________________
૧૫ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
પંદરમાં પાઠમાં ત્રણેય આત્માનું સ્વરૂપ વર્ણવી હવે અંતર્માત્મા થવાનો ઉપાય જણાવે છે –
સામાન્ય રીતે લોકભાષામાં દર્શન એટલે જોવું - દર્શન કરવું એવો અર્થ થાય છે. અથવા મતના અર્થમાં દર્શન એટલે છ દર્શન – જૈન દર્શન, વેદાંત દર્શન, સાંખ્ય દર્શન, બૌદ્ધ દર્શન, નૈયાયિક દર્શન અને નાસ્તિક દર્શન એમ અર્થ થાય છે, અથવા દર્શનાવરણીય કર્મમાં દર્શન એટલે સામાન્ય પ્રતિભાસરૂપ દર્શન એટલે અવલોકન એમ અર્થ થાય છે. જેમકે પદાર્થનું જ્ઞાન થતાં પહેલાં આ કંઈક છે એવો ભાસ થવો તેને દર્શન કહેવાય છે. પણ અહીં તો દર્શન એટલે સમ્યગ્દર્શન અર્થાત્ સત્ શ્રદ્ધાના અર્થમાં આ શબ્દનો પ્રયોગ કરેલ છે. શ્રદ્ધા ત્રણ પ્રકારની છે. મિથ્યા શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા અને શાશ્વત શ્રદ્ધા. મિથ્યા શ્રદ્ધા તે મિથ્યાદર્શન છે, સમ્યક શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે અને શાશ્વત શ્રદ્ધા તે લાયક સમ્યગ્દર્શન છે. હવે આ પાઠમાં એવા સમ્યગ્દર્શન વિષે વિસ્તારથી સમજાવવામાં આવે છે –
(૧૬)
સમ્યગ્દર્શન
(ઇંદવછંદ) (આજ મને ઉછરંગ અનુપમ, જન્મ તારથ જોગ જણાયો)
જે ભવકારણ જ્ઞાન અનાદિથી ભાન ભુલાવી કુમાર્ગ બતાવે, - તે ક્ષણમાં ભવ-નિવૃત્તિ કારણ સમ્યગ્દર્શન-સૂર્ય બનાવે; (1) સમ્યગ્દર્શનનું પણ કારણ સગુરુદેવ કૃપાળુની વાણી,
૨ સર્વ અપૂર્વ સુહેતુ નમું ગુરુ રાજપદે ઉર ઊલટ આણી. અર્થ :- જે સંસારનું કારણ એવું મિથ્યાજ્ઞાન જીવને અનાદિકાળથી ભાન ભુલાવીને કુમાર્ગ એટલે સંસારવૃદ્ધિનો જ માર્ગ બતાવે છે, તે મિથ્યાજ્ઞાનને ક્ષણમાત્રમાં ભાવ એટલે સંસારથી નિવૃત્ત કરવાને માટે સમ્યગ્દર્શન તે સૂર્ય સમાન છે. તે પ્રગટ થતાં જ મિથ્યાત્વરૂપ અંઘકાર તે જ ક્ષણે નાશ પામે છે.
અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.” (વ.પૃ.૬૨૫)
તે સમ્યક્દર્શન પ્રાપ્તિનું પણ કારણ શ્રી સદગુરુ પરમકૃપાળુદેવની વાણી છે. “સપુરુષની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર
સર્વ અપૂર્વ એવા સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રાપ્તિના સુહેતુ એટલે સાચા કારણ શ્રી ગુરુરાજના ચરણકમળ છે. તેને હું હૃદયમાં ઊલટ એટલે ઉલ્લાસભાવ આણીને નમસ્કાર કરું છું. ૧ાા
સમ્યગ્દર્શન-દાયકનો ઉપકાર વળે નહિ કોઈ પ્રકારે; ટાળી પશુગતિ ને નરકાદિક મોક્ષત બીજ વાવ વઘારે; સિદ્ધ થયા ભૂતકાળ વિષે, વળી ભાવિ વિષે નર સિદ્ધ થશે જે,
હાલ વરે નર સિદ્ધગતિ, સહુ સમ્યગ્દર્શનવંત હશે તે. અર્થ - સમ્યગ્દર્શનદાયક એવા શ્રી ગુરુનો ઉપકાર કોઈ પ્રકારે પણ વળી શકે એમ નથી.