________________
(૨૬) ક્રિયા
૨૯૯
રત્નાકરસૂરિનું દ્રષ્ટાંત - “રત્નાકર પચ્ચીસી'ના કર્તા શ્રી રત્નાકરસૂરિ હતા. તેમના ક્ષયોપશમથી રાજી થઈ રાજા રોજે તેમને હીરા, માણેક વગેરે રત્નો આપતો. તે સંગ્રહ કરતા હતા. તેથી એક કુંડલીયા નામના શ્રાવકે તેમને ઠેકાણે લાવવા એક ગાથાનો અર્થ પૂછ્યો. ગુરુએ છ મહિના સુધી જુદી જુદી રીતે સમજાવ્યા છતાં સંતોષ ન થવાથી મહારાજ હવે હું કાલે ગામ જતો રહીશ પણ મારું સમાધાન થયું નહીં. તે જાણી રત્નાકરસૂરિને વિચાર આવ્યો કે હું રત્નો ભેગા કરી લોભમાં પડ્યો છું તો હું વાણી દ્વારા કેવી રીતે કહી શકું? તેથી તે સર્વ રત્નોનો મુનિએ દ્રવ્યથી અને ભાવથી ત્યાગ કર્યો. તે જોઈ બીજે દિવસે કુંડલીઓ શ્રાવક આવી બોલ્યો કે “હે સ્વામી! આજે હું આપના દર્શનથી જ તે ગાથાનો મૂળ અર્થ સમજી ગયો. અને આપની ક્ષમાને ઘન્ય છે કે છ મહિના સુધી એકની એક ગાથાનો અર્થ પૂછવા છતાં ક્રોઘ કર્યો નહીં. પછી નમસ્કાર કરી પોતાને ઘેર ગયો અને મુનિ અન્યત્ર વિહાર કરી ગયા. એમ લોભ જે પાપનો બાપ છે તે મુનિઓને પણ મુંઝવે છે. (ઉ.પ્રા.ભા.ભાગ-૪ આધારે)
હવે તેરમી ઘર્મક્રિયા તે સાચું સાધુ જીવન છે. તે જીવવા સૌએ સમ્યક્ ઉપાય આદરવા જોઈએ. રત્નત્રયને સાથે તે સાધુ. અંતર્વાગ સહિત બહિત્યંગ હોય તો જ સાધુપણું યથાર્થ છે. “ઉપર તજે ને અંતર ભજે એમ નવિ સરે અર્થજી.” ૧૧ાા
બાર ક્રિયાને ત્યાગવી રે તેરર્મી ઘર્મ સ્વરૂપ રે-ગુરુજીને વંદીએ રે.
ભગવંતો ત્રણ કાળના રે કહે ક્રિયા એ રૂપ રે-ગુરુજીને વંદીએ રે. ૧૨ અર્થ :- ઉપરોક્ત બાર પ્રકારની કર્મબંઘન કરાવનારી ક્રિયાનો જીવે ત્યાગ કરવો જોઈએ.
તેરમી ક્રિયા ઘર્મસ્વરૂપ છે. તેને આદરવી જોઈએ. ત્રણે કાળના ભગવંતો આ તેરમી ક્રિયાને અનુરૂપ જ ઉપદેશ કરે છે. [૧૨ા.
ઘર્મ, અઘર્મ, મિશ્રરૃપે રે કહં ક્રિયા વિસ્તાર રે-ગુરુજીને વંદીએ રે.
અઘર્મ તર્જીને આદરો રે ઘર્મ, મિશ્ર પ્રકાર રે-ગુરુજીને વંદીએ રે. ૧૩ અર્થ :- ઘર્મ, અઘર્મ અને મિશ્રરૂપે આ ક્રિયાના વિસ્તારને હવે કહું છું. તેમાં અથર્મને તજી દઈ ઘર્મને તથા તેના મિશ્ર પ્રકારને આદરો; તે જ આત્માને હિતકારી છે. ||૧૩ા.
ઘર્માત્મા ભીખ માગતા રે દેખી કરતા રોષ રે-ગુરુજીને વંદીએ રે.
વાણી કઠોર કહે વળી રે “કર મજૅરીથી પોષ રે-ગુરુજીને વંદીએ રે. ૧૪ અર્થ :- અધર્મી ક્રિયા સ્થાનક - હવે પ્રથમ અધર્મીઓની કેવી ક્રિયા હોય છે તે જણાવે છે :
કોઈ ઘર્માત્મા સાધુજનોને ભિક્ષા અર્થે જતાં જોઈ રોષ કરે અને વળી કઠોર વાણીમાં કોઈ તેમને એમ પણ કહે કે મજૂરી કરીને પેટ ભર.
કઠિયારા મુનિનું દ્રષ્ટાંત - એક કઠિયારો એટલે લાકડા ફાડનાર હતો. તેણે સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તો પણ તેને કઠિયારા મુનિ એમ લોકો કહેવા લાગ્યા. તેથી અભયકુમારે એક યુક્તિ કરી કે આ રત્નોના ભરેલા ત્રણ થાળ, જે સચિત્ત જળનો ત્યાગ કરે, ઘનનો ત્યાગ કરે તથા સ્ત્રીનો ત્યાગ કરે તેને આપવાના છે. પણ કોઈ આ વસ્તુનો ત્યાગ કરવા તૈયાર થયું નહીં, એટલે અભયકુમારે જણાવ્યું કે આ મુનિએ જેને તમે કઠિયારા મુનિ કહો છો તેમણે આ બધું ત્યાગ કર્યું છે. તેમને આ રત્નના થાળ