SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ ૧૯૭ અવધિજ્ઞાની મુનિ મળે, નંદી પૂછે રાય : “મંત્રી મુજ આવ્યો નહીં, કારણ નહીં કળાય.” ૨૮ અર્થ :- એકવાર અવધિજ્ઞાની મુનિ મળતાં તેમની વંદના કરીને રાજા પૂછવા લાગ્યો કે મારો મંત્રી મરુભૂતિ પાછો આવ્યો નહીં અને તેનું કારણ પણ કળવામાં આવ્યું નથી. ૨૮ સુણી મરુભૂતિનું મરણ નૃપ થયો દિલગીર, વાય પણ વેગે ગયો, દરિયે ગંગા-નીર. ૨૯ અર્થ - અવધિજ્ઞાની મુનિના મુખથી મરુભૂતિના મરણને સાંભળીને રાજા ઘણો દિલગીર થયો, અને વિચારવા લાગ્યો કે મેં તેને ઘણો વાર્યો છતાં પણ તે ભાતૃપ્રેમના વેગથી તેને મળવા ગયો. જેમ ગંગાના પાણીને વાર્યું પણ વારી શકાય નહીં પણ તે સમુદ્રમાં ભળી જઈ પોતાનું અસ્તિત્વ ખોઈ દે છે તેમ મરુભૂતિ પણ વાય ન વળ્યો અને વેગથી જઈને મોતને ભેટી પોતાના અસ્તિત્વને ખોઈ નાખ્યું, અર્થાત્ હતો ન હતો થઈ ગયો. ર૯વા સુખદાયક સંગતિ બૅલી કરે દુષ્ટનો સંગ, અધોગતિ તે નોતરે, કરો ન કોઈ કુસંગ. ૩૦ અર્થ –સુખદાયક એવી સત્સંગતિને ભૂલીને જે દુષ્ટ લોકોનો સંગ કરે છે તે અધોગતિને જ નોતરે છે. માટે કદી પણ કોઈએ કુસંગ કરવો નહીં. ૩૦ના આર્તધ્યાન અંતે થતાં મંત્રી હાથી થાય, સલક વનમાં વિચરે, ગિરિ સમ સુંદર કાય. ૩૧ અર્થ - મરુભૂતિ મંત્રીને મરણ વખતે આર્તધ્યાન થવાથી, તે મરીને હાથી થયો; અને સલકી નામના વનમાં ફરવા લાગ્યો. તે હાથીની કાયા પહાડ જેવી વિશાળ અને સુંદર હતી. ||૩૧ાા એક દિન અરવિંદ નૃપ દેખે વાદળ રૂપ; જિન-મંદિર બનાવવું, આવું એક અનુપ-૩૨ અર્થ - એક દિન રાજા અરવિંદ વાદળાનું રૂપ જોઈને તેના આકારનું એક અનુપમ જિનમંદિર બનાવવું એવો વિચાર કરવા લાગ્યો. ૩રા એમ વિચારી ચીતરે ત્યાં વાદળ વિખરાય, ઉર અંકુર વૈરાગ્યનો પ્રગટી વઘતો જાયઃ ૩૩ અર્થ - એમ વિચાર કરી તે વાદળાનો આકાર ચીતરવા લાગ્યો. તેટલામાં તો વાદળા વીખરાઈ ગયા. તેથી તેના હૃદયમાં વૈરાગ્યનો અંકૂર ફૂટ્યો અને તે સમયે સમયે વઘવા લાગ્યો. ૩૩યા. આમ શરીર છૂટી જશે, અસ્થિર સર્વ જણાય, મોહ નહીં દે સૂઝવા, આત્મહિત રહી જાય. ૩૪ અર્થ - તે વૈરાગ્ય દિશામાં વિચારવા લાગ્યા કે મારું આ શરીર પણ અકસ્માત આમ છૂટી જશે.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy