________________
(૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
૨૫૯
અર્થ - દેવાધિદેવ એટલે દેવોના પણ દેવ એવા સિદ્ધ પરમાત્માનું સુખ અકથ્ય કહ્યું છે, અર્થાત્ તે સુખનું વર્ણન વાણીથી કદી પણ કહી શકાય એમ નથી.
તે મોક્ષ સુખ અત્યંત એટલે સંપૂર્ણપણે અતીન્દ્રિય એટલે ઇન્દ્રિયોથી રહિત છે, અર્થાત્ આત્માના સ્વભાવથી જ ઉત્પન્ન થયેલું હોવાથી તે સદા બાઘાપીડા રહિત છે. ૩૦
કૃતકૃત્ય પ્રભુનું રે સુખ અનંત છતાં,
કહી શકે ન કોઈ રે પૂરું બહુ વર્ણવતાં. મન. ૩૧ અર્થ - કરવાનું જેણે સર્વ કરી લીધું છે એવા કૃતકૃત્ય પ્રભુના આત્માનું સુખ અનંત છે. તે સુખનું વર્ણન ઘણું ઘણું કરવા છતાં પણ તેનું પૂરું વર્ણન કોઈ કરી શકે એમ નથી. /૩૧
જે સુખ સુર, નર રે ભોગવે ઇન્દ્રિયથી,
ત્રણ કાળના ભોગો રે ઋદ્ધિ, સિદ્ધિ-સંચયથી. મન ૩૨ અર્થ :- જે સુખ દેવતાઓ કે મનુષ્યો, ભૂત, ભવિષ્ય કે વર્તમાન ત્રણે કાળમાં પુણ્યબળે અનેક પ્રકારની ઋદ્ધિ અને સિદ્ધિઓનો સંચય કરીને ઇન્દ્રિયો વડે ભોગવે છે, તે સુખો પણ આત્માના સુખની તુલનામાં આવી શકે નહીં. ૩રા
તે મનોહર સુખો રે તુચ્છ ગણાય અતિ,
જીર્ણ તૃણને તોલે રે સિદ્ધિના સુખ પ્રતિ. મન ૩૩ અર્થ :- ઇન્દ્રિયોથી ભોગવાતા સુખો મનને મનોહર લાગતાં છતાં પણ તે આત્મઅનુભવના સુખ આગળ તો સાવ તુચ્છ ગણાય છે. તે સર્વોત્કૃષ્ટ સિદ્ધિ એટલે મોક્ષના સુખની તુલનામાં તો તે ઇન્દ્રિયસુખ સાવ જીર્ણ થયેલા તૃણ એટલે તણખલાની તોલે આવે છે. [૩૩ણા.
સુખ એક સમયનું રે અતીન્દ્રિય સિદ્ધ તણું,
સ્વભાવે ઊપજતું રે સૌથી અનંતગણું. મન ૩૪ અર્થ - અતીન્દ્રિય એવા સિદ્ધ પરમાત્માનું સ્વભાવથી જ ઉત્પન્ન થયેલું એક સમયનું સુખ તે ત્રણેય કાળના દેવ મનુષ્યોના ભૌતિક ઇન્દ્રિય સુખોથી અનંતગણું છે. ૩૪
લોકાલોક સ્વરૂપે રે વ્યોમ અનંત બળે,
છે જ્ઞાન ઘનીભૂત રે સિદ્ધનું સર્વ નભે. મન૦ ૩૫ અર્થ - વ્યોમ એટલે આકાશ દ્રવ્ય સર્વત્ર લોક અલોક સ્વરૂપે અનંત પથરાયેલ છે. તેમજ સિદ્ધ ભગવંત પણ જ્ઞાનઘનના પિંડ હોવાથી તેમનું જ્ઞાન પણ સર્વ નભ એટલે સર્વ લોકાલોકને વિષે ફેલાયેલ છે. રૂપા
જગ ત્રણેય જોતાં રે સિદ્ધ સમું ન જડે,
તેથી સિદ્ધને સિદ્ધની રે ઉપમા દેવી પડે. મન. ૩૬ અર્થ - ઉર્ધ્વ, અઘો અને મધ્ય એમ ત્રણેય લોકને જોતાં સિદ્ધ ભગવાન સમાન કોઈ જડતું નથી. તે સિદ્ધ ભગવંત કોના જેવા છે? તો કે સિદ્ધ જેવા. એમ સિદ્ધ ભગવંતની ઉપમા સિદ્ધને જ આપવી પડે છે. કેમકે તેના જેવો સંપૂર્ણ કર્મમલથી રહિત શુદ્ધાત્મા જગતમાં બીજો કોઈ નથી. ૩૬ાા