________________
૪૪ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
વળી વિચારે યોગીઓ : ધ્યેય મુખ્ય અયોગી,
વચન યોગથી બંઘ છે, મૌન બહુ ઉપયોગી. રાજ૦ ૨૪ અર્થ :- વળી યોગીપુરુષો વિચારે છે કે મુખ્ય તો મન વચન કાયાથી રહિત અયોગી એવી સિદ્ધ દશા પ્રાપ્ત કરવી છે. તો પછી વચનયોગની પ્રવૃત્તિ બંધ કરવી એ જ યોગ્ય છે. કેમકે તેથી જીવને માત્ર કર્મનો બંધ થાય છે. જ્યારે મૌન રહેવું એ જીવને બહુ ઉપયોગી છે. પ.પૂ.પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવે સમાધિશતક નામનો ગ્રંથ વાંચન વિચાર કરવા માટે મુંબઈમાં આપ્યો. સુરત આવ્યા પછી ત્રણ વર્ષ સુધી મૌન રહી એ ગ્રંથનું પ.પૂ.પ્રભુશ્રીજીએ અવગાહન કરી આત્મભાવને દ્રઢ કર્યો. ૨૪ો.
સજ્જન સંસારે રહ્યા મૌન સારું માને,
મૈથુન-મુંડન-ભોજને, મળ-મૂત્રને સ્થાને. રાજ૦ ૨૫ અર્થ :- સજ્જન પુરુષો સંસારમાં રહેલા હોવા છતાં પણ મૌનને સારું માને છે. મૈથુન સમયે, કે મુંડન કરાવતી વખતે કે ભોજન જમતાં કે મળમૂત્ર ત્યાગતાં મૌન રહે છે.
“ભોગમાં યોગ સાંભરે એ હલુ કર્મીનું લક્ષણ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર ||રપા
દીપક પરમાત્મા રૂપી પ્રગટે ઝટ પોતે,
બાહ્ય-અત્યંતર વાણ જો તજી, અંતર ગોતે. રાજ. ૨૬ અર્થ :- પરમાત્મસ્વરૂપ દીપકની જ્યોત ઝટ પ્રગટે. પણ ક્યારે? તો કે જીવ જો બાહ્ય અને અત્યંતર વાણીના વ્યાપારને મૂકી દઈ અંતરમાં આત્માની શોઘમાં લાગી જાય તો. રજા
ક્ષોભ ટળે મન-વાણીનો નિજ રૂપ જણાયે,
સ્થિર જળ મુખ દેખિયે, દૃષ્ટાંતે ભણાય. રાજ૦ ૨૭ અર્થ - મન અને વાણીનો ક્ષોભ મટવાથી પોતાના આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જેમકે સ્થિર જળમાં જોવાથી પોતાનું મોટું જોઈ શકાય છે તેમ સ્થિર ચિત્તમાં આત્માના દર્શન થાય છે. રા.
સમજાવે યોગીજનો નિજ મનને નિત્યેઃ
ઇંદ્રિયના વિષયો વિષે ભટકે કેમ પ્રીતે? રાજ ૨૮ અર્થ - માટે યોગીપુરુષો હમેશાં પોતાના મનને સમજાવે છે કે હે જીવ ઇન્દ્રિયના વિષયોમાં પ્રેમપૂર્વક હજુ કેમ ભટકે છે? સારા
કહે, કદી હિતકાર જો નિજ આત્માને અલ્પ,
શ્રમ વૃથા શાને કરે?(તજ)ભેલ સંકલ્પ-વિકલ્પ. રાજ૦ ૨૯ અર્થ - હે જીવ! તું કહે કે આ પાંચ ઇન્દ્રિયના વિષયો તને કદી અલ્પ પણ આત્માને હિતકારી થયા છે? તો કે ના. તો પછી ઇન્દ્રિયોને પોષણ આપવા માટેનો શ્રમ તું શા કામ વૃથા કરે છે? માટે શીધ્ર તેને તજ. અને હૃદયમાં ઊઠતા સંકલ્પ વિકલ્પને પણ ભૂલી જઈ ગુરુ આજ્ઞાએ સ્વરૂપને ભજ. કેમકે :
“જહાં કલ્પના જલ્પના, તહાં માનું દુઃખ છાંહી; મિટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ.” -શ્રીમદ્ રાજચંદ્ર /૨૯માં