________________
૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- ઉપરની ગાથામાં કહ્યું તેમ ઘર્મ આરાધવાનો સાચો ભાવ ઊપજવાથી વ્યવહાર સમ્યક્દર્શનની જો મુજને પ્રાપ્તિ થઈ તો તે પુણ્યરૂપ વૃક્ષ ઉપર ફળ બેસવા બરાબર છે. તે વ્યવહાર સમ્યક દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનને પ્રગટાવી, સર્વ કર્મના મૂળને કાપી સહજઆત્મસ્વરૂપ જે પોતાનું જ નિદાન એટલે ગુણના ભંડારરૂપ મોક્ષ તત્ત્વ છે તેને આપે છે. એમ સકળ સુખના કારણરૂપ પ્રભુ વીતરાગ જિનેન્દ્રનો જય હો, જય હો. If૨૨ા.
મુજ મોક્ષકાર્યના કારણે ઉત્તમ તારણતરણ વહાણ, ચરણ-શરણ, સેવા દઈ સ્વામી, તારો પાપી પહાણ.
જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૩ અર્થ :- મારા મોક્ષ પ્રાપ્તિના કાર્યમાં ઉત્તમ કારણરૂપ તથા તારણતરણ વહાણ કહેતા ફરી જહાજરૂપ આપ પ્રભુના ચરણ – શરણની સેવા મને આપી હે સ્વામી! મારા જેવા પાપી પહાણ એટલે પત્થરને આ ભવસમુદ્રથી તારો, પાર ઉતારો. અહોહો! આપની તારણતરણ શક્તિને હે જિનેન્દ્ર પ્રભુ! ઘન્ય છે, ઘન્ય છે. પુરા
અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણામૂર્તિ, દેજો તમને ઘટતું દાન.
જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૪ અર્થ - આપે અલૌકિક એવું શુદ્ધ આત્મપદ પ્રગટ કર્યું તો નાદાન એવો હું પણ આપની પાસે તે પદ પ્રાપ્તિની આશા રાખું છું. આપ કેવળ કરુણાની જ મૂર્તિ છે. તેથી આપના પદને શોભે એવું ઘટતું દાન મને આપજો. જેથી હું પણ સર્વકાળને માટે સુખી થાઉં. સર્વોત્તમ દાન આપનાર એવા કરુણાળુ પ્રભુ જિનેન્દ્રનો જગતમાં સદા જયજયકાર હો. રા.
તુજ સમ્મતિમાં મતિ હો મારી, ગળે દેહ - અભિમાન, હૈયાનો ઉજડ હું તેમાં વસજો રાજ પ્રઘાન.
જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૨૫ અર્થ – આપની હામાં હા ને નામાં ના એવી મારી મતિ હોજો. કે જેથી મારું અનાદિનું દેહાભિમાન નાશ પામે. હું તો પ્રભુ! હૈયાનો ઉજ્જડ છું, અર્થાત્ મારું હૃદય ખાલી છે; તેમાં યુગપ્રઘાન એવા આપ રાજ પ્રભુનો સદા વાસ હોજો એ જ આ પામરની આપ પ્રભુ પ્રત્યે ભાવભીની પ્રાર્થના છે. સર્વ સુખના મૂળભૂત મોક્ષમાર્ગના ઉપદેષ્ટા એવા મહાન શ્રી જિનેન્દ્ર પ્રભુનું શાસન ત્રણેય લોકમાં તેમજ ત્રણેય કાળમાં સદા જયવંત વર્તા, જયવંત વર્તા. 1રપી
બીજા પાઠમાં જિનદેવની સ્તુતિ કરીને હવે તે જિનેશ્વર ભગવાનનું સાચું સ્વરૂપ સમજાવનાર એવા નિગ્રંથ એટલે જેની મિથ્યાત્વરૂપી ગ્રંથી છેદાઈ ગઈ છે એવા સગુરુ ભગવંતનું ગીત એટલે તેમના ગુણનું ગાન આગળના પાઠમાં કરે છે; અર્થાત્ તેમના સગુણોની પ્રશંસા ભક્તિભાવે કરે છે.