________________
(૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨
૨ ૧૭
પાંચે કલ્યાણક વિષે ભક્તિભાવથી જાય;
જઈ સમવસરણમાં સુણે દિવ્ય વાણી સુખદાય. ૫૫ અર્થ - હવે પારસનાથ ભગવાનનો જીવ જે ઇન્દ્ર થયેલ છે તે ભક્તિભાવથી તીર્થકર ભગવંતોના જન્મ આદિ પાંચે કલ્યાણકોમાં જાય છે તથા સમવસરણમાં જઈને ભગવાનની સુખદાયક એવી દિવ્ય વાણીનું પણ શ્રવણ કરે છે. પપા.
મિથ્યાવૃષ્ટિ દેવને દઈ ઘર્મ-ઉપદેશ,
સમ્યગ્દર્શન-દાન દે, કરુણામૂર્તિ સુરેશ. ૧૬ અર્થ - દેવલોકમાં પણ કરુણાની મૂર્તિ સમા એવા આ ઇન્દ્ર મિથ્યાદ્રષ્ટિ દેવોને ઘર્મનો ઉપદેશ આપી સમ્યગ્દર્શનનું દાન દે છે, અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવે છે. પકા
કાશી દેશ આ ભરતમાં નગર બનારસ સાર,
તીર્થરાજ જન સહુ કહે; અશ્વસેન નૃપ ઘાર. ૫૭ અર્થ - આ ભરતક્ષેત્રમાં કાશી નામના દેશમાં બનારસ નામનું સારભૂત નગર છે. તેને સર્વ લોકો તીર્થરાજ કહે છે. ત્યાં અશ્વસેન રાજા રાજ્ય કરે છે. આપણા
અવધિજ્ઞાન સહિત તે સકળ સાર ગુણઘામ;
પ્રભુરૃપ રવિનાં ઉદયગિરિ વાયારાણી નામ. ૧૮ અર્થ :- રાજાની રાણીનું નામ વામાદેવી છે. તે વામા રાણીરૂપ ગિરી એટલે પર્વતમાંથી અવધિજ્ઞાન સહિત તેમજ સર્વ સારભૂત ગુણોના ઘરરૂપ એવા પ્રભુ પારસનાથના જીવનો રવિ એટલે સૂર્યરૂપે ઉદય થયો. ૫૮ાા.
મહાપુરુષ-મોતી તણી વામાદેવી છીપ;
આનત-ઇન્દ્ર ચવી રહે વામા-ઉદર સમીપ. ૫૯ અર્થ - મહાપુરુષરૂપ મોતીને જન્મ આપનાર વામાદેવીરૂપ છીપ છે. તેના ઉદરમાં આનત નામના નવમાં સ્વર્ગથી ઇન્દ્ર ચ્યવીને ભગવાનરૂપે આવી વસ્યા. જેમ સમુદ્રમાં રહેલ છીપના મુખમાં સ્વાતિ નક્ષત્રમાં વર્ષેલ વર્ષાદનું બિંદુ સીધું પડતાં તે મોતી બની જાય છે તેમ. પલા
સ્વપ્ન સોળ શુભ દેખીને માતા મન હરખાય,
પતિ સન્મુખ વિદિત કરી પૂંછે “સુફળ શું થાય?’ ૬૦ અર્થ - ભગવાન ઉદરમાં આવવાથી તેમની માતા સોળ શુભ સ્વપ્નોને જોઈને અતિ હર્ષ પામી. તથા પતિ સન્મુખ તે સર્વ વિદિત કરીને પૂછવા લાગી કે આ સ્વપ્નોનું શું શુભ ફળ થતું હશે? ૬૦ાા.
અવધિજ્ઞાને જાણીને રાય કહે ફળ સાર:
“ગજેન્દ્ર-દર્શન-કારણે જગપતિ પુત્ર વિચાર. ૬૧ અર્થ - અશ્વસેન રાજા અવધિજ્ઞાનથી જાણીને તેનો સાર કહેવા લાગ્યા કે પ્રથમ સ્વપ્નમાં ગજેન્દ્ર એટલે ઉત્તમ ઐરાવત હાથીના દર્શન થવાથી તમારો પુત્ર જગપતિ એટલે ત્રણ જગતનો નાથ થશે. Iકરા