SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨. પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કવિપણું, ચતુરાઈ, હસ્તકળા, પૂજ્યપણું, લોકમાન્યતા, પ્રખ્યાતિ, દાતારપણું, ભોગીપણું, ઉદારતા, શૂરવીરતા ઇત્યાદિ ઉત્તમ સામગ્રી, ઉત્તમ ગુણ, ઉત્તમ સંગતિ, ઉત્તમ બુદ્ધિ, ઉત્તમ પ્રવૃત્તિ જે કંઈ દેખવામાં, સાંભળવામાં આવે છે તે બથો ઘર્મનો પ્રભાવ છે.” -સમાધિસોપાન (પૃ.૧૨૬) ૮ાા પ્રથમ પ્રાણી-દયા ઘરે આત્માર્થી ઉરમાં ય; દયા વિના ઘાર્મિક ક્રિયા જળમાં વાદળછાંય. ૯ અર્થ – ઘર્મ પાળનાર આત્માર્થી, પ્રથમ પ્રાણીદયાને હૃદયમાં ઘારણ કરે. કેમકે દયા વિનાની ઘાર્મિક ક્રિયા જળમાં પડેલ વાદળની છાયા સમાન નિરર્થક છે. જળમાં પડેલ વાદળની છાયા કોઈને સુખનું કારણ થતી નથી તેમ દયા વગરનો ઘર્મ કોઈને સુખ આપનાર થતો નથી. lલા પૂર્વ ભવે પિતાદિ જે સગાં થયાં બહુ વાર, તે પ્રાણી હણતાં અરે! કરે ને કેમ વિચાર? ૧૦ અર્થ :- પૂર્વભવમાં જે પિતા. માતા વગેરે ઘણીવાર થયા છે. એક એક જીવ સાથે અનતી સગાઈ થઈ ચૂકી છે. એવા પ્રાણીઓને હણતાં અરે ! હવે તું કેમ કંઈ વિચારતો નથી. /૧૦ના કરુણાવંત મુનિવરો તર્જીને તન-દરકાર, નિશદિન નિજહિત સાઘતાં, કરતા પરોપકાર. ૧૧ અર્થ :- હવે પ્રથમ મુનિઘર્મનું વર્ણન કરે છે : કરુણાના ભંડાર એવા મુનિવરો પોતાના શરીરની દરકાર અર્થાત સાર સંભાળ તજી દઈને નિશદિન પોતાના આત્માનું હિત સાધતા બીજા જીવોની રક્ષા કરવારૂપ પરોપકાર કરતા રહે છે. “પરોપરાય સતાં વિમૂતયઃ' પરોપકાર કરવો એ જ મહાત્માઓની વિભૂતિ છે. [૧૧ાા સર્વ જીવનું હિત કરે, દૂભવે ઑવ નહિ કોય, સર્વવિરતિઘર યોગ તે; દેશ-વિરતિ ગૃહીં હોય. ૧૨ અર્થ:- એવા આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ છકાય જીવની રક્ષા કરીને સર્વ જીવોનું હિત કરે છે. કોઈ પણ જીવને દુભવતા નથી. “સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.” -શ્રીમદ્ રાજચંદ્ર તે સર્વ વિરતિને ઘારણ કરનાર યોગી પુરુષો છે. તે બાર પ્રકારે, તે પ્રકારે અથવા સત્તર પ્રકારે સંયમના પાળનાર હોય છે. પાંચ ઇન્દ્રિયો તથા છઠું મન તથા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા ત્રસકાય એમ છ કાયની રક્ષા મળીને બાર પ્રકારે સંયમ થાય છે. અથવા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ તથા ત્રણ ગતિ મળીને તે પ્રકારે સંયમ કહેવાય છે. અથવા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ તથા ચાર કષાયનો નિગ્રહ મળીને સત્તર પ્રકારનો સંયમ જગતમાં પ્રસિદ્ધ છે. તે સંયમને પાલનહાર સર્વ વિરતિઘર યોગીપુરુષો છે, તથા દેશ-વિરતિ એટલે જેને અંશે ત્યાગ કરેલો છે એવા ગૃહસ્થ તે દેશવ્રતને ઘારણ કરનાર શ્રાવક કહેવાય છે. ૧૨ાા ત્રસ જીંવને ગૃહીં ના હણે વિના પ્રયોજન ક્યાંય; સંકલ્પી હિંસા તજે, દેશે સંયમ ત્યાંય. ૧૩ હવે બીજા ગૃહસ્થઘર્મ વિષે જણાવે છે - અર્થ :- ત્રસ એટલે હાલતાચાલતા જીવોને જે ગ્રહી એટલે ગૃહસ્થ વિના પ્રયોજન કદી હણે નહીં.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy