________________
૪૬૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
લેવાનો સર્વથા નિષેઘ છે. (૩) પોતે માંગીને રહેલ ઘરમાં બીજા મુનિ આવે તો તેમને રોકવા નહીં કે કોઈ પોતાને રહેલ ઘરમાંથી કાઢી મૂકે તો તેમાં માલિકીભાવ રાખવો નહીં.
મહાવીર ભગવાનનું દ્રષ્ટાંત - ભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થામાં તપ અર્થે મોરાક પ્રદેશમાં તાપસીના આશ્રમમાં રહ્યા હતા. આશ્રમના સર્વોપરી તાપસ ભગવાન મહાવીરના પિતાશ્રી સિદ્ધાર્થ રાજાના મિત્ર હતા. તેમના કહેવાથી એક ઝૂંપડીમાં તેમણે વાસ કર્યો. તેમાં પોતે ધ્યાનસ્થ રહેતા. તે સમયે દુકાળ પડવાથી ઢોરો ઘાસની ઝૂંપડી પણ ખાવા લાગ્યા. બીજા તાપસોએ આવી સર્વોપરી તાપસને ફરીયાદ કરી કે આ મહાવીર પોતાની ઝુંપડીની પણ સંભાળ રાખતા નથી. એ જાણી સર્વોપરી તાપસે આવી ભગવાન મહાવીરને કંઈક ઠપકારૂપે કહ્યું. તેથી તાપસોના મનને પોતે કંઈપણ દુઃખનું નિમિત્ત બન્યું એમ જાણવાથી ત્યાંથી વિહાર કરી ગયા. ll૧૪ો.
*દોષિત ભિક્ષા ચોરી ગણ, દોષો તજી આહાર લે, પસી ક્લેશ તર્જી સાઘર્મી સાથે સંપ સેવા-ઘન રળે; ત્રીજા મહાવ્રત કેરી પાંચે ભાવના શુભ ભાવતા,
સૌ સંતપુરુષો તો સદા નિઃસંગતા રેલાવતા. ૧૫ અર્થ :- દોષવાળી ભિક્ષાને પણ ચોરી ગણી મુનિ બેંતાલીસ દોષ રહિત આહાર ગ્રહણ કરે છે. તેમજ મનમાં સૌ ક્લેશ કે કંકાસનો ત્યાગ કરી સહઘર્મી મુનિ સાથે સંપીને રહે છે અને પરસ્પર એક બીજાની સેવા કરી તે રૂ૫ ઘનને રળે છે. જેમ કે નંદીષેણ મુનિ બે-બે ઉપવાસ કરી પારણાના દિવસે પણ સર્વ મુનિઓની સેવા કરી પછી પારણું કરતા હતા. તે દેહત્યાગ કરી શ્રી કૃષ્ણના પિતા વસુદેવરૂપે અવતર્યા. ત્રીજા અચૌર્ય મહાવ્રતની આ પાંચેય શુભભાવના ભાવતા સૌ સંતપુરુષો સદા અસંગદશામાં મગ્ન રહે છે. ||૧પ.
જે કર્મ બાંઘે એ જ પર ચીજ વગર આયે સર્વ લે, એવા વિચારે બંઘને અટકાવતા સંવરબળે; ઉપયોગથી જીંવતા લગી મૈથુન કયાંય ન સેવવું,
ને કામભાવ હઠાવી મૈથુનત્યાગ-પરિણામી થવું. ૧૬ અર્થ – જે મુનિ વગર આપ્ટે પરવસ્તુ સર્વ લે તે મુનિ કર્મ બાંધે છે, એમ વિચારી કર્મબંધને સંવરના બળે અટકાવે છે અર્થાત્ આપ્યા વગર કંઈ પણ લેતા નથી. હવે બ્રહ્મચર્ય મહાવ્રત સંબંધી જણાવે છે :
ઉપયોગ જાગૃત રાખી જીવતાં સુધી મૈથુન ક્યાંય પણ એટલે સ્ત્રી, પશુ કે દેવ સાથે સેવવું નહીં તથા કામભાવને દૂર કરી સદા મૈથુનત્યાગભાવવાળા થવું; એ મુનિનો ચારિત્રધર્મ છે. ૧૬
ચોથું મહાવ્રત બ્રહ્મચર્ય બ્રહ્મજ્ઞાની મુનિ ઘરે, ત્રિકરણ યોગે પાળતાં તે સિંહવૃત્તિ આદરે; તેમાં થવા સ્થિર ભાવના પાંચે ય ભાવે આદરે;
"સ્ત્રી-પશુ-નપુંસક-વાસવાળા સ્થાનમાં ના ઊતરે. ૧૭ અર્થ :- આ ચોથા મહાવ્રત બ્રહ્મચર્યને બ્રહ્મજ્ઞાની એટલે આત્મજ્ઞાની મુનિવરો ખરી રીતે ઘારણ કરે છે. તે મન વચન કાયાના યોગથી પાળતાં સિંહવૃત્તિને આદરે છે અર્થાત સિંહવૃત્તિથી વ્રત લે છે અને