________________
(૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨
૨ ૧૯
ચૈત્ર વદિ બીજની નિશા ગર્ભકાળ વિખ્યાત,
અસંગ ઘટ-નભ ઘટ થકી તેમ પાર્શ્વ ને માત. ૬૮ અર્થ - ચૈત્ર વદી બીજની રાત્રિએ પ્રભુનું સ્વર્ગલોકથી ચ્યવન થઈ વામામાતાના ગર્ભમાં આવવું થયું. તે ગર્ભકાળ જગતમાં વિખ્યાત છે. ઘડામાં રહેલ આકાશ જેમ ઘડાથી અલિપ્ત છે, અસંગ છે તેમ વામા માતાના ઉદરમાં રહેલા હોવા છતાં પણ પાર્શ્વનાથ પ્રભુ અસંગ છે. II૬૮ાા
પ્રભુના પુણ્ય-પ્રભાવથી સુર-આસન કંપાય;
અવધિજ્ઞાને જાણિયો પ્રભુ-ગર્ભ-મહિમાય. ૬૯ અર્થ - પ્રભુના પુણ્ય પ્રભાવે દેવતાઓના આસન કંપાયમાન થયા. તેથી અવધિજ્ઞાનના બળે દેવોએ જાણ્યું કે અહો! આ તો પ્રભુનો ગર્ભ પ્રવેશ મહિમા છે કે જેના પ્રભાવે આપણા આસન કંપાયમાન થયા. ફલા
હર્ષ સહિત ઇન્દ્રાદિ સુર ઉત્સવ કાજે જાય;
વારાણસી નગરી વિષે માતપિતા પૂજાય. ૭૦ અર્થ - ઇન્દ્રાદિ દેવો હર્ષ સહિત પ્રભુનો ગર્ભ મહોત્સવ કરવા વારાણસી નગરીએ ગયા; અને ત્યાં જઈ પ્રભુના માતાપિતાની પૂજા કરી. II૭૦ાા
પૂજી ભેટ ઘરી નમે ગર્ભવર્તી–પ્રભુ-પાય,
જય જયકાર કરી બહું વાદ્ય સહિત ગીત ગાય. ૭૧ અર્થ - પછી ગર્ભમાં રહેલ પ્રભુને ભાવથી પૂજી, તેમના ચરણમાં ભેટ ઘરીને નમસ્કાર કર્યા. તથા બહુ જય જયકારના શબ્દો ઉચ્ચારી વાદ્ય એટલે વાજિંત્ર સહિત પ્રભુના ગુણગાન કરવા લાગ્યા. II૭૧ના
દિશાકુમારી દેવઓ ભક્તિ ઊલટ ઘર ઉર,
ઇન્દ્રરાજ- આદેશથી વસી નૃપ- અંતઃપુર. ૭૨ અર્થ - દશે દિશાની દિશાકુમારી દેવીઓ હૃદયમાં ભક્તિનો અતિ ઉલ્લાસ આણીને ઇન્દ્રરાજના આદેશથી રાજાના અંતઃપુરમાં જઈને વસી. ૭૨ા
ઉત્સવ ઊજવી કૃતાર્થ થઈ દેવ ગયા નિજ સ્થાન;
ઉપજાવે સુખ માતને બહુવિઘ દેવી સુજાણ. ૭૩ અર્થ :- ગર્ભ કલ્યાણકનો ઉત્સવ ઊજવી કૃતાર્થ થઈ સર્વ દેવો પોતપોતાના સ્થાને ગયા. પછી સુજાણ એટલે વિલક્ષણ એવી દેવીઓ બહુ પ્રકારે પ્રભુની માતાને સુખ ઉપજાવવા લાગી. //૭૩ી
વસતા નિર્મળ ગર્ભમાં જ્ઞાનત્રય ભગવાન;
સ્ફટિક હણ્યમાં દીપતા રત્નદીપક સમ માન. ૭૪ અર્થ - નિર્મળ એવા માતાના ગર્ભમાં મતિ, કૃતિ, અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત ભગવાન નિવાસ કરે છે. તે સ્ફટિકના હર્મ્સ એટલે મહેલમાં જેમ રત્નનો દીપક દેદીપ્યાન થાય તેના સમાન જાણો. ||૭૪
પૂર્વ દિશા રવિ ઊગતાં શોભે સુંદર જેમ, ત્રિભુવનપતિ સુત ઉર ઘરી શોભે માતા તેમ. ૭૫