________________
૩૭૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- મિથ્યાત્વી પશુઓ પણ સુપાત્રે દાન આપવાના ભાવ માત્ર કરે તો પણ દેવલોકના સુખને પામે છે. તથા મુનિ મહાત્માનો યોગ થતા સભાવથી સમકિત પણ પામી જાય છે.
ઋષભદેવ ભગવાનનો જીવ પૂર્વભવમાં વજજંઘ નામે રાજા હતો. તે મુનિ મહાત્માને આહારદાન આપતો હતો. તે સમયે ભરત, બાહુબલિ, બ્રાહ્મી અને સુંદરીનો જીવ વાનર, સિંહ, ભૂંડ, નોળિયો, પશુરૂપે ત્યાં જોતાં જોતાં ભાવ કરતા હતાં. તેના ફળસ્વરૂપ ક્રમે કરી આત્મોન્નતિને પામી મોક્ષે પઘાર્યા.
હંસ હંસલીનું દ્રષ્ટાંત :- ચંપાપુરીના ચંપકવનમાં એક સરોવર પાસે વડના વૃક્ષ ઉપર હંસ અને હંસલી રહેતા હતા. એક દિવસે વેપારીએ તે સરોવર કિનારે પડાવ નાખી ભોજન બનાવ્યું. ભોજન સમયે કોઈ મુનિ પધારે તો આહારદાન દઈ ભોજન કરું. તેના એવા ભાવથી આકર્ષાઈને એક માસના ઉપવાસી મુનિ પારણા અર્થે આવી ચઢ્યા. હર્ષથી આહારદાન આપતા જોઈ હંસ અને હંસલીએ પણ દાનભાવની અનુમોદના કરી. તેથી પુણ્ય બાંઘી હંસલી પદ્મસ્થ રાજાની પુત્રી પદ્માવતી નામે અવતરી અને હંસનો જીવ વીરસેન રાજાના પુત્રરૂપે અવતર્યો. તે ભવમાં દીક્ષા લઈ સમ્યક પ્રકારે ચારિત્ર પાળી બારમા દેવલોકે સિધાવ્યા. પ્રવેશિકામાંથી //૪ના
તો સુદ્રષ્ટિ અકામી રે સુપાત્રની ભક્તિ કરી
દાન ઉત્તમ દે જો રે, રહે કાંઈ બાકી જરી? જ્ઞાની ૪૮ અર્થ - તો જે વ્યવહાર સમ્યવૃષ્ટિ કે અવિરત સમ્યવ્રુષ્ટિ કે દેશવિરતિ સમ્યવ્રુષ્ટિ છે, તે જીવો અકામી એટલે નિષ્કામભાવે સુપાત્ર એવા આત્મજ્ઞાની મુનિ મહાત્માઓને ભક્તિપૂર્વક ઉત્તમ દાન આપે તો તેમને કંઈ મેળવવાનું બાકી રહે? કંઈ નહીં. તે ભવ્યાત્માઓ સર્વ સિદ્ધિને પામી અંતે મોક્ષ સુખના ભોક્તા થાય છે. ૪૮
ખાણ ખોદતાં હીરો રે મળે પણ જે ન જુએ,
ખોદ ખોદ કરે જે રે મજૂર તે, લાગ ખુએ. જ્ઞાની૪૯ અર્થ :- ખાણ ખોદતાં હીરો હાથ લાગે પણ તેને જોયા ન જોયા બરાબર કરી ફરી ખોદ ખોદ જ કરે તે તો ખરેખર મજૂર જ છે. તે મળેલા હીરાના લાગને પણ ખોઈ બેસે છે.
તેમ અનંતભવ ભટકતાં સપુરુષનો યોગ મળ્યા છતાં તેને ઓળખી લાભ ન લે અને બીજા સપુરુષને શોધ્યા જ કરે તો આ મનુષ્યદેહરૂપ ચિંતામણિ તે હારી બેસે છે. I૪૯ાા
તેમ સાધુ પધાર્યા રે, અનુકૂળતા ઘરમાં,
દાન-ભાવ ન જાગે રે ગણાય તે વાનરમાં. જ્ઞાની ૫૦ અર્થ - ઘરે જ્ઞાની મુનિ પધાર્યા હોય, ઘરમાં આહારદાન વગેરે આપવાની બધી અનુકૂળતા હોય છતાં દાન આપવાના ભાવ ન જાગે તો તે જીવ નર નથી પણ વાનર જ છે.
પૂરણ શેઠનું દ્રષ્ટાંત :- ભગવાન મહાવીર ચાર માસના ઉપવાસ કરી પારણા અર્થે ગોચરી લેવા પૂરણ શેઠને ત્યાં પઘાર્યા. પણ ભગવંતને સ્વહસ્તે પૂજ્યબુદ્ધિએ દાન દેવાની ભાવના પૂરણશેઠને થઈ નહીં. તેથી નોકર પાસે શેઠે આહારદાન અપાવ્યું. એવી વિવેકબુદ્ધિના અભાવવાળા જીવો નર નથી પણ વાનર કોટીના જ છે. /પા