________________
(૩૧) દાન
૩૮૭
બેઠેલા ઢંઢલ નામના ચારણને જોઈને તેને પૂછ્યું કે - “અરે! તું માર્ગ જાણે છે? ત્યારે તે દયાળુ ચારણે કહ્યું કે - “જીવનો વઘ કરનાર નરકે જાય છે અને દયા પાળનારા સ્વર્ગે જાય છે; હું તો એ બે માર્ગ જાણું છું. તને જે ગમે તે માર્ગે જા.
આ પ્રમાણે વેશ કરે તેવી દૂઘ જેવી તેની વાણી સાંભળીને તે રાજાને તત્કાળ વિવેક ઉત્પન્ન થયો; તેથી તેણે ત્યાં જ જીવનપર્યત પ્રાણીવઘ ન કરવાનો નિયમ ગ્રહણ કર્યો, અને તે ચારણને અશ્વો તથા ગામ વિગેરે આપીને ગુરુની જેમ તેનો સત્કાર કર્યો.” Iકશા -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (પૃ.૩૮)
ભૂમિ-ગાય-સુવર્ણનું રે કહે દાન કન્યાતણું,
નહિ ત્યાગીને કામનું રે, થાય અહિત ઘણું. જ્ઞાની. ૭૮ અર્થ:- ભૂમિદાન, ગાયનું દાન, સુવર્ણનું દાન કે કન્યાદાન એ ત્યાગી પુરુષને કામનું નથી. એથી તેનું ઘણું અહિત થાય છે.
શુભચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત – શ્રી શુભચંદ્રાચાર્ય અને રાજા ભર્તુહરિ બેય ભાઈ હતા. શુભચંદ્રાચાર્ય દિગંબર બની પહાડ ઉપર તપશ્ચર્યા કરતા હતા. જ્યારે કોઈ નિમિત્ત બન્યું ભર્તુહરિએ તાપસ દીક્ષા અંગીકાર કરી બાર વર્ષ પુરુષાર્થ કરીને સુવર્ણસિદ્ધિ મેળવી. તેથી સુવર્ણરસ બનાવી પોતાના ભાઈને તે આપવા માટે ગયા. ભાઈ શુભચંદ્રાચાર્યે તે સુવર્ણ પાત્ર ઢોળી નાખ્યું અને કહ્યું કે શું રાજ્યમાં સોનુ ઓછું હતું. આના માટે તમે ત્યાગ કર્યો. એમ કહી પોતાની સિદ્ધિ બળે ધૂળની ચપટી પત્થર ઉપર નાખી તેથી આખો પત્થર સોનાનો બની ગયો. એમ પ્રતિબોઘ પમાડી તેમનું પણ કલ્યાણ કર્યું. માટે સાધુપુરુષોને આવું દાન કામનું નથી. તેથી તેમનું ઘણું અહિત થાય છે. //૭૮ાા.
જિનમંદિર કાજે રે ભૂમિ આદિ દાન કરો,
જીર્ણોદ્ધાર સાથી રે ગ્રંથભંડાર ભરો. જ્ઞાની ૭૯ અર્થ - જિનમંદિર બનાવવા માટે ભૂમિ, ઘન કે પ્રતિમાજી આદિનું દાન કરો. અથવા મંદિરો વગેરેના જીર્ણોદ્ધાર કરો અથવા ઉત્તમ ગ્રંથોનો સંગ્રહ કરી ગ્રંથભંડાર ભરો.
જ્ઞાની પુરુષો દ્વારા રચિત શાસ્ત્રો જ સંગ્રહ કરવા લાયક કે વાંચવા લાયક છે. આઘુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર //૭૯ાા
સદ્ઘર્મની વૃદ્ધિ રે પ્રગટ તે દાન કરે,
ઘણા કાળ સુધી દે રે સુદાતાને લાભ ખરે! જ્ઞાની ૮૦ અર્થ - જિનમંદિર, વીતરાગ પ્રતિમા કે જ્ઞાની પુરુષો દ્વારા રચિત ગ્રંથો, તેથી સઘર્મની વૃદ્ધિ થાય છે. માટે એવા સન્શાસ્ત્રોની છપાઈ વગેરેમાં કે રક્ષણ કરવામાં દાન આપવાથી તે સુદાતાને ઘણા કાળ સુધી ખરેખર લાભના આપનાર થાય છે. શ્રી કુમારપાળ રાજાએ એવો અભિગ્રહ કર્યો હતો કે મારા ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત સર્વ શાસ્ત્રોને તાડપત્રીમાં લખાવું કે જેથી લાંબા કાળ સુધી તે ટકી શકે. તેના માટે સાતસો લહિયાને લખવા બેસાડ્યા હતા. એવી જ્ઞાન પ્રત્યેની ભક્તિ કે ગુરુ પ્રત્યેની ભક્તિ જો પ્રગટ થાય અને મળેલું ઘન કે જીવન દાનધર્મ વડે સાર્થક કરી લે તો જીવનું અવશ્ય કલ્યાણ થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. II૮૦ના