હું હવે શરીરની મમતાને તજી દઈ ઇચ્છાઓને રોકવારૂપ તપને ભજી, મુક્તિરૂપી કન્યાને જ વરું. તેમ કરવા માટે પ્રથમ આ રાજ્યને તજી દઈ હું જ્ઞાન વૈરાગ્ય સહિત મુનિપદ ઘારણ કરીને સમ્ય પ્રકારે તેનું આચરણ કરું. એવું વિચારીને શ્રી શ્રુતસાગર મુનિના કરે એટલે હાથે દીક્ષા ગ્રહણ કરી. પછી શાસ્ત્રો ભણીને સિંહ સમાન નિર્ભય બની એકલા વિચરી આકરા તપ તપવા લાગ્યા. IIકા આરાઘનાઓ સેવ ચાર સમાધિમૃત્યુથી મરે, પછી દેવ૩ દશમા સ્વર્ગમાં થઈ આત્મહિત ના વીસરે; ત્યાંથી અવી પુંડરકિણી પુરમાં જનમ નૃપઘર ઘરે, પ્રિય મિત્ર નામ યથાર્થ ઘારે; પૂર્વ પુણ્ય સુખી કરે. ૪ અર્થ - સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચારેય પ્રકારની આરાઘનાઓને સેવી સમાધિ સહિત મૃત્યુ પામીને મહાશુક્ર નામના દશમા સ્વર્ગમાં સોલ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાં પણ આત્મહિતને વિસરતાં નથી. દેવલોકમાંથી ચ્યવીને પુંડરીકિણી નગરમાં રાજાને ઘેર જન્મ પામ્યા. ત્યાં તેમનું નામ પ્રિયમિત્ર રાખવામાં આવ્યું. તે સર્વને પ્રિય થઈ પડ્યા માટે તે નામ યથાર્થ હતું. પૂર્વે બાંધેલું પુણ્ય હતું તે તેમને સુખનું કારણ થયું. [૪. તે રાજ્ય કરતાં રત્ન ચૌદે પામિયા, ચક્રી બની ષટુ ખંડ જીતી, ઇન્દ્ર સમ દેવાદિ-સેવા લે ઘણી. દિન એક દર્શન તે કરે જિનેશ ક્ષેમકંર તણાં, પૂજી પ્રભુને ભાવથી વચનો સુણે હિતનાં ઘણાં. ૫ અર્થ - હવે તે પ્રિય મિત્ર રાજા બની રાજ્ય કરતાં ચૌદ રત્નોને પામ્યા. ચૌદ રત્નનો પ્રભાવ નીચે પ્રમાણે છે :-ચૌદમાંના સાત રત્નો એકેન્દ્રિ (પૃથ્વીમય) રત્નો છે : (૧) ચક્રરત્ન - છ ખંડ સાધવાનો માર્ગ બતાવનાર છે. (૨) છત્ર રત્ન - બાર યોજન લાંબી અને નવ યોજન ચૌડી છાયા કરનાર છે. તડકો તથા ઠંડીથી બચાવનાર છે. (૩) દંડરન - રસ્તામાં સડક બનાવે છે. વેતાડની બન્ને ગુફાના દરવાજાને ઉઘાડે છે. (આ ત્રણ રત્ન ચાર ચાર હાથ લાંબા હોય છે.) (૪) ખડગ રત્ન - પચાસ આંગળ લાંબુ, સોળ આંગળ ચૌડું અને અર્થો આંગળ જાડું, અતિ તિક્ષ્ણ ઘારવાળું ખડુગ હજારો કોસ દૂર રહેલા શત્રુના શિરને કાપી લાવે છે. (આ ચાર રત્નો આયુધ્ય શાળામાં ઉત્પન્ન થાય છે.) (૫) મણિરત્ન- ચાર આંગળ લાંબુ, બે આંગળી ચૌડું એનાથી બાર યોજન સુઘી ચંદ્રમાની જેમ પ્રકાશ થાય છે. એ રત્ન હાથીના કાને બાંધવાથી વિધ્ર નાશ થાય છે. (૬) કાંગણી રત્ન - ચાર ચાર આંગળ ચારે
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy