________________
૧ ૦ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ક્ષેત્રપરાવર્તનથી પણ અધિક અનંતકાળ વ્યતીત કર્યો છે.
(૪) ભવ પરાવર્તન :- ચારેય ગતિમાં નવ ગ્રેવેયિક પર્યત કોઈ ભવ શેષ રહ્યો નથી કે જે આ જીવે ઘારણ કર્યો ન હોય. આ એક ભવપરાવર્તનમાં કાળપરાવર્તનથી પણ અધિક અનંતકાળ વીત્યો છે.
(૫) ભાવ પરાવર્તન - આ જીવ આઠ કર્મોનાં બંઘન થવા યોગ્ય ભાવોને પ્રાપ્ત થયો છે. આ એક ભાવપરાવર્તનમાં ભવપરાવર્તનથી પણ અધિક અનંતકાળ ગયો છે. એમ સંસારભાવનાનું સ્મરણ કર્યું.”II૪રા હવે ચોથી એકત્વભાવનાનું ચિંતવન કરે છે :
સંસારમાં ર્જીવ એકલો જન્મ, મરે દુખ-પાંગળો, વળ કર્મ બાંધે એકલો ને છોડશે પણ એકલો; સુખદુઃખ કર્મોથીન સૌને, કો ન લે-આપે જરી,
આત્મા અસંગ વિચારી કેવળ જ્ઞાન પામી રહ્યું ઠરી. ૪૩ અર્થ – આ સંસારમાં જીવ એકલો જ જન્મે છે. અને ત્રિવિધ તાપના દુઃખ ભોગવી ભોગવીને પાંગળો થયેલો જીવ એકલો જ મરે છે. વળી કર્મ પણ પોતે એકલો જ બાંધે છે અને તે કર્મને છોડશે પણ એકલો જ. સૌ જીવ પોતપોતાના કર્મે કરી સુખ દુઃખને અનુભવે છે. કોઈ કોઈનું સુખ કે દુઃખ જરી પણ કોઈ લેવા કે આપવા સમર્થ નથી. આત્મા સ્વયં મૂળ સ્વરૂપે જોતાં ભૌતિક સુખ દુઃખથી રહિત અસંગ
સ્વભાવવાળો છે. તે સ્વરૂપને વિચારી, પુરુષાર્થ બળે કેવળજ્ઞાન પામીને સ્વસ્વરૂપમાં સર્વ કાળને માટે સ્થિર થઈને રહું એ જ શાશ્વત સુખ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. ૪૩ હવે પાંચમી અન્યત્વભાવનાનો વિચાર કરે છે –
માતા, પિતા, પરિજન જુદાં; નથી કોઈ જગમાં જીવનું સાથે રહે આ શરીર નિત્યે તોય તત્ત્વ અજીવનું. મન, વચન, કાયા સર્વ જુદાં, કર્મકૃત સૌ અન્ય છે,
માટે ગ્રહું હું રત્નત્રયમય શુદ્ધ રૂપ અનન્ય છે. ૪૪ અર્થ - માતાપિતા સગાંસંબંધીઓ એ સર્વ મારાથી જુદા છે. જગતમાં આ જીવનું કોઈ નથી. આ શરીર જે સદા સાથે રહેવા છતાં પણ તે અજીવ તત્ત્વનું છે, પણ મારા જીવતત્ત્વનું નથી.
મન વચન કાયા એ સર્વ જીવથી જાદા છે. એ સર્વ કરેલા કર્મનું ફળ છે. માટે મારાથી સર્વ અન્ય છે. તેથી હું તો મારું જે અનન્ય રત્નત્રયમય શુદ્ધ સ્વરૂપ છે, તેને જ ગ્રહણ કરવા પ્રયત્ન કરું. I૪જા હવે છઠ્ઠી અશુચિભાવનાનું ચિંતવન કરે છે :
જ્યાં કુંડ ચામડિયા, તણો મળ, માંસ, ચર્મ, રુધિર ને બહુ હોડ, આંતરડા, નસો, કફ, લાળથી ભરપૂર જે જોવા કહે કોઈ જરી તો નાક મરડે દેખતાં,
ત્યાં થુંકવા પણ જાય ના; તેવું જ સૌના દેહમાં. ૪૫ અર્થ - ચામડિયાને ત્યાં મળ, માંસ, ચામડા, લોહી અને ઘણા હાડકાં, આંતરડા, નસો, કફ, લાળથી ભરપૂર એવા કુંડ હોય છે. તેને કોઈ જરા જોવા કહે તો તે જોઈને પણ દુર્ગધ સહન ન થવાથી નાક