SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સદ્ગુરુ ભગવંતના ઉપકારને ઓળવનારો હું પાક્યો એમ માનીશ. ૩૮ એમ વિચારી કદી કૃતઘી બની ન ગુરુ-ગુણ લોડો, આજ્ઞાંકિત વિનયી બન ગુરુના, બોઘ-બીજ ઉર રોપો. અહોહો૩૯ અર્થ - ઉપરની ગાથા પ્રમાણે વિચારીને કદી પણ કૃતધ્રી એટલે કરેલા ઉપકારને ઓળવનાર બની શ્રી ગુરુના ગુણનો લોપ કરો નહીં. અર્થાત્ જે ગુરુથી પોતે જ્ઞાન પામ્યો, ગુણો પ્રાપ્ત કર્યા તે ગુરુને પોતાની મોટાઈ મેળવવા કદી ગૌણ કરો નહીં. પણ શ્રી ગુરુના વિનયપૂર્વક આજ્ઞાંકિત બની, શ્રી ગુરુએ જે બોઘ આપ્યો હોય તે બોઘરૂપી બીજ તમારા હૃદયમાં રોપો અર્થાતુ વાવો કે જેથી આગળ જતાં તે સમ્યકજ્ઞાનરૂપ બીજ કેવળજ્ઞાનરૂપ વૃક્ષ થઈને મોક્ષરૂપ ફળને આપનાર થાય. આત્મસિદ્ધિશાસ્ત્ર” શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વઘારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સપુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાંજ કલ્યાણ છે એવો ભિન્નભાવરહિત, લોકસંબંથી બીજા પ્રકારની સર્વે કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાઘાન થવા યોગ્ય છે.” (વ.પૃ.૫૫૮) Il૩૯ાા. પરમ શાંતરસ-પ્રતિપાદક, જે વીતરાગની વાણી, તે સત્કૃત, ઔષઘ ઉત્તમ, દે ચિત્ત-સ્થિરતા આણી. અહોહો ૪૦ અર્થ :- પરમ શાંતરસ એટલે વિષય કષાયરહિત સંપૂર્ણ આત્મશાંતિનો માર્ગ બતાવનાર શ્રી વીતરાગ પુરુષોની વાણી તે સત્કૃત છે, અને આત્મભ્રાન્તિરૂપી રોગને નાશ કરનાર તે ઉત્તમ ઔષઘ છે તથા ચંચળ એવા ચિત્તની સ્થિરતાને પણ આણી આપનાર તે જ છે. પરમ શાંત શ્રતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે.” (વ.પૃ.૬૪૧) સત્સમાગમના અભાવે વીતરાગકૃત, પરમ શાંતરસ પ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તસ્થર્ય માટે તે પરમ ઔષઘ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર ૪૦ ઇન્દ્રિય-નિગ્રહ સહ આરાધો સત્કૃત અમૃતવેલી, શંકા તર્જી, સત્રદ્ધા પામી, કરજો અસંગ-કેલી. -અહોહો ૪૧ અર્થ - ઇન્દ્રિય-નિગ્રહ એટલે વિષય કષાયમાં જતી વૃત્તિને રોકી, પુરુષોની વાણીને તમે વાંચો, વિચારો. કેમકે તે સત્કૃત અમૃતની વેલ સમાન છે. જેમ વેલ વૃદ્ધિ પામે તેમ જ્ઞાન પણ વૃદ્ધિ પામે છે. માટે તે સમ્યકજ્ઞાન વડે શંકાઓને તજી દઈ સઋદ્ધાને પામી, આત્માના અસંગ સ્વરૂપમાં કેલી કરજો અર્થાતુ રમણતા કરજો. અહોહો! સત્કૃતનો પરમ ઉપકાર છે કે જે આત્માના પરમ અસંગ શુદ્ધ સ્વરૂપને પણ મેળવી આપે છે. “ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સદ્ભુત ઉપાસનીય છે.” (વ.પૃ.૯૩૯)
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy