SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) ત્રણ આત્મા ૧૪ ૫ ઉત્પન્ન થતાં સાચા સુખની પ્રાપ્તિ માટે તે ઉદ્યમી બને છે. “સુખ વસે આત્મા વિષે, તેનો નહીં નિર્ધાર; સુખ શોધે હીન વસ્તુમાં, જડમાં નહીં જડનાર.”ાલા સમ્યગ્વષ્ટિ અંતર આત્મા તે થયો, જ્ઞાન અને વૈરાગ્ય સહિત વર્તાય જો; અહંમમત્વ દોષ અનાદિનો ગયો, વિશ્વ-વિલોકન, વિભ્રમ ટાળી, થાય જો. જય૦ ૧૦ અર્થ - ઉપરની ગાથામાં કહ્યું તેમ આત્મસુખની ઇચ્છક થવાથી તે સમ્યવૃષ્ટિ અંતરઆત્મા થયો. હવે તેનું વર્તન જ્ઞાન અને વૈરાગ્ય સહિત હોય છે. તેથી અનાદિકાળનો જીવમાં રહેલો અહંભાવ, મમત્વભાવનો દોષ નાશ પામે છે. તથા તે જીવની વિભ્રમ એટલે પદાર્થ સંબંધની ભ્રાંતિ સર્વથા ટળી જઈ કાલાન્તરે તે વિશ્વ વિલોકન કરનાર થાય છે, અર્થાત્ સમ્યગ્દર્શન વડે તે આત્મા કેવળજ્ઞાન પ્રગટાવીને આખા વિશ્વનું વિલોકન એટલે દર્શન કરે છે. “અહંભાવ મમત્વભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના પ્રકાશી છે.” (વ.પૃ.૩૯૫) ૧૦ના આત્મા ગોરો, કાળો, રાતો ના ગણે, નહિ તે બ્રાહ્મણ, ભંગી કે નર, નાર જો. દેવ, મનુજ કે નારક, પશુ તે ના બને, ગુરું-શિષ્ય નહિ, નહીં વેષ-વ્યવહાર જો. જય૦ ૧૧ અર્થ :- સમ્યકુદ્રષ્ટિ જીવ આત્માને ગોરો, કાળો કે રાતો માનતો નથી. આત્મા બ્રાહ્મણ, ભંગી, મનુષ્ય કે સ્ત્રી નથી. ચારે ગતિમાં આત્મા દેવ, મનુષ્ય, નારકી કે પશુ સ્વભાવથી બનતો નથી. આત્મા ગુરુ નથી કે કોઈનો શિષ્ય નથી. દેવ, મનુષ્ય, નારકી કે તિર્યંચ એ બધા કર્મના વેષ છે. તેવો વેષ-વ્યવહાર આત્માને નથી. આત્મા તો સ્વભાવે સંપૂર્ણ શુદ્ધ છે. I/૧૧ાા જુદો દેહથી પોતાને જે જાણશે, દેહ અચેતન માને મ્યાન સમાન જો; તે પરનો પણ દેહ અચેતન માનશે, સ્વ-પર વિષેની ભૂલ તજે વિદ્વાન જો. જય૦ ૧૨ અર્થ :- જે સમ્યવ્રુષ્ટિ આત્મા પોતાને આ દેહથી જાદો જાણશે તે આ દેહને પણ તલવારને રહેવાના સ્થાનરૂપ અચેતન મ્યાન જેવો જાણશે, તે બીજા જીવોના દેહને પણ અચેતન એટલે જડ જેવો માનશે. એમ સ્વ શું? અને પર શું? એ અનાદિથી ચાલી આવતી ભૂલને તે ટાળશે. તેને જ જ્ઞાની પુરુષો ખરો વિદ્વાન કહે છે. II૧૨ા. જાડે કપડે દેહ ન જાડો જાણિયે, જૂને કપડે દેહ ન ઘરડો હોય જો; રાતે કપડે દેહ ન રાતો માનિયે, વસ્ત્ર-વિનાશે દેહ-વિનાશ ન જોય જો. જય૦ ૧૩ અર્થ - જાડાં કપડાં પહેરવાથી દેહને આપણે જાડો જાણતા નથી. જૂના કપડાં પહેરવાથી દેહ કંઈ ઘરડો થઈ જતો નથી. રાતાં કપડાં પહેરવાથી દેહને કંઈ રાતો માનતા નથી. તેમજ વસ્ત્રના વિનાશથી આપણા દેહનો કંઈ વિનાશ થઈ જતો નથી. ૧૩. તેમજ જાડા દેહે જાડો ર્જીવ નહીં, જીર્ણ દેહમાં જીવ ન જીર્ણ ગણાય જો; રક્ત દેહમાં જીવ ન રક્ત બને જરી, દેહ-વિનાશે જીવવિનાશ ન થાય જો. જય૦ ૧૪ અર્થ - તેમજ દેહ જાડો થતાં જીવ જાડો થતો નથી. દેહ જીર્ણ થતાં જીવ ઘરડો થતો નથી. દેહ લાલ થતાં જીવ લાલ બની જતો નથી. તેમજ દેહનો વિનાશ થતાં જીવ કદી વિનાશ પામતો નથી. /૧૪
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy